તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજ:પ્રિન્ટિંગ મશીનની શોધ કરનારને બાઇબલની છપાઈથી મળી હતી ઓળખ, આ સંશોધનથી જ ઘરે-ઘરે પહોંચ્યાં પુસ્તકો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે યોહાનેસ ગુટનબર્ગની પુણ્યતિથિ છે. ગુટનબર્ગે જ વર્ષ 1439માં પ્રિન્ટિંગ મશીનની શોધ કરી હતી. તે એક મૂવેબલ ટાઈપ પ્રિન્ટિંગ મશીન હતું. વિશ્વની પ્રથમ પ્રિન્ટિંગ મશીનથી તેમણે બાઈબલની છપાઈ કરી હતી. આ બાઈબલ આજે પણ ગુટનબર્ગ બાઈબલ નામથી ફેમસ છે. આ મૂવેબલ પ્રિન્ટિંગ મશીનથી છપાઈનું કામ બ્લોકમાં અક્ષર કોતરીને તૈયાર કર્યાં હતા.

જર્મનીના મેન્જ શહેરમાં વર્ષ 1398માં જન્મેલા ગુટનબર્ગની પ્રિન્ટિંગ મશીનની ખાત વાત એ હતી કે તેનાથી છપાઈમાં લાકડાને લીધે મેટલ બ્લોકનો ઉપયોગ થતો હતો. આ મશીનથી કોઈ પણ પેપર પર છપાઈ કરવી સરળ હતી. આ પ્રિન્ટિંગ મશીન દરરોજ 1 હજારથી વધારે પેજની છપાઈ કરી શકાતી હતી. આ અગાઉ છપાઈની જે ટેકનિક હતી તેને દિવસભરમાં ફક્ત 40થી 50 પેજ જ પ્રિન્ટ થઈ શકતા હતા.

આ પ્રિન્ટિંગ મશીનની શોધ થયા બાદ શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ આવી હતી. પુસ્તક છપાવવા લાગ્યા. લોકો વચ્ચે પુસ્તકોની માંગ વધવા લાગી. તેનું કારણ યુરોપનો મધ્યમ વર્ગ હતો, જે પુસ્તકો વાંચવા લાગ્યો હતો. ગુટનબર્ગની પ્રિન્ટિંગ મશીનમાં સૌથી પહેલા જર્મન ભાષામાં એક કવિતા છપાઈ હતી. આ ઉપરાંત લેટિન ગ્રામનું પુસ્તક પણ છપાયું, જોકે ગુટનબર્ગ પ્રેસને બાઈબલની છપાઈ બાદ મળી.

આ સાથે મોટા પ્રમાણમાં બાઈબલ છપાવવા આવવા લાગી. તેને યુરોપની બહાર ચર્ચોમાં પહોંચાડવામાં આવતી. આ અગાઉ બાઈબલ ખૂબ જ ઓછી હતી. તેને હાથથી લખવામાં પાદરીને એક વર્ષનો સમય લાગતો હતો, જોકે ગુટનબર્ગને તેના કરતાં ઓછા સમયમાં 200 બાઈબલ છાપી હતી. ગુટનબર્ગે પ્રિન્ટિંગ પ્રેસમાં છાપેલી પહેલી બાઈબલ 30 ફ્લોરિન (તે સમયનું જર્મન ચલણ)માં વેચાઈ હતી.

તે સમયે હાથથી લખવામાં આવેલ બાઈબલથી સસ્તી હતી. આજે પણ 21થી વધારે ગુટનબર્ગ બાઈબલ ઉપલબ્ધ છે. આજે તેનું મૂલ્ય 30 મિલિયન ડોલરથી વધારે છે. આજના દિવસે 3 ફેબ્રુઆરી 1468ના રોજ તેમનું અવસાન થયું હતું.

વર્ષ 1954 કુંભ મેળવામાં ભાગદોડમાં 800 શ્રદ્ધાળુ માર્યા ગયા હતા
આજથી 67 વર્ષ અગાઉ પ્રયાગરાજ (અલ્લાહાબાદ) સ્થિત સંગમના ઘાટ પર કુંભ મેળાનું આયોજન થયું હતું. સ્વતંત્રતા બાદ આ પ્રથમ કુંભ હતો. તે સમયે લાખો લોકો સામેલ થયા હતા. વર્ષ 1954ના કુંભમાં ભાગદોડ સર્જાતા અનેક લોકો માર્યા ગયા હતા.

આ દુર્ઘટના પાછળ અનેક કારણ દર્શાવવામાં આવ્યા છે. કુંભ મેળાનો વિસ્તાર ઘણો નાનો હતો. લોકોના સ્નાન માટે ઘાટ પણ ઘણા ઓછા હતા. ભીડ વધારે જમા થઈ જવાને લીધે ભાગદોડ સર્જાઈ હતી. આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે કુંભ મેળામાં હાથી ભળક્યો હતો, જેને લીધે ભાગદોડ મચી હતી. આ ઘટના બાદથી કુંભ મેળામાં હાથીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

ભારત અને વિશ્વમાં 3 ફેબ્રુઆરીની મહત્ત્વની ઘટના આ પ્રકારે છેઃ

2018: આજના જ દિવસે ભારતની અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી ચોથી વખત વિશ્વ કપમાં જીત મેળવી હતી.

1972: જાપાનના સપ્પારોમાં એશિયાના પ્રથમ શીતકાલીન ઓલિમ્પિક આયોજિત કરવામાં આવ્યો

1964: ભારતીય રિઝર્વ બેન્કના 23માં ગવર્નર રઘુરામ રાજનનો જન્મ થયો હતો

1938: ભારતની જાણીતી અભિનેત્રી વહીદા રહેમાનનો જન્મ થયો હતો.

1934: હવાઈ જહાજથી પ્રથમ વખત પાર્સલ મોકલવાની શરૂઆત થઈ. આ કંપનીનું નામ લુફ્થાંસા છે.

1925: ભારતમાં પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન સર્વિસ મુંબઈથી કુર્લા વચ્ચે શરૂ થઈ હતી.

1815: પનીર ઉત્પાદનનું પ્રથમ કારખાનું સ્વિટ્ઝર્લેન્ડમાં ખોલવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો