જમ્મુ-કાશ્મીર ટનલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 જેટલા શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ એક શ્રમિકની શોધખોળ ચાલી રહી છે. ગુરુવારે રાત્રે 11 વાગે રામબાણ જિલ્લામાં બની રહેલી ટનલના એક ભાગ તૂટી પડ્યો હતો. કાટમાળમાં 12 શ્રમિકો ફસાયેલા હતા. જોકે તે સમયે બે ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં પશ્ચિમ બંગાળના 5, આસામના 1 અને નેપાળના 2 સ્થળાંતરીત શ્રમિકો હતા.
ત્યારબાદ શુક્રવારે સાંજે રેસ્ક્યૂ સમયે 1 શ્રમિકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. 20 મેના રોજ સાંજે લગભગ સાડા 5 વાગે રેસ્ક્યૂ સમયે આંધીની સ્થિતિમાં ફરી એક વખત ભૂસ્ખલન થયું હતું અને નિર્માણ કાર્ય હેઠળની ટનલનો ભાગ 24 કલાકમાં ફરી વખત ધ્વસ્ત થઈ ગયો હતો.
શનિવારે સવારે લગભગ સાડા પાંચ વાગે ફરી વખત રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું હતું. સાંજે 5.30 વાગ્યા સુધીમાં કુલ 9 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હવે આ કાટમાળમાં છેલ્લા 3 દિવસથી દબાલેયા 1 શ્રમિકની શોધખોળ ચાલી રહી છે.
રેસ્ક્યૂ સમયે ટનલ બહાર ફરી લેન્ડસ્લાઈડ થઈ
રામબાણ જિલ્લા અને રામસૂ વચ્ચે નેશનલ હાઈવે પર ગુરુવારે રાત્રે નિર્માણ હેઠળ ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 12 શ્રમિકો ફસાયેલા હતા. તેમાંથી બે શ્રમિકને બહાર નિકળી આવ્યા હતા. શુક્રવારે રાત્રે બચાવ કાર્ય ચાલી રહ્યું હતું તે સમયે ટનલની બહાર ફરી વખત લેન્ડસ્લાઈડ થઈ હતી. ત્યારબાદ રેસ્ક્યૂ કામગીરી અટકાવવામાં આવી હતી.
બચાવ કામગીરીમાં અવરોધ
રામબાણના ડેપ્યુટી કમિશ્નર મસર્રતુલ ઈસ્લામના જણાવ્યા પ્રમાણે ફરીથી લેન્ડસ્લાઈડ અને ભારે પવનને લીધે બચાવ કાર્યમાં અવરોધ સર્જાયો હતો. ભૂસ્ખલનને લીધે પહાડના ભાગમાં બે મશીન દબાયેલા છે. તેને લીધે બચાવ કાર્ય અવરોધિત થઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.