સુપ્રીમ કોર્ટમાં નૂપુર શર્મા કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાનાં નિવેદનથી પૂર્વ જજ અને બ્યૂરોક્રેટ્સ નારાજ છે. આ લોકોએ CJI એનવી રમનાને એક પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે એક લક્ષ્મણરેખા બનાવી દીધી છે અને નૂપુર શર્માના કેસમાં કોર્ટે તરત સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ.
તેમણે એવું પણ કહ્યું હતું કે જસ્ટિસ સૂર્યકાંત ત્રિપાઠીના નિવેદન અને આદેશને પરત લેવાના નિર્દેશ આપવા જોઈએ. ચિઠ્ઠીમાં 15 નિવૃત્ત જજ, 77 નિવૃત્ત કર્મચારી અને 25 નિવૃત્ત સૈન્ય અધિકારીની સહીઓ છે.
આ લોકોએ પત્ર લખ્યો, કહ્યું- નિવેદન ન્યાયિક મૂલ્યો સાથે મેચ નથી થતું
સહીઓ કરનારામાં કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પીએસ રવિન્દ્રન, બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસએમ સોની, રાજસ્થાન હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ આરએસ રાઠોડ અને પ્રશાંત અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસએન ધીંગરા પણ સામેલ છે.
પૂર્વ IAS અધિકારી આરએસ ગોપાલન અને એસ કૃષ્ણ કુમાર, રાજદૂત (નિવૃત્ત) નિરંજન દેસાઈ, પૂર્વ DGP એસપી વૈદ્ય, બીએલ વોહરા, લેફ્ટનન્ટ જનરલ વીકે ચતુર્વેદી (નિવૃત્ત)ની પણ સહી છે. આ લોકોએ કહ્યું છે કે નૂપુરના કેસમાં સુપ્રીમ કોર્ટના જજની કમેન્ટ ન્યાયિક મૂલ્યો સાથે મેચ નથી થતી.
પત્રમાં લખ્યું છે- ન્યાયપાલિકાના ઈતિહાસમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કદી નથી થઈ. આ સૌથી મોટા લોકતંત્રની ન્યાય પ્રણાલી પર ધબ્બા સમાન છે, જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે, કારણ કે આનાથી લોકતાંત્રિત મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર અસર થઈ શકે છે. આ નિવેદનને કેસ સાથે કઈ લેવા-દેવા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.