તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Birth Of The Country's First Astronaut Rakesh Sharma, Who Saw India From Space And Said Sare Jahan Se Achcha

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજનો દિવસ:દેશના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માનો જન્મ, જેમણે અંતરિક્ષમાંથી ભારતને જોઈ કહ્યું હતુ- સારે જહાં સે અચ્છા

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજના દિવસે વર્ષ 1949માં ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માનો જન્મ પંજાબમાં થયો હતો. જુલાઈ 1966માં તેમનું નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માં એડમિશન થયું. 21 વર્ષની ઉંમરમાં તેઓ એરફોર્સ સાથે જોડાયા અને ત્યા તેમણે સુપરસોનિક લડાકુ વિમાન ઉડાવ્યું હતું. પાકિસ્તાન સાથે વર્ષ 1971ના યુદ્ધમાં તેમણે 21 ઉડ્ડાન ભરી હતી અને તે સમયે તેઓ 23 વર્ષના પણ ન હતા. રાકેશ શર્મા જ્યારે 25 વર્ષના હતા, તે સમયે એરફોર્સના સૌથી સારા પાયલટ બની ગયા હતા.

તેમની ઉંમર જ્યારે 35 વર્ષની હતી ત્યારે તે અંતરિક્ષમાં ગયા હતા. અંતરિક્ષમાં જનારા રાકેશ શર્મા 128મી વ્યક્તિ હતા અને પહેલા ભારતીય હતા. આ ઉપરાંત રવીશ મલ્હોત્રાની પણ પસંદગી થઈ હતી અને બન્નેને રશિયામાં તાલીમ મેળવવા મોકલવામાં આવ્યા હતા. જોકે, રવીશ મલ્હોત્રા બેકઅપ તરીકે હતા. ઈસરો અને સોવિયત સંઘ (હવે રશિયા)ના જોઈન્ટ મિશન અંતર્ગત રાકેશ શર્માએ 3 એપ્રિલ 1984ના રોજ સોયૂઝ T-11થી અંતરિક્ષ યાત્રા શરૂ કરી હતી. અંતરિક્ષમાં તેમણે 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ વિતાવ્યા હતા.

સારે જહાં સે અચ્છા
અંતરિક્ષથી સોયૂઝ T-11ની ક્રૂ સાથે જોઈન્ટ કોન્ફરન્સ મારફતે દેશની પહેલી વખત અંતરિક્ષમાં રહેલા તેમના નાગરિક સાથે વાત કરી હતી. તે સમયના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ રાકેશ શર્માએ પૂછ્યુ હતું કે અંતરિક્ષમાંથી ભારત કેવુ દેખાય છે? તેમણે હિન્દીમાં જવાબ આપ્યો હતો- સારે જહાં સે અચ્છા.

અંતરિક્ષમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્માએ ફરીથી જેટ પાયલટ તરીકે તેમના જીવનની શરૂઆત કરી હતી. તેમણે જગુઆર જેવા લડાકુ વિમાન ઉડાવ્યું હતું. રાકેશ શર્માને હીરો ઓફ ધ સોવિયત યુનિયન એવોર્ડ પણ આપવાનો આવ્યો હતો. તેઓ એકમાત્ર ભારતીય છે કે જેમને આ સન્માન મળ્યું છે. આ સાથે તેમને અશોક ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

દુનિયામાં પ્રથમ વખત દેખાયો હતો મિકી માઉસ
આજના દિવસે વર્ષ 1930માં પ્રસિદ્ધ કોમિક કેરેટ્ર મિકી માઉસ કોમિક સ્ક્રીપ્ટમાં દેખાયા હતા. ન્યૂ યોર્ક મિરરમાં છપાતા આ કોમિકની સ્ક્રીપ્ટ વોલ્ટ ડિઝની લખતા હતા. ધીમે ધીમે મિકી માઉસનો અભિયન ખૂબ જ જાણિતો થયો હતો. ત્યારપછી કેટલાક મહિનામાં 24 દેશોના 40 અખબારોમાં તે છપાવા લાગી હતી.

ભારત અને દુનિયામાં 13 જાન્યુઆરીની મહત્વની ઘટનાઃ

2007: મહિલાઓ પ્રત્યે ભેદભાવ દૂર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રનું 37મું અધિવેશન ન્યુ યોર્કમાં યોજાયુ
2006: બ્રિટને પરમાણુ કાર્યક્રમને લઈ ઈરાન પર સૈન્ય હુમલો કરવાનો ઈન્કાર કર્યો
1999: નૂરસુલ્તાન નઝરબાયેવ ફરી વખત કજાખસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
1993: અમેરિકા અને તેના સહયોગીએ દક્ષિણ ઈરાકના નો ફ્લાઈ ઝોનની જાહેરાત કરી અને ઈરાક ઉપર હવાઈ હુમલા કર્યાં.
1988 : ચીનના રાષ્ટ્રપતિ ચિંગ ચિયાંગ કુમોનું અવસાન
1976 : ભારતના પ્રસિદ્ધ તબલાવાદક અહેમદ ખાન થિરકવાનું અવસાન
1948 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દુ-મુસ્લિમ એકતા માટે કોલકાતામાં આમરણ ઉપવાસ શરૂ કર્યો.
1938 : સુપ્રસિદ્ધ સંતુરવાદક પંડિત શિવકુમારનો જન્મ
1926 : પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શક્તિ સામંતનો જન્મ
1910 : ન્યૂયોર્કમાં દુનિયાના સૌ પ્રથમ જાહેર રેડિયો પ્રસારણ શરૂ થયું. આ પ્રસારણ 20 કિલોમીટર અંતરે સમુદ્રમાં રહેલા જહાજ પર સાંભળી શકાતુ હતું.
1849 : બીજા બ્રિટીશ-શીખ યુદ્ધમાં ચિલિયાંવાલાની લડાઈ શરૂ થઈ
1709 : મુગલ શાસક બહાદુર શાહ પ્રથમે તેના ભાઈ કમબખ્શને હૈદરાબાદમાં હરાવ્યો.
1607 : સ્પેનમાં નાદારીની જાહેરાત બાદ બેન્ક ઓફ જીનિવાનું પતન થયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો