• Gujarati News
  • National
  • Chakkajam Lagavanar Said Already Known, Gathered A Crowd Of People From The Speaker; Tea Party With Protesters

મોદીનો રૂટ લીક થઈ ગયો હતો:પ્રદર્શનકારીઓએ કહ્યું- અગાઉથી જ ખબર હતી, સ્પીકરથી લોકોને ભેગા કર્યા; પોલીસ ચાની ચુસ્કી લગાવતા રહ્યા

14 દિવસ પહેલાલેખક: મનીષ શર્મા
  • PMનો રૂટ કોઈ અવરોધ વગર હોય છે, પણ પંજાબ પોલીસને આ બાબતમાં બિલકુલ રસ નહોતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિરોઝપુર પહોંચવાનો રૂટ લીક કરવામાં આવ્યાની પુષ્ટિ થઈ છે. રૂટ અંગે પ્રદર્શનકારીઓને અગાઉથી જ જાણકારી મળી ગઈ હતી. ત્યાર બાદ તેમને નજીકના ગામ પ્યારેઆણામાં સ્પીકરથી જાહેરાત કરી ભીડ એકત્રિત કરીઅને સમગ્ર માર્ગ ચક્કાજામ કરી દીધો. ત્યાં સુધીમાં અનેક ખેડૂત સંગઠન પણ ત્યાં આવી ચૂક્યાં હતાં. અગાઉ તેઓ ફક્ત રેલીમાં જઈ રહેલા ભાજપના કાર્યકરોની બસોને અટકાવતા હતા. આ વાત પ્રદર્શનકર્તાઓએ જાતે જ કેમેરા સમક્ષ આવી કહી છે, જે અંગેના વીડિયો મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

PMનો રૂટ ક્લિયર કરાવવાને બદલે ચાની ચુસ્કી લગાવી રહેલા પંજાબ પોલીસના જવાન.
PMનો રૂટ ક્લિયર કરાવવાને બદલે ચાની ચુસ્કી લગાવી રહેલા પંજાબ પોલીસના જવાન.

આ ઉપરાંત હવે વધુ એક વીડિયો પણ સામે આવી ચૂક્યો છે, જેમાં PMના રૂટ પર રહેલા પોલીકકર્મચારીઓ ભીડને હટાવી માર્ગ ખાલી કરાવવાને બદલે પ્રદર્શનકર્તાઓ સાથે ચાની ચુસ્કી લેતા દેખાતા હતા. એનાથી પંજાબ સરકાર અને પંજાબ પોલીસની કાર્યશૈલી અને નિયત પર અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.

ભીડની વચ્ચે શાંત મુદ્રામાં ઊભેલા પંજાબ પોલીસના જવાન.
ભીડની વચ્ચે શાંત મુદ્રામાં ઊભેલા પંજાબ પોલીસના જવાન.

PMના આગમન અંગે જાણ થતાં જ ફ્લાય ઓવર જામ કર્યો : પ્રદર્શનકારીઓ
PM મોદીના રૂટ પર પ્રદર્શન કરનારી વ્યક્તિએ કહ્યું હતું કે અમે પુલને જામ કરીને જ રાખ્યો હતો. અમે ભાજપના કાર્યકર્તાઓના કાફલાને પણ અટકાવી દીધો હતો. ત્યાર બાદ અમને જાણ થઈ કે વડાપ્રધાન બઠિંડા રોડથી મેગા હાઈવે પર આ રૂટથી આવી રહ્યા છે તો અમે તાત્કાલિક નજીકના પ્યારેઆણાના સ્પીકરોથી જાહેરાત કરી કે PM અહીંથી આવી રહ્યા છે. આ ઉપરાંત સૌને મોસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમે ટ્રોલી લગાવી ફ્લાય ઓવરને સંપૂર્ણપણે જામ કરી દીધો. ત્યાર બાદ PM મોદીને ત્યાંથી પરત ફરવું પડ્યું.

જામ ખોલાવવાને બદલે મૂકસાક્ષી બની ફરજ બજાવી રહેલા પંજાબ પોલીસ જવાન.
જામ ખોલાવવાને બદલે મૂકસાક્ષી બની ફરજ બજાવી રહેલા પંજાબ પોલીસ જવાન.

પોલીસ ચક્કાજામ ખોલવાને બદલે પ્રદર્શનકારીઓ સાથે જોડાતી દેખાઈ
વડાપ્રધાનનો રૂટ કોઈ જ અવરોધ વગર હોય છે, પણ પંજાબ પોલીસને આ બાબતમાં બિલકુલ રસ ન હતો. આવો જ અન્ય એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે PMનો રૂટ ક્લિયર કરાવવાને બદલે પંજાબ પોલીસના અધિકારી અને જવાન પણ પ્રદર્શકારીઓ સાથે જોડાઈ રહ્યા હતા. વીડિયોમાં દેખાય છે કે પોલીસકર્મચારીઓને માર્ગ પરના અવરોધો દૂર કરવામાં બિલકુલ રસ ન હતો, પણ તેઓ ડ્યૂટી પર ફક્ત નામ પૂરતા જ હતા.

PM મોદીની કાર તરફ ભાગી રહેલા પ્રદર્શનકારીઓ.
PM મોદીની કાર તરફ ભાગી રહેલા પ્રદર્શનકારીઓ.

PM મોદીની કાર પાસે પ્રદર્શનકારીઓ પહોંચી ગયેલા
ફિરોઝપુર જતી વખતે વડાપ્રધાનનો કાફલો નેશનલ હાઈવે પર જે જગ્યાએ અટક્યો હતો, પ્રદર્શનકારીઓ એનાથી 8-10 કિમી આગળ બેઠેલા હતા. પ્રદર્શનકારીઓને PMના માર્ગમાં રોકાવાની જાણકારી મળી, એમાંથી કેટલાક લોકો ત્યાંથી કાફલા તરફ જવા નીકળી પડ્યા. આ પૈકી કેટલાક લોકો તો કાફલા પાસે પહોંચી પણ ગયા. આ સંજોગોમાં સ્થિતિને ધ્યાનમાં રાખી PMના સુરક્ષા અધિકારીઓએ પરત ફરવાનો નિર્ણય કર્યો, કારણ કે જો PM પ્રદર્શનકારીઓમાં ફસાઈ જાય તો સ્થિતિ બગડે એવી શક્યતા હતી.

ભાજપ પણ લગાવી ચૂકી છે આરોપ કે પોલીસ તેમને લઈને આવી હતી. ભાજપ નેતાઓએ પણ આરોપ લગાવ્યો કે 10 મિનિટ અગાઉ ત્યાં કોઈ જ ન હતું. જેવા PM મોદી આ માર્ગથી આવવાના છે એ અંગે જાણ થઈ તો ત્યાં માર્ગ પર જામ લાગી ગયો. સરકારના ઈશારે PMનો માર્ગ જામ કરાવી દેવામાં આવ્યો હતો.