વર્લ્ડ ઓબેસિટી ડે:સ્થૂળતાથી પીડાતી વ્યક્તિને 13 પ્રકારનાં કેન્સર થવાની શક્યતા ચાર ગણી વધુઃ સંશોધન

ઈન્દોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થૂળતાથી કાયમી છુટકારો મેળવવાનો ઉપાય બેરિયાટ્રિક સર્જરીઃ ડૉ. ભંડારી

| સ્થૂળતા એ બીમારી નહીં, પરંતુ અનેક બીમારીઓનું મૂળ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે વધુ વજન કે સ્થૂળતા કસમયે થતાં મોતનું પાંચમું મુખ્ય કારણ છે. એટલે વર્લ્ડ ઓબેસિટી દિવસે સ્થૂળતાથી છુટકારો મેળવવાના ઉપાય વિશે અમે વિખ્યાત બેરિયાટ્રિક સર્જન ડૉ. મોહિત ભંડારી સાથે વાત કરી. તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ.

કોરોનાકાળમાં સ્થૂળતાની સમસ્યા ગંભીર થઈ. તે કેવી રીતે કાબૂમાં રાખી શકાય?
ડૉ. ભંડારી : કોરોનાકાળમાં સ્થૂળ લોકો બહુ સરળતાથી સંક્રમણની લપેટમાં આવ્યા. તે જોતાં રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડના માધ્યમથી સ્થૂળતા પર ડી.એન.બી. અભ્યાસક્રમની શરૂઆત કરાઈ, જેમાં મને નિષ્ણાત તરીકે સામેલ કરાયો હતો. નેશનલ ફેમિલી હેલ્થ સરવે 2019-20 પ્રમાણે સ્થૂળતાથી પીડાતી મહિલાઓની સંખ્યા વધીને 24% થઈ ગઈ છે, જ્યારે પુરુષોમાં આ આંકડો 22.9% છે. કોરોના પહેલાં આ આંકડો સરેરાશ 18.4% હતો.

કોઈ વ્યક્તિની સ્થૂળતા હવે બીમારીનું રૂપ લેશે તેવું કેવી રીતે ખબર પડે?
ડૉ. ભંડારી : કોઈ પણ વ્યક્તિનું વજન તેની ઊંચાઈ પ્રમાણે હોવું જોઈએ. મેડિકલ સાયન્સની ભાષામાં તેને બોડી માસ ઈન્ડેક્સ એટલે કે બીએમઆઈ કહેવાય. જો કોઈનો બીએમઆઈ 25થી 30 હોય, તો તે એ વાતનો સંકેત છે કે તે બીમારી તરફ જઈ રહ્યા છે. 30થી વધુ હોય તો તે વ્યક્તિ ગંભીર રીતે પીડિત છે અને તેનો ઝડપથી બીમારી તરફ જઈ રહ્યાનો સંકેત છે. તેમણે તુરંત જ કોઈ નિષ્ણાત ડૉક્ટર પાસે જવું જોઈએ.

સ્થૂળતાથી બીજી કઈ બીમારીઓ થઈ શકે?
ડૉ. ભંડારી : 30થી વધુ બીએમઆઈ હોય તો કિડની, લિવર, પેન્ક્રિયાસને પ્રભાવિત કરીને ડાયાબિટીસ, બીપી, હાઈપરટેન્શન અને અનેક બીમારીઓને જન્મ આપી શકે છે. એક સંશોધન પ્રમાણે સ્થૂળતાથી પીડાતી વ્યક્તિને 13 પ્રકારનાં કેન્સર થવાની શક્યતા ચાર ગણી વધુ હોય છે. એટલે મેડિક્લેમ કંપનીઓએ પણ સ્થૂળતાને ગંભીર બીમારી ગણીને બેરિયાટ્રિક સર્જરીના કેશલેસ ઓપરેશનને લીલી ઝંડી આપી છે.

અન્ય સમાચારો પણ છે...