તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • NTAGI Increased Gap Between First And Second Dose Of Covid Vaccine Less Effective Expert View 

કોરોના વેક્સિનેશન:બે ડોઝ વચ્ચે 3-4 મહિનાનું અંતર રાખવાની ભલામણ કેમ? શું એનાથી ઈમ્યુનિટી ક્ષમતા વધશે કે સરકાર પાસે સ્ટોક ઓછો હોવાનાં આ છે બહાનાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતમાં ત્રીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ઘણાં રાજ્યોમાં સ્ટોક નથી. - Divya Bhaskar
ભારતમાં ત્રીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ઘણાં રાજ્યોમાં સ્ટોક નથી.
  • ભારત પહેલાં યુકે, ફ્રાન્સ, કેનેડા સહિત ઘણા દેશોએ આની સમયમર્યાદામાં વધારો કર્યો છે
  • વિપક્ષનો આક્ષેપ છે કે સરકાર પાસે સ્ટોક ઓછો હોવાથી વેક્સિનેશન માટે નવી ગાઇડલાઇન્સ રજૂ કરાય છે

કોરોના વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચે રાખવામાં આવતા અંતર વિશે હવે લોકોના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે પહેલા ડોઝનાં 4થી 6 સપ્તાહ પછી બીજો ડોઝ લેવો જોઈએ, પરંતુ હવે ભારત સરકારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર 4થી 6 સપ્તાહની જગ્યાએ વધારીને 4થી 8 સપ્તાહ કરવાની ભલામણ કરી છે. એ વાતમાં પણ કોઈ શંકા નથી કે વસતિ પ્રમાણે દેશમાં કોરોના વેક્સિનનો પૂરતો સ્ટોક ના હોવાને કારણે પણ બે ડોઝ વચ્ચેના અંતરમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રિસર્ચને ધ્યાનમાં રાખીને આ અંતર વધારવામાં આવ્યું છે.

ભારત સહિત વિદેશમાં પણ સમયમર્યાદા વધારાઈ
સરકારના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિક રિસર્ચે એ વાતનો ખુલાસો કર્યો છે કે કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધાનાં 8 સપ્તાહ પછી બીજો ડોઝ લેવો ફાયદાકારક છે. બીજી બાજુ વિદેશોમાં બે ડોઝ વચ્ચેના અંતરને 12થી 16 સપ્તાહ સુધી વધારવામાં આવ્યું છે. યુકેમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવાની ભલામણ કરવામાં આવી છે, જ્યારે કેનેડામાં 16 સપ્તાહ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

યુકેએ ગયા વર્ષે 30 ડિસેમ્બરે ફાઈઝર બાયોએનટેકની કોવિડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 સપ્તાહ કરવાની જાહેરાત કરી હતી. ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ માટે પણ આ જાહેરાત કરવામાં આવી હતી. ફ્રાન્સે પણ બે ડોઝ વચ્ચેનું અંતર 4 સપ્તાહથી વધારીને 6 સપ્તાહ સુધીનું કરી દીધું છે. જોકે યુકેમાં ફાઈઝરની વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાની જાહેરાત કરવામાં આવી તો ફાઈઝરે કહ્યું હતું કે ગેરંટી ના આપી શકીએ કે અંતર વધારવાથી વેક્સિનની ક્ષમતા વધી જશે.

કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે અંતર રાખવાની ભલામણ ત્યારે કરવામાં આવી છે જ્યારે કંપનીનું વેક્સિન ઉત્પાદન માગ કરતાં ઓછું છે.
કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે અંતર રાખવાની ભલામણ ત્યારે કરવામાં આવી છે જ્યારે કંપનીનું વેક્સિન ઉત્પાદન માગ કરતાં ઓછું છે.

કોવિશીલ્ડ ટ્રાયલનું શું આવ્યું પરિણામ
યુકે, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકામાં 17 હજારથી વધારે લોકો પર ટ્રાયલ કરવામાં આવી હતી. આ રિસર્ચમાં જોવા મળ્યું કે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચે 6 સપ્તાહની જગ્યાએ 12 સપ્તાહનું અંતર રાખવામાં આવે છે તો વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી વિકસિત કરવામાં તેમની ક્ષમતા વધી જાય છે. આંકડા જણાવે છે કે જેમણે કોવિશીલ્ડના બંને ડોઝ 6 સપ્તાહની અંદર લીધા તો તેમનામાં એ 55% અને જેમણે 12 સપ્તાહમાં લીધા તેમનામાં 81% અસરકારક સાબિત થઈ છે.

કેનેડામાં પણ રિસર્ચ કરાયું
કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર વધારવા વિશે એક રિસર્ચ કેનેડાની યૉર્ક યુનિવર્સિટીમાં પણ કરવામાં આવ્યું છે. ટોરેન્ટોમાં આવેલા આ યુનિવર્સિટીના રિસર્ચનું રિઝલ્ટ જણાવે છે કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 6 સપ્તાહથી વધારે અંતર રાખવામાં આવે તો એની ક્ષમતા વધી જાય છે. જ્યારે અમુક રિસર્ચમાં જોવા મળ્યું છે કે બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારીને 9થી 15 સપ્તાહ કરી દેવામાં આવે તો એની અસરકારકતા વધી જાય છે. આ રિસર્ચ કોવિશીલ્ડ અને ફાઈઝર બંને વેક્સિન પર લાગુ થાય છે.

ભારતીય રિસર્ચ પ્રમાણે પહેલા ડોઝથી જે ઈમ્યુનિટી મળે છે એ ચારથી પાંચ મહિના પછી ઘટવાની શરૂ થાય છે.
ભારતીય રિસર્ચ પ્રમાણે પહેલા ડોઝથી જે ઈમ્યુનિટી મળે છે એ ચારથી પાંચ મહિના પછી ઘટવાની શરૂ થાય છે.

ભારતીય નિષ્ણાતો શું કહે છે
પુણેમાં આવેલી ભારતીય વૈજ્ઞાનિક શિક્ષણ અને રિસર્ચ સંસ્થા (IISER)નાં ડૉ. વિનીતા બલ કહે છે, પહેલા ડોઝથી જે ઈમ્યુનિટી મળે છે એ ચારથી પાંચ મહિના પછી ઘટવાની શરૂ થાય છે. કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝની વચ્ચેનું અંતર 4થી વધારીને 12 સપ્તાહ કરવામાં આવ્યું છે. એ વિશે તેમણે કહ્યું છે કે કોવિશીલ્ડ પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રાયલ શરૂ થઈ છે અને 12 સપ્તાહ પછી બીજો ડોઝ લેવાથી એ વધારે ફાયદાકારક રહે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે વેક્સિનનો પહેલો ડોઝ લેતા જ કોરોના વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી તૈયાર થવા લાગે છે. જે બીજો ડોઝ લેવામાં વાર લાગે તોપણ ખતમ નથી થતી. એમાં માત્ર એવું થાય છે કે તમે જ્યાં સુધી બીજો ડોઝ ના લો ત્યાં સુધી તમારામાં ભરપૂર માત્રામાં ઈમ્યુનિટી ઊભી નથી થતી. વેક્સિનના કારણે જે એન્ટિબોડી તૈયાર થાય છે એ મૂળ પ્રોટીન હોય છે. એ શરીરમાંથી ધીમે ધીમે ઘટવા લાગે છે, પછી ભલે તમે એનો ઉપયોગ કરો કે ના કરો.

સ્ટોક ના હોવાથી સરકાર નવા રિસર્ચ રજૂ કરે છે: વિપક્ષ
ભારતમાં અત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન આપવામાં આવી રહી છે. આ બંને વેક્સિનના બે-બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. ઘણાં રાજ્યોમાં વેક્સિનનો સ્ટોક ઓછો હોવાની ફરિયાદ સામે આવી છે. ત્રીજા તબક્કો શરૂ કર્યા પછી પણ ઘણાં રાજ્યોમાં 18થી 44 વર્ષના લોકોમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન સરકારની રાષ્ટ્રીય વેક્સિનેશન ટેક્નોલોજી સલાહકાર સમીતિ (NTAGI)એ કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે અંતર રાખવાની ભલામણ ત્યારે કરવામાં આવી છે જ્યારે કંપનીનું વેક્સિન ઉત્પાદન માગ કરતાં ઓછું છે.
આ વિશે કોંગ્રેસનેતા જયરામ રમેશે સવાલ ઊભા કર્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે પહેલાં એવું હતું કે બીજો ડોઝ ચાર સપ્તાહના અંતરે લેવાનો હતો. પછી એની મર્યાદા વધારીને 6-8 સપ્તાહ કરવામાં આવી અને હવે 12-16 સપ્તાહ સુધીની મર્યાદા વધારવામાં આવી છે. શું આવું એટલા માટે કરવામાં આવ્યું છે, કારણ કે વેક્સિનનો પૂરતો સ્ટોક નથી કે પછી એટલા માટે કે પ્રોફેશનલ સાઈન્ટિફિકે આવી સલાહ આપી છે? તેમણે જવાબ માગતાં કહ્યું છે કે શું આપણે મોદી સરકાર પાસે કોઈ પારદર્શકતાની આશા રાખી શકીએ છીએ?

અન્ય સમાચારો પણ છે...