તાલિબાન પણ આપવા લાગ્યું સલાહ:નુપુર શર્માના નિવેદન અંગે કહ્યું- ભારત સરકારે આવા કટ્ટરપંથીઓને ઈસ્લામનું અપમાન કરતા અટકાવવા જોઈએ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરબ દેશોએ તેમના સુપર માર્કેટમાં ભારતીય ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવ્યો છે.

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે આપેલા નિવેદન અંગે ઈસ્લામિક દેશોમાં હોબાળો મચી ગયો છે. ઈસ્લામિક દેશો નુપુરનાં આ નિવેદનની ટીકા કરી રહ્યા છે અને ભારત સરકાર પાસે આ અંગે જવાબ પણ માંગી રહ્યા છે. આ મામલામાં હવે અફઘાનિસ્તાન પણ સામેલ થઈ ગયું છે. અહીંની તાલિબાની સરકારે ભારતને સલાહ આપી છે.

તાલિબાને ભારત સરકારને કટ્ટરપંથીઓને ઈસ્લામનું અપમાન કરતા અને મુસ્લિમોની ભાવનાઓને ઉશ્કેરવાને અટકાવવા કહ્યું છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે ભારતના સત્તાધારી પક્ષના એક નેતાએ પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. અફઘાનિસ્તાનની ઇસ્લામિક અમીરાત સખત રીતે આ બાબતે નિંદા કરે છે.

UNએ કહ્યું- બધા ધર્મો માટે આદર અને સહિષ્ણુતા હોવી જોઈએ
આ મામલે ઈસ્લામિક દેશોની ટીકા બાદ સંયુક્ત રાષ્ટ્રએ પણ નિવેદન જાહેર કર્યું છે. યુએન સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહ્યું- 'મેં પોતે આ નિવેદન સાંભળ્યું તો નથી, પરંતુ મેં તેના વિશેના સમાચાર ચોક્કસ જોયા છે. હું કહી શકું છું કે અમે બધા ધર્મો માટે આદર અને સહિષ્ણુતાને પ્રોત્સાહિત કરીએ છીએ.

14 દેશોએ નિવેદન મામલે નારાજગી વ્યક્ત કરી હતી
નૂપુર શર્માના નિવેદન પર અત્યાર સુધી 14 દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. આ દેશોમાં ઈરાન, ઈરાક, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બહેરીન, માલદીવ, લિબિયા અને ઇન્ડોનેશિયા. સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અન્ય આરબ દેશોએ તેમના સુપર સ્ટોર્સમાં ભારતીય ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...