ભાસ્કર ઓપિનિયન:નૂપુર શર્માનું નિવેદન, તેને ઉશ્કેરનાર મૌલાના અને સુપ્રીમ કોર્ટનો ઠપકો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે કહ્યું- જે કોમી તોફાન થયાં, રમખાણો સર્જાયાં એ બધું નૂપુરના નિવેદનનું પરિણામ છે
  • જ્યારે કોર્ટમાં વિચારણા હેઠળના મુદ્દાઓ પર સંસદમાં પણ ચર્ચા થતી નથી
  • ચેનલોને આવા મુદ્દા પર ખુલ્લી ચર્ચા કરવાની મંજૂરી કોણે આપી?
  • રાજકીય પક્ષો કોમી મુદ્દાઓ પર નિવેદનો આપવા માટે સંયમ જાળવતા લોકોને જ આગળ કરે

બે કોમને લડાવવી એ આપણા નેતાઓનું કામ ન હોવું જોઈએ. એ તો અંગ્રેજોનું કામ હતું. અંગ્રેજોએ આપણી સંસ્કૃતિ, દેવી-દેવતા, જ્ઞાતિ-જાતિ બધાને હથિયાર બનાવ્યા અને એના વડે જ આપણને કાપ્યા અને કાપતા રહ્યા અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. શા માટે? સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ જ સવાલ ઉઠાવ્યો હતો.

નૂપુર શર્માને વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો, એ નિંદાજનક નિવેદન છે. કોર્ટે કહ્યું હતું કે જે કોમી આગ લાગી, જે નફરતનું વાતાવરણ સર્જાયું એ બધું નૂપુર શર્માના નિવેદનનું પરિણામ છે. કોર્ટે આ બાબતે આપણા તંત્ર અને સરકારની બેદરકારી પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે એ કેટલું અન્યાયી અને અસહ્ય છે, જેની સામે નૂપુર શર્માએ ફરિયાદ કરી હતી તેની તો ધરપકડ કરવામાં આવી, પરંતુ નિવેદન આપનાર નૂપુરની ધરપકડ કરવામાં આવી નથી.

ખરેખર, આખો મામલો સત્તાની સાથે અને એની વિરુદ્ધ હોવાને કારણે બને છે અને બગડે છે. આમેય છેલ્લાં ઘણાં વર્ષોથી, ત્રીજો પક્ષ, જેને તમે નિષ્પક્ષ અથવા તટસ્થ કહી શકો, સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો છે. હવે તમે કાં તો કોઈના પક્ષમાં છો અથવા વિપક્ષમાં. તટસ્થતા નામનો શબ્દને તો કાઢી નાખવામાં આવ્યો છે. નૂપુર શર્માને કેમ બચાવવી એનો જવાબ તો તંત્ર કોર્ટને જ આપશે, આ દરમિયાન રાષ્ટ્રીય ચેનલ પર બેસીને નૂપુરને ઉશ્કેરી રહ્યા હતા તે મૌલાનાની વાત ન કરીએ તો વાત અધૂરી રહી જશે.

ડિબેટ વાસ્તવમાં જ્ઞાનવાપી પર થઈ રહી હતી. મૌલાના વારંવાર શિવલિંગને ફુવારો કહી રહ્યા હતા. જે ફુવારો જેની પર વર્ષોથી નમાજ પઢનારા લોકો વુજુ કરતા રહ્યા છે. વુજુ એને કહેવાય છે જે નમાઝ અદા કરતાં પહેલાં હાથ-પગ ધોવા, શુદ્ધ થવું. આટલું જ નહીં, મૌલાનાએ ઘણી એવી વાતો કહી, જે તેમણે ન બોલવી જોઈએ. જોકે નૂપુરે ગુસ્સામાં જે કહ્યું એ સાવ ખોટું જ હતું, પણ એ મૌલાનાનું શું? જે આ સમગ્ર ઘટનાને દીવાસળી ચાંપીને સાઈડમાં થઈ ગયા?

સુપ્રીમ કોર્ટે તે રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર સવાલો પણ ઉઠાવ્યા છે. વાસ્તવમાં TRPને ધ્યાનમાં રાખીને આવા મામાલામાં નવી-નવી પદ્ધતિઓ અપનાવે છે. કોર્ટનો સવાલ એ છે કે જ્યારે જ્ઞાનવાપીનો મુદ્દો કોર્ટમાં વિચારણા હેઠળ હતો ત્યારે ચેનલને આવા મુદ્દા પર ખુલ્લી ચર્ચા કરવાની મંજૂરી કોણે આપી? જ્યારે કોર્ટમાં વિચારણા હેઠળના મુદ્દાઓ પર સંસદમાં પણ ચર્ચા થતી નથી. આમેય લાગે છે કે આ ચેનલોનું કામ જ મુદ્દાઓને ઉશ્કેરવાનું છે.

નુપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં હિંસક આંદોલનો થયા હતા.
નુપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં હિંસક આંદોલનો થયા હતા.

આ સમાચાર સુધી તમે સીમિત છો, ત્યાં સુધી તો બધું ઠીક છે, પરંતુ કોઈ ડિબેટના નામે શું થાય છે? એક હોય છે મુદ્દાના પક્ષની વ્યક્તિ, બીજા વિપક્ષના અને ત્રીજા નિષ્ણાત હોય છે, જે પક્ષ અને વિપક્ષને ઉશ્કેરે છે અને ચોથા હોય છે એન્કર, જે ત્રણેયને લડાવે છે. એવામાં ચર્ચામાં જ્યાં સુધી ગરમાવો ન આવે, આક્રોશ ન થાય, ત્યાં સુધી તે ડિબેટને સફળ માનવામાં આવતી નથી. ઘણી વખત તો લાઈવ મારપીટ પણ થયેલી છે.

એકંદરે મર્યાદા એવા દેશમાં જતી રહી છે, જેનું નામ પણ કોઈ જાણતું નથી. સંયમ તો સાગરમાં તરતો-ડૂબતો દેખાય છે, જેમાં નિરાશાના ખારા પાણી સિવાય બીજું કંઈ જ નથી. એવું હોવું જોઈએ કે રાજકીય પક્ષો કોમી મુદ્દાઓ પર નિવેદનો આપવા માટે સંયમ જાળવતા લોકોને જ આગળ કરે, નહીંતર ખોટાં નિવેદનો ઓંકાતાં જ રહેશે અને ઝઘડા પણ થતા જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...