સિનિયર્સે વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક KISS કરાવી:ઓડિશાની વિનાયક કોલેજની ઘટના; 12 વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂક્યા, 5ની ધરપકડ

17 દિવસ પહેલા

ઓડિશાની એક કોલેજમાં રેગિંગના નામે સગીર છોકરી અને છોકરાને બળજબરીથી કિસ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ કેસમાં પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આમાંથી બે સગીર છે.

ઘટના ગંજમ જિલ્લાની વિનાયક એકેડમી કોલેજ
આ મામલો ગંજમ જિલ્લાના વિનાયક એકેડેમી કોલેજ બેરહામપુરનો છે. બરહામપુરના એસપી સરબન વિવેક એમએ જણાવ્યું કે 5 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેની સામે રેગિંગ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી અભિષેક નાહક છે, જે અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. તેની ઉંમર 24 વર્ષની છે.

સિનિયર વિદ્યાર્થિનીઓ પણ હસતી દેખાઈ
વીડિયોમાં જોઈ શકાય છે કે, સિનિયર્સ પહેલા વર્ષના એક છોકરા અને છોકરીને કિસ કરવા મજબૂર કરી રહ્યા છે. નજીકની ખુરશી પર એક સિનિયર બેઠો છે, તેના હાથમાં લાકડી છે. તે છોકરાને થપ્પડ મારી રહ્યો છે અને છોકરીને કિસ કરવા દબાણ કરી રહ્યો છે. છોકરો છોકરીને કિસ કરે છે.

આ પછી, છોકરી ઊભી થાય છે અને જવા લાગે છે, પછી સિનિયર વિદ્યાર્થી તેનો હાથ પકડીને તેને બેસાડે છે. હાથમાં રાખેલી લાકડી બતાવીને તેને ડરાવે છે. આ પ્રસંગે લગભગ 20 સિનિયર વિદ્યાર્થીઓ જોવા મળે છે, જેમાં કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાનો વિરોધ કરવાને બદલે તે હસતી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...