• Gujarati News
  • National
  • A Total Of 7 People, Including 6 Women, Were Killed In A Car truck Collision In Nagpur, Maharashtra.

ભાસ્કર LIVE અપડેટ્સ:સહારનપુરમાં ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગઃ 4 લોકોના મોત, ચોતરફ મૃતકોના શરીરના અંગ વિખેરાયેલા જોવા મળ્યા

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં શનિવારે સાંજે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ છે. દારૂગોળામાં વિસ્ફોટથી ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ફેક્ટરીનો માલિક રાહુલ સહિત ચાર લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આશરે 5 કિમી દૂર સુધી સંભળાયો હતો.

આ વિસ્ફોટને લીધે મૃતદેહ 500 મીટર દૂર સુધી વિખેરાયેલા જોવા મળતા હતા. એક શ્રમિકના કરોડરજ્જાનો ભાગ પોલીસને અડધા કિમી દૂર ખેતરમાંથી મળ્યો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે 3 કલાક સુધી મહેનત કર્યાં બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 3 શ્રમિકો હજુ પણ ગુમ છે.

ભારતીય સીમામાં પાકિસ્તાની ડ્રોને ઘૂસણખોરી કરી

આ વિસ્ફોટને લીધે મૃતદેહ 500 મીટર દૂર સુધી વિખેરાયેલા જોવા મળતા હતા. એક શ્રમિકના કરોડરજ્જાનો ભાગ પોલીસને અડધા કિમી દૂર ખેતરમાંથી મળ્યો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે 3 કલાક સુધી મહેનત કર્યાં બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 3 શ્રમિકો હજુ પણ ગુમ છે.

પાકિસ્તાન તરફથી એક ડ્રોને ભારતીય સીમામાં પ્રવેશ કર્યો છે. BSFના જવાનોએ ફાયરિંગ કરતા ડ્રોન પાછું જતુ રહ્યું હતું. આ ડ્રોન અરનિયા વિસ્તારમાં જોવા મળ્યું હતું. પાકિસ્તાન તરફથી આવી રહેલા ડ્રોને સાંજે 7:25 વાગે આરએસ પુરા સબ ડિવીઝનના અરનિયા વિસ્તારમાં જોવા મળ્યું હતું. BSF તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જવાનોએ ડ્રોન પર આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં તે પરત ફર્યું હતું.

પંજાબમાં AAPના ધારાસભ્યના વિવિધ સ્થળો પર CBIના દરોડા

પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનમાજરાને ત્યાં CBIએ દરોડા પાડ્યા છે. રૂપિયા 40 કરોડની બેન્ક છેતરપિંડીને લગતા કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ગજ્જનમાજરા અમરગઢ વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય છે. CBIએ એક સાથે જ તેમના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી જીત્યા બાદ એક સોગંદનામુ આપ્યું હતું કે તેઓ ફક્ત રૂપિયા 1 વેતન લેશે.

મહારાષ્ટ્રમાં ભીષણ માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત

મહારાષ્ટ્રના નાગપુરમાં શનિવારે સવારે ભીષણ માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ઉમરેડ રોડ પર એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાઈ હતી. તેમાં ટવેરા કારના ફૂરચા બોલાઈ ગયા હતા. વાહન દ્વારા ઓવરટેક કરવાના ચક્કરમાં આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં 6 મહિલાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે કારમાં બેઠેલા એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો, જોકે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

WHOનો અહેવાલ પાયાવિહોણો, દેશની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડવાનો પ્રયત્ન

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)S 14મા સમ્મેલનમાં વિવિધ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓએ ભાગ લીધો હતો. આ સમ્મેલનમાં તેમણે WHOના અહેવાલને પાયાવિહોણો ગણાવી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મંત્રીઓનું કહેવું છે કે ભારતની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડવા માટે આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં WHOના અહેવાલમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં 2020 અને 2021માં ભારતમાં કોરોનાથી 47.40 લાખ મોત થયા છે. જ્યારે ભારત સરકારના આંકડા પ્રમાણે આ અવધિમાં દેશમાં કોરોનાથી 4.84 લાખ મોત થયા છે.