મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા પાર્થ ચેટર્જીને મંત્રીપદ ઉપરથી હટાવી દીધા છે. ધરપકડના 5 દિવસ બાદ મમતા સરકારએ આ પગલા ભર્યાં છે. હકીકતમાં બુધવારથી ગુરુવાર સુધી ચાલેલી 18 કલાકની ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીમાં પાર્થની નજીકની સંબંધી અર્પિતા મુખર્જીના અન્ય એક રહેઠાણ ખાતે પણ રૂપિયા 27.9 કરોડની રોકડ તથા 5 કીલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. બીજી બાજુ અર્પિતાએ દાવો કર્યો છે કે તેના સમગ્ર ષડયંત્ર રચવા માટે તેના ફ્લેટ્સમાં રોકડ મુકવામાં આવી હતી.
અર્પિતાના અન્ય એક રહેઠાણ ખાતે દરોડા પડ્યા હતા
આ અગાઉઓ ઘટનાની તપાસ કરનાર ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બેલઘરિયામાં આવેલા અર્પિતાના બીજા ફ્લેટમાં બુધવારે દરોડા પાડ્યા હતા. 18 કલાક ચાલેલા દરોડામાં EDને 29 કરોડની કેશ મળી હતી. નોટોની ગણતરી માટે 3 મશીનોની મદદ લેવામાં આવી હતી. આ સાથે જ ઈડીએ 5 કિલો સોનુ પણ જપ્ત કર્યું હતું.
23 જુલાઈએ પણ EDએ મંત્રી પાર્થ ચેટરજી અને અર્પિતાના ઘરે દરોડા પાડ્યા હતા. અર્પિતાના ઘરેથી 21 કરોડ રૂપિયા કેશ અને 1 કરોડની જ્વેલરી મળી હતી. રૂ. 500 અને રૂ. 2000ની નોટોના બંડલ એક બેગમાં ઠૂસી ઠૂસીને ભરેલા જોવા મળ્યા હતા. એજન્સીને આ વિશે દસ્તાવેજો પણ મળ્યા હતા. ત્યારપછી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં રૂપિયા 36 કરોડ રોકડ મળી
અગાઉ 23 જુલાઈએ પણ દરોડા પડ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે લે 23 જુલાઈના રોજ પણ EDને મંત્રી પાર્થ ચેટર્જી તથા નજીકના સંબંધી અર્પિતા મુખર્જીના રહેઠાણો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. અર્પિતાના ઘરેથી રૂપિયા 21 કરોડની રોકડ તથા રૂપિયા 1 કરોડની જ્વેલરી મળી આવી હતી. રૂપિયા 500 તથા રૂપિયા 2000ની ચલણી નોટોના બંડલને એક રૂમમાં ભરીને રાખવામાં આવ્યા હતા. એજન્સીને આ સાથે દસ્તાવેજ પણ મળી આવ્યા છે. ત્યારબાદ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં કુલ રૂપિયા 41 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત અર્પિતાના ઘરેથી વધુ રૂપિયા 1.5 કરોડનું સોનું પણ મળી આવ્યું છે.
પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા
EDએ બુધવારે મંત્રી પાર્થ ચેટર્જી તથા તેના નજીકની અર્પિતા મુખર્જીના રહેઠાણો પર ફરી વખત દરોડા પાડવામાં આવ્યા છે. અહેવાલો પ્રમાણે પાર્થ અને અર્પિતાના 5 રહેઠાણો ખાતે EDએ દરોડા પાડ્યા છે. EDની ટીમે કોલકાતા તથા તેની આજુબાજુના પાંચ સ્થળો, ઉત્તર 24 પરગણા જિલ્લાના બેલઘરિયા તથા રાજડાંગામાં અર્પિતાની ઓફિસ, સંબંધીઓના ઘરે તથા અન્ય ફ્લેટ્સ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
પાર્થ ચેટર્જીએ કહ્યું-રાજીનામું શા માટે આપું
પાર્થ અને અર્પિતાને બુધવારે કોર્ટના આદેશ પર 48 કલાક બાદ ફરી વખત મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. બે કલાક સુધી ચાલેલા ચેકઅપ બાદ જ્યારે તેઓ પરત આવ્યા તો પત્રકારોએ વારંવાર તેમને મંત્રી પદ પરથી રાજીનામું આપી દેવા અંગે પૂછ્યું હતું. આ અંગે પાર્થે જોરથી બૂમ પાડીને કહ્યું કે હું રાજીનામું શા માટે આપું, તેની પાછળનું કારણ તો કહો.
પાર્થના રાજીનામા અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાશે
પાર્થ ચેટર્જીની ધરપકડના 5 દિવસ થઈ ચુક્યા છે, જોકે તેમના પાર્ટીમાં મહાસચિવ પદ, માહિતી ટેકનોલોજી તથા પરિષદ વિભાગ, વાણિજ્ય મંત્રી પદ પર યથાવત છે. વિપક્ષ પાર્થને હટાવવાની માગ કરી રહ્યા છે. દરમિયાન પાર્થે પણ મંત્રીને મળતી ગાડી પરત કરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.