IIT મદ્રાસમાં 5G કોલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે નેટવર્કને લગતી સંપૂર્ણ ડિઝાઈન ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. આ સમયે કેન્દ્રીય મંત્રીએ 5G નેટવર્ક પર વીડિયો કોલ પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 5G ટેસ્ટ બેડને કુલ 8 જેટલી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેને IIT મદ્રાસના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ IIT દિલ્હી, IIT હૈદરાબાદ, IIT બોમ્બ, IIT કાનપુર, IISc બેંગ્લોર, સોસાયટી ફોર એપ્લાઈડ માઈક્રોવેવ ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) તથા સેન્ટર ઓફ એક્સિલેન્સ ઈન વાયરલેસ ટેકનોલોજી (CEWiT) નો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ તૈયાર કરવામાં રૂપિયા 220 કરોડનો ખર્ચ થયો
તાજેતરમાં જ સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં રૂપિયા 220 કરોડ કરતાં વધારે ખર્ચ થયો છે. આ ટેસ્ટબેડ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ માટે સપોર્ટિવ ઈકોસિસ્ટમને એનેબલ કરશે. ટેલિકોમ મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષના અંત ભાગ સુધીમાં 5G ટેકનોલોજી તૈયાર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાઈની સ્થાપના વર્ષ 1997માં ભારતીય ટેલિકોમ્યુનિકેશન નિયમાન પ્રાધિકરણ અધિનિયમ,1997 મારફતે કરવામાં આવી હતી. દૂરસંચાર અંગે નિયંત્રણ માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે પીડી વાઘેલા ટ્રાઈના ચેરમેન છે.
બે દિવસ અગાઉ PM મોદીએ 5G ટેસ્ટબેડ લોંચ કરવામાં આવેલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 મેના રોજ 5G ટેસ્ટબેડ લોંચ કર્યું હતું. 5G ટેસ્ટબેડ દેશની ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝ તથા સ્ટાર્ટઅપને સપોર્ટ કરશે. આ ઉપરાંત પ્રોડક્ટ્સ, પ્રોટોટાઈપ અને સોલ્યુશનને પાંચમી જનરેશનમાં વેલિડેટ કરશે. PMએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના સિલ્વર જુબિલિ સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશમાં જ નિર્માણ પામેલી ટેસ્ટબેડ લોંચ કરી હતી.
PM નરેન્દ્ર મોદીએ 5G ટેસ્ટબેડ લોંચ કર્યાં બાદ આ આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું હતું. PM મોદીએ કહ્યું હતું કે જો આગામી 15 વર્ષમાં 5G નેટવર્કથી દેશનું અર્થતંત્રને 450 અબજ ડોલર સુધી વૃદ્ધિ મળશે. તેમણે કહ્યું કે ગરીબથી ગરીબ લોકોના હાથમાં મોબાઈલ પહોંચાડવા પર ભાર આપશું. આ માટે દેશમાં જ મોબાઈલ ફોન બને, તે દિશામાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે આજે દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટની સંખ્યા બેથ વધારી આજે 200 પહોંચી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.