તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Number Of Patients Crossed 1.5 Crore; For The First Time In More Than 2.74 Lakh Cases Were Reported In A Single Day, 1620 People Lost Their Lives

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:કોરોનાથી સ્થિતિ બગડતાં ઉત્તરપ્રદેશ HCનો આદેશ- લખનઉ, વારાણસી, કાનપુર, ગોરખપુર અને પ્રયાગરાજમાં લોકડાઉન લગાવો

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • અત્યારસુધી 1 કરોડ 50 લાખ 57 હજાર 767 લોકોને સંક્રમણ લાગ્યું દિલ્હીમાં, કોરોનાને કારણે સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે
  • 20 લાખ નજીક પહોંચ્યો એક્ટિવ દર્દીઓનો આંકડો, હવે દર 10 લાખની વસતિએ 11 હજાર લોકો સંક્રમિત મળ્યા

અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રેદશના 5 મોટાં શહેરમાં પૂર્ણ લોકડાઉનના નિર્દેશ આપ્યા છે. કોર્ટે લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન લગાડવાના આદેશ આપ્યા છે.

ઉત્તરપ્રદેશ કોરોનાના વધતા કેસને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે વીડિયો-કોન્ફરન્સિંગથી સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની ડિવિઝન બેંચે પ્રદેશના સૌથી વધુ કોવિડ-19 પ્રભાવિત આ 5 શહેરોમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન લગાડવાના આદેશ આપ્યા છે.

આ પહેલાં પણ કોર્ટે યુપી સરકારને લોકડાઉનની ભલામણ કરી હતી. જે બાદ જ યુપી સરકારે પ્રદેશના અનેક જિલ્લાઓમાં નાઈટ કફર્યૂ લગાવ્યો હતો.

20 લાખની નજીક પહોંચ્યો એક્ટિવ દર્દીઓનો આંકડો
દેશમાં એક્ટિવ દર્દીઓનો આંક 20 લાખની નજીક પહોંચી ગયો છે. આજે સાંજ સુધીમાં તે 20 લાખથી પણ વધુ થઈ જશે . એક્ટિવ દર્દી તે છે જેમની સારવાર ચાલી રહી છે, બાકીના સાજા થઈ ચૂક્યા છે અથવા તો મૃત્યુ થઈ ચૂક્યા છે. બીજી વાત તે છે કે રવિવારે ભારતમાં કોરોનાની ઝપેટમાં આવી ગયેલા લોકોની સંખ્યા દોઢ કરોડને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 કરોડ 50 લાખ 57 હજાર 767 લોકોને સંક્રમણ લાગ્યું છે. થોડી રાહતની વાત તે છે કે તેમાંથી 1 કરોડ 29 લાખ 48 હજાર 848 લોકો સાજા થયા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 1 લાખ 78 હજાર 793 પર પહોંચી ગઈ છે. 19 લાખ 23 હજાર 877 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો આ આંકડો અમેરિકા બાદ સૌથી વધુ છે.

24 કલાકમાં 2.74 લાખ નવા દર્દી મળ્યા
દેશમાં બગડતી પરિસ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દરરોજ કોરોનાના નવા દર્દીઓનો આંકડો એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 74 હજાર 944 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન 1 લાખ 43 હજાર 701 લોકો સ્વસ્થ થયા, જ્યારે 1620 દર્દીઓનાં મોત થયાં.

79.25% નવા દર્દીઓ એકલા 10 રાજ્યમાં મળ્યા
રવિવારે કોરોનાના 79.25% કેસ દેશનાં 10 રાજ્યમાં નોંધાયા છે. તેમાંના સૌથી વધુ મહારાષ્ટ્રમાં 68,631, ઉત્તરપ્રદેશમાં 30,566, દિલ્હીમાં 25,462, કર્ણાટકમાં 19,067, કેરળમાં 18,257, છત્તીસગઢમાં 12,345, મધ્યપ્રદેશમાં 12,248, તામિલનાડુમાં 10,723, રાજસ્થાનમાં 10,514 અને ગુજરાતમાં 10,340 કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં પણ સૌથી વધુ સંખ્યામાં મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં 503 લોકોનાં મોત થયાં. દિલ્હીમાં 161 અને ઉત્તરપ્રદેશમાં 127 લોકોનાં મોત નોંધાયાં છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.74 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 1,620
  • છેલ્લા 24 કલાકમાં કુલ સજા થયા: 1.43 લાખ
  • અત્યારસુધીમાં કુલ સંક્રમિત: 1.50 કરોડ
  • અત્યારસુધી સાજા થયા: 1.29 કરોડ
  • અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 1.78 લાખ
  • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 19.23 લાખ

દિલ્હીમાં આજથી 26 એપ્રિલ સુધી લોકડાઉન
દેશની રાજધાની દિલ્હીમાં આજે રાત્રે 10 વાગ્યાથી તા .26 એપ્રિલના રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે બેઠક યોજી હતી એ પછી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
રાજસ્થાનમાં છૂટ સાથે લોકડાઉન
રાજસ્થાન સરકારે કોરોના વધતા જતા કેસોને જોતાં રાજ્યભરમાં 3 મે સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. 15 દિવસ સુધી વીકએન્ડ કર્ફ્યૂ સાથેના પ્રતિબંધો રહેશે. ગૃહ વિભાગ રવિવાર મોડી રાત્રે 3 મે સુધીની નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જેમને વીકએન્ડ કર્ફ્યૂમાં ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી તેઓ ચાલુ રહેશે. સરકારે એને પબ્લિક ડિસિપ્લિન પખવાડિયા નામ આપ્યું છે. આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા વિભાગો સિવાય તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે.

જીવન જરૂરિયાતની ચીજો, કરિયાણું, બજારો, ફળો અને શાકભાજી, ડેરી અને દૂધ, પશુપાલન સંબંધિત રિટેલ અને જથ્થાબંધ દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. હોમ ડિલિવરીની વ્યવસ્થા પર જ્યાં સુધી શક્ય હોય તો એના પર ભાર મૂકવાનું કહ્યું છે. જે ફેરિયાઓ ફળ અને શાકભાજી વેચે છે તો તેમને સાત વાગ્યા સુધી છૂટ આપવામાં આવશે. રાત્રે આઠ વાગ્યા સુધી પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે. જાહેર પરિવહન સેવાઓ ચાલુ રહેશે.

કોરોનાં અપડેટ્સ

  • બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને સતત બીજી વખત તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે. જોનસન આ અઠવાડિયાના રવિવારથી ચાર દિવસીય ભારત પ્રવાસ પર આવવાના હતા, પરંતુ દિલ્હી સહિત ભારતના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસને કારણે તેમાનો ભારત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. આ પહેલા 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં જોનસન પણ મુખ્ય મહેમાન બનવાના હતા, પરંતુ કોરોનાને કારણે તેમને પોતાનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો.
  • કેન્દ્ર સરકારે રાજ્યોને એક નિર્દેશ જારી કર્યો છે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાઇટ કર્ફ્યૂ, લોકડાઉન અને અન્ય પ્રતિબંધો વચ્ચે વેક્સિનેશનને અસર ન પહોંચે એ માટે જણાવ્યું છે. રાજ્ય સરકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે વેક્સિનેશન કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈને પણ મુશ્કેલી ન પડે.
  • બિહારમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ સાથે શાળાઓ, સિનેમા હોલ અને ધાર્મિક સ્થળો 15 મે સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. દરરોજ અન્ય રાજ્યોમાંથી હજારો લોકો બિહાર પરત ફરી રહ્યા છે, જેને કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ થઈ રહી છે, જેને કારણે સંક્રમણનું જોખમ પણ છે.
  • નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એપ્રિલના અંતમાં યોજાનારી JEE મેઈન 2021ની પરીક્ષા મુલતવી રાખી છે. પરીક્ષાના બે સત્રો ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓની માગને પગલે એજન્સીએ 10 દિવસ પહેલાં પરીક્ષા મુલતવી રાખી છે. 27થી 30 એપ્રિલ દરમિયાન પરીક્ષાઓ યોજાવાની હતી. પરીક્ષાની નવી તારીખો હજી નક્કી નથી, પરંતુ પરીક્ષાના 15 દિવસ પહેલાં એની જાહેરાત કરવામાં આવશે.
  • દિલ્હીમાં કોરોનાને કારણે સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. દરમિયાન મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે એક પ્રેસ-કોન્ફરન્સ કરી હતી કે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 25 હજાર કેસ સામે આવ્યા છે. એ ચિંતાનો વિષય છે કે છેલ્લા 24 કલાકમાં પોઝિટિવિટી રેટ લગભગ 30% સુધી વધી ગયો છે. કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
  • કેજરીવાલે કહ્યું હતું કે કોરોનાનાં બેડ ખૂબ જ ઝડપથી ભરાઈ થઈ રહ્યાં છે, આઈસીયુ બેડ નોંધપાત્ર રીતે ઘટી ગયાં છે. આખી દિલ્હીમાં 100થી ઓછાં આઈસીયુ બેડ જ બાકી છે. ઓક્સિજનની પણ અછત છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીએ છીએ અને અમને કેન્દ્ર સરકારની મદદ મળી રહી છે.
  • દિલ્હી સરકારે હરિદ્વાર કુંભમાં જોડાતા લોકો માટે ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેશનના ફરજિયાત અમલીકરણનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત 4 એપ્રિલ બાદ હરિદ્વાર કુંભથી પરત ફરી રહ્યા છે તે લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
રવિવારે અહીં 68,631 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 45,654 દર્દી સાજા થયા અને 503 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 38.39 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 31.06 લાખ લોકો સાજા થયા હતા, જ્યારે 59,970 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 6.70 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
અહીં રવિવારે 30,566 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 9,041 લોકો સ્વસ્થ થયા અને 127 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 8.51 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાં 6.50 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,830 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 1.91 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
રવિવારે રાજ્યમાં 25,462 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 20,159 લોકો સ્વસ્થ થયા અને 161 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 8.79 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 7.66 લાખ લોકો લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12,121 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 74,941 દર્દી સારવાર લઈ રહ્યા છે.

4. છત્તીસગઢ
રવિવારે રાજ્યમાં 12,345 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. આ દરમિયાન 14,556 લોકો સ્વસ્થ થયા અને 170 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં 1.28 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. કુલ 4.10 લાખ લોકો સાજા થયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,908 પર પહોંચી ગયો છે.

5. મધ્યપ્રદેશ
રવિવારે રાજ્યમાં 12,248 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 7495 લોકો સ્વસ્થ થયા અને 66 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 4.08 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.34 લાખ લોકો સાજા થયા છે. 4,557 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 68,576 દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. ગુજરાત
રવિવારે રાજ્યમાં 10,340 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 3,981 લોકો સ્વસ્થ થયા અને 110 લોકો મૃત્યુ પામ્યા. આજ સુધીમાં 4.04 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 3.37 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5,377 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 61,647 દર્દી સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો