• Gujarati News
  • National
  • Odisha Hospital Controversy; Padmashree Awardee Kamala Pujari Dance Video Cuttack News

પદ્મશ્રી કમલાને ICUમાં જબરદસ્તી ડાન્સ કરાવ્યો:તબિયત ખરાબ થતાં દાખલ કરાયાં હતાં, 70 વર્ષનાં કમલાએ કહ્યું- ના પાડી તેમ છતાં ના માન્યા

એક મહિનો પહેલા

21 ઓગસ્ટે કિડનીની સમસ્યાને કારણે પદ્મશ્રી કમલા પૂજારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે કટકની હોસ્પિટલમાં કમલાને જબરદસ્તી ડાન્સ કરાવવાનો વીડિયો સામે આવ્યો છે. આ વિશે કમલા પૂજારીએ પણ પ્રતિક્રિયા આપી છે. કમલાએ જણાવ્યું હતું કે તેમને વારંવાર ના પાડવા છતાં મમતા બેહરા નામની સામાજિક કાર્યકર્તાએ મને જબરદસ્તી ડાન્સ કરાવ્યો.

ઘટનાની તપાસ માટે પેનલ બનાવી
SCB હોસ્પિટલના ઓપીડી વિભાગના પ્રમુખ પ્રો. જયંત પાંડાની અધ્યક્ષતામાં તપાસ પેનલ બનાવવામાં આવી છે. એમાં પ્રશાસનિક અધિકારી અવિનાશ રાઉત અને પ્રોફેસર બીકે બેહરા સભ્ય છે. સમિતિનું કહેવું છે કે તેઓ હોસ્પિટલનની નર્સો, વોર્ડ બોયઝ અને સામાજિક કાર્યકર્તા સાથે આ વિશે પૂછપરછ કરશે. તપાસ પછી હોસ્પિટલના ડિરેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે.

ડાન્સ પછી કમલાની તબિયત બગડી હતી
કમલાએ કહ્યું- મારી ત્યાં ડાન્સ કરવાની કોઈ ઈચ્છા નહોતી, પરંતુ મને જબરદસ્તી ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. હું વારંવાર ના પાડતી હતી છતાં મમતા બેહરા નામની એક સામાજિક કાર્યકર્તાએ મારી એકપણ વાત ના સાંભળી અને હું બીમાર હતી તેમ છતાં મને ડાન્સ કરાવ્યો. પરિણામે ડાન્સ પછી મારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ. કમલાને પાંચ દિવસની સારવાર પછી સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હોસ્પિટલનો ખુલાસો- ICUમાં નહોતી કમલા
જોકે હોસ્પિટલના અધિકારીએ ખુલાસો કરતાં કહ્યું હતું કે કમલા પૂજારીને ICUમાં નહીં, પરંતુ એક સ્પેશિયલ કેબિનમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના રજિસ્ટ્રાર ડૉ. અવિનાશ રાઉતે કહ્યું હતું કે જે મહિલાએ કમલા પૂજારી સાથે ડાન્સ કરાવ્યો હતો તેઓ પણ તેમને ત્યાં મળવા જ આવ્યા હતા. પૂજારીના અટેન્ડર રાજીવ હિયાલે એવું પણ કહ્યું હતં કે તેઓ મમતા બેહરાને નથી ઓળખતા.

વીડિયો વાઇરલ થયા પછી મમતાએ તેના ખુલાસામાં કહ્યું હતું કે,તેમનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. અમે માત્ર કમલા પૂજારીની આળસ દૂર કરવા માગતા હતા.

પરજા સમુદાયે કાર્યવાહી કરી
ઓડિશામાં કોરાપુટાના પરજા આદિવાસી સમુદાયે આ ઘટનાને વખોડી દીધી છે. તેમણે કહ્યું હતું કે જો આગામી સમયમાં મમતા વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...