તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:જ્વાળામુખીની રાખમાં દ્રાક્ષાસવના આસ્વાદનું મૂળઃ ચાલો કાચના બીચની સહેલગાહે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઈનનો આસ્વાદ માણવા લોકો હંમેશા આતુર હોય છે પરંતુ વાઈનનો ટેસડો લાવવામાં ખરેખર તો કુદરતની જ કમાલ હોય છે. કઈ રીતે? જૂઓ આગળ... - Divya Bhaskar
વાઈનનો આસ્વાદ માણવા લોકો હંમેશા આતુર હોય છે પરંતુ વાઈનનો ટેસડો લાવવામાં ખરેખર તો કુદરતની જ કમાલ હોય છે. કઈ રીતે? જૂઓ આગળ...

વાઈનનો ‘ટેસડો’ વાસ્તવમાં કુદરતની કમાલ

દ્રાક્ષાસવનો એટલે કે વાઈનનો આસ્વાદ માણવા લોકો હંમેશા આતુર હોય છે પરંતુ વાઈનનો ટેસડો લાવવામાં ખરેખર તો કુદરતની જ કમાલ હોય છે. અહીં જે તસવીરો છે એ લેન્સારોટેમાં આવેલા કેનેરી આઈલેન્ડની છે. જ્યાં વિનિયાર્ડ જોઈ શકાય છે. આ સ્થળની વિશેષતા એ છે કે આ એક નાનકડો ટાપુ છે પણ ત્યાં 300 જેટલા જ્વાળામુખી આવેલા છે. જેના કારણે જમીનની માટી સાથે જ્વાળામુખીની રાખ અને લાવા પણ મિશ્રિત છે. કુદરતી રીતે જ ફળદ્રુપ એવા આ સ્થળે વરસાદ નહીવત્ પડે છે. એવામાં મોટી જગ્યામાં ગોળાકાર ક્યારા બનીને દ્રાક્ષ ઉગાડાય છે. દ્રાક્ષના છોડ માટે આ સ્થિતિ અનુકૂળ છે અને અહીં દ્રાક્ષના છોડ માત્ર ભેજ દ્વારા પાણી મેળવે છે. કેમકે અહીં વરસાદ લગભગ નહીં જેવો હોય છે અને અન્ય કોઈ સિંચાઈના વિકલ્પ પણ નથી.

કેલિફોર્નિયાના આ બીચ પર તમે આસાનીથી કાચ પર ચાલી શકશો

કેલિફોર્નિયામાં સ્થિત ગ્લાસ બીચ એક રંગબેરંગી આકર્ષણ ધરાવે છે. વાસ્તવમાં, 1906થી 1967 સુધી આ બીચનો ઉપયોગ કાચ, ઓટોમેટિવ પાર્ટ્સ અને અન્ય ભંગાર તેમજ નકામી વસ્તુઓનો નિકાલ કરવા થતો હતો. પરંતુ સમુદ્રના મોજાંની સતત થપાટો સહન કરીને અહીં કાચ અને અન્ય ધાતુના ટુકડા સ્મૂધ થઈ ગયા છે અને કાંઠા પર પથરાતા રહ્યા છે. જેના કારણે આ બીચ પર કાચના ટુકડાઓની મોટી ચાદર પથરાયેલી છે. આ રંગબેરંગી કાચના ટુકડા એટલા સ્મૂધ થઈ ગયા છે કે સહેલાણીઓ કાચ વાગી જવાની બીક વિના આરામથી અહીં હરેફરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો