• Gujarati News
  • National
  • 32 Organizations Of Punjab Ready To Return Home, Emergency Meeting Of SKM To One, Farmer Leader Said There Is No Excuse Left Now

2 દિવસમાં ખેડૂત આંદોલન અંગે નિર્ણય:પંજાબના 32 સંગઠન પરત ફરવા તૈયાર, કહ્યું- હવે કોઈ બહાનું રહ્યું નથી; બુધવારે મહત્વની બેઠક યોજાશે

2 મહિનો પહેલા
  • સરકાર તરફથી કૃષિ કાયદા પાછા ખેંચવાને લગતા સકારાત્મક વલણને ધ્યાનમાં લઈ બેઠક યોજી

કેન્દ્ર સરકારના 3 કૃષિ સુધારા કાયદા વિરુદ્ધ એક વર્ષથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન 2 દિવસમાં સમાપ્ત થઈ શકે છે. સોમવારે સિંઘુ બોર્ડર પર પંજાબના 32 ખેડૂત સંગઠનોની બેઠક યોજાઈ હતી. આમાં સ્વદેશ પરત ફરવા માટે સંમતિ આપવામાં આવી છે. જોકે, આખરી નિર્ણય 1 ડિસેમ્બરે લેવામાં આવશે.

નિર્ણય લેવા માટે રચાયેલી સંયુક્ત કિસાન મોરચા (SKM)ની 42-સભ્ય સમિતિની ઈમરજન્સી બેઠક હવે 1 ડિસેમ્બરે યોજાશે. અગાઉ તે 4 ડિસેમ્બરે યોજાવાની હતી. પંજાબના ખેડૂત નેતા હરમીત કાદિયાએ કહ્યું- અમે જીત્યા. હવે અમારી પાસે કોઈ બહાનું નથી. સંયુક્ત કિસાન મોરચાની ઘર વાપસી પર હજુ મોહર લગાવાની બાકી છે.

કાદિયાએ કહ્યું- ખેડૂતોની પૂરી જીત થઈ
કાદિયાએ કહ્યું- લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ખેડૂતોને પરાલી અને ઇલેક્ટ્રિસિટી એક્ટમાંથી નીકાળી દેવામાં આવ્યા છે. અમારી જીત પૂર્ણ થઈ છે. જે માંગણીઓ માટે અમે આવ્યા હતા તેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે MSP પર કમિટી બનાવવાની વાત કરી છે. તેના માટે કેન્દ્ર સરકારને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. આમાં ખેડૂતોના પ્રતિનિધિઓ લેવામાં આવશે કે નહીં અને તેઓ કેટલા સમયમાં નિર્ણય લેશે? આ બાબતો પર બધું સ્પષ્ટ હોવું જોઈએ.

કેન્દ્ર કેસ પરત ખેંચે, શહીદ ખેડૂતોને સહાયતા આપે
કડિયાએ વધુમાં કહ્યું- અગાઉ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર અને પીયૂષ ગોયલે અમારી માંગણીઓ પર જાહેરાત કરી હતી. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં તેની જાહેરાત કરે. અમે શહીદ ખેડૂતોને વળતરની પણ માંગ કરી રહ્યા છીએ. ચંદીગઢ, દિલ્હી, હરિયાણા અને અન્ય જગ્યાએ ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ. સરકાર સંપૂર્ણપણે ઝૂકી ગઈ છે અને અમારી માંગણીઓ પર આગળ વધી રહી છે.

સરકારનું વલણ સારુ દેખી મીટિંગ બોલાવી
દોઆબાના ખેડૂત નેતા મુકેશે કહ્યું- અમે યુદ્ધ જીતી ગયા છીએ. પહેલા સરકાર શ્રદ્ધાંજલિ આપીને સંસદને સમાપ્ત કરતી હતી. આ વખતે સરકારે ઝડપથી બિલો રદ કર્યા. સરકારનું વલણ જોઈને અમે 1 ડિસેમ્બરે બેઠક બોલાવી છે. અગાઉ પણ અમે 32 સંગઠન દરખાસ્તો બનાવીને SKMમાં પાસ કરાવતા હતા. સરકારનું વલણ જોઈને આશા રાખીએ છીએ કે મંગળવારે બાકીની માંગણીઓ અંગે જાહેરાત કરવામાં આવશે.

ખેડૂત નેતા જંગવીર સિંહે કહ્યું- અમે જીતને જીત જ કહીશું. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયોનું સ્વાગત કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...