ખુશખબર:અંક જ્યોતિષની ભવિષ્યવાણી, 2022માં ભારતને ભરપૂર સફળતા‌ઓ મળશે

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ ન્યુમરોલોજી ડે પર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુમરોલોજીની જાહેરાત

બે વર્ષથી મહામારીની મુશ્કેલીઓ સહન કરી રહેલા ભારતીયો માટે ન્યુમરોલોજી એટલે કે અંક જ્યોતિષ જગતમાંથી એક ખુશખબરી આવી છે. વર્ષ 2022ના અંક જ્યોતિષનું ફળ જોઈએ તો આ સમય ભારત માટે અભૂતપૂર્વ સફળતાઓનું હશે. ખાસ કરીને રમતગમત, ઉદ્યોગ, શિક્ષણ, વિજ્ઞાનજગત અને ગ્લેમરની દુનિયા માટે અંકોની ઊર્જા કામ કરશે.

આ ભવિષ્યવાણી વર્લ્ડ ન્યુમરોલોજી દિવસ નિમિત્તે કરાઈ છે. દેશમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુમરોલોજીના સ્થાપક જે.સી. ચૌધરીએ કેટલાક સવાલોનો જવાબ આપતા કહ્યું કે,વર્ષ 2022નો આંકડો અને ભારતના આલ્ફાબેટની ઊર્જાઓમાં ગજબનો સંગમ દેખાઈ રહ્યો છે.

અંક જ્યોતિષ સંકેત આપી રહ્યું છે કે સંકટનો સમય હવે પાછળ જતો રહ્યો છે અને 2022 પછી દેશનો માર્ગ સરળ છે. કોઈ વ્યક્તિ, સમાજ, દેશનાં નામો અને તેની જન્મતારીખો પરસ્પર મળતી હોય તેના આધારે તેની 70% સફળતાનો માર્ગ સુનિશ્ચિત થાય છે. બાકીનું 30% યોગદાન મહેનત અને કર્મ પર નિર્ભર કરે છે.

પહેલાં વિશ્વ ન્યુમરોલોજી દિવસ નિમિત્તે વર્લ્ડ ન્યુમરોલોજી ફોરમની સ્થાપના કરાઈ છે, જે એક એવું મંચ હશે જ્યાં વૈશ્વિક સ્તરે ન્યુમરોલોજી સાથે સંકળાયેલા વિચારોનું આદાનપ્રદાન થશે. આ અંગે ચૌધરીએ કહ્યું કે, જીવનની તમામ વ્યવહારિક પરિસ્થિતિઓ જેવી કે વેપારમાં રોકાણ, મિત્રોની પસંદગી, સંપત્તિ ખરીદવી અને ત્યાં સુધી કે સંતાન પેદા કરવાના નિર્ણયોમાં અંક જ્યોતિષની મદદ લઈ શકાય છે.

ચૌધરીએ કહ્યું કે, ન્યુમરોલોજી સંસ્થામાં આગામી વર્ષથી છ મહિનાનો અંક જ્યોતિષનો કોર્સ શરૂ થશે, જેમાં હું પોતે ભણાવીશ. સ્પર્ધાત્મક પરીક્ષા થકી 100 વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમની ચાર બેચ બનાવીને અંક જ્યોતિષની તાલીમ અને પછી પ્રમાણપત્ર અપાશે.

અન્ય સમાચારો પણ છે...