• Gujarati News
  • National
  • The Speed Of Population Growth Of A Class Should Not Be Accelerated, Otherwise Chaos Will Spread

વસ્તી નિયંત્રણ અંગે CM યોગીની સલાહ:એક વર્ગની વસ્તી વૃદ્ધિની ઝડપ વધી ન જાય, અન્યથા અરાજકતા ફેલાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વસ્તી નિયંત્રણના પ્રયત્ન સાથે તેને સંતુલિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. સોમવારે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે તેમણે કહ્યું કે એવું ન બને કે વસ્તી વધવાની ઝડપ વધારે હોય અને જે મૂળ નિવાસીઓ છે તેમની વસ્તીને જાગૃકતાના પ્રયાસોથી નિયંત્રિત કરી દેવામાં આવે. CMએ કહ્યું કે જે દેશોમાં વસ્તી વધારે હોય છે ત્યા અસંતુલન ચિંતાનો વિષય બને છે, કારણ કે ધાર્મિક વસ્તી ઉપર વિપરીત અસર થાય છે. એક સમય બાદ ત્યા અવ્યવસ્થા અને અરાજકતાનું સર્જન થાય છે.

તેમણે કહ્યું જ્યારે આપણે પરિવાર નિયોજનની વાત કરી છીએ તો આપણે એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે વસ્તી નિયંત્રણને લગતા કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધારવામાં આવે, પણ વસ્તીની દ્રષ્ટિએ અસંતુલનની સ્થિતિનું સર્જન ન થાય.

વસ્તીનું અસંતુલન દેશ માટે જોખમીઃ યોગી
CMએ કહ્યું- વસ્તી વધારો અટકાવવા માટે તમામ ધર્મ, વર્ગ, સંપ્રદાયએ એક સમાન રીતે જોડવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે એ વર્ગ વિશેષમાં માતૃ અને શિશુ મૃત્યુ દર બન્ને વધારે છે. જો બે બાળકોના જન્મ વચ્ચે અંતર ઓછું છે તો તેની અસર માતૃ તથા શિશુ મૃત્યુ દર પર વિશેષ રહેશે.

જો બે બાળકોના જન્મ વચ્ચે અંતર ઓછું છે તો તેની અસર માતૃ તથા શિશુ મૃત્યુ દર પર પણ પડશે. CMએ કહ્યું તેને અટકાવવા માટે ધર્મગુરુઓનો સહયોગ લેવો જોઈએ. તેમા સામૂહિક પ્રયત્નોથી સફળતા મળશે.

100 કરોડ વસ્તી થવામાં લાખો વર્ષ લાગ્યા, 183 વર્ષમાં 400 કરોડ વસ્તી વધી
તેમણે કહ્યું કે માનવીએ 100 કરોડ સુધી પહોંચવામાં લાખો વર્ષ સમય લાગ્યો, જોકે 100થી 500 કરોડ થવામાં ફક્ત 183-185 વર્ષનો જ સમય લાગ્યો છે. આ વર્ષના અંત સુધીમાં વસ્તી 800 કરોડ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે આજે ભારત 135-140 કરોડ વસ્તી ધરાવતો દેશ છે. ઉત્તર પ્રદેશ સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય છે. અહીં અત્યારે 24 કરોડથી વધારે વસ્તી છે,જે થોડા સમયમાં 25 કરોડને પાર થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...