તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dr. Arora Gave The Example Of England, Saying The Result Was 88% Good; Decision Taken On A Scientific Basis

કોવીશીલ્ડમાં ગેપ વધારવા બાબતે NTAGIના ચીફનો મત:ડો.અરોડાએ ઈંગ્લેન્ડનું ઉદાહરણ આપ્યું, કહ્યું- તેનાથી રિઝલ્ટ 88% સારુ મળ્યું; વૈજ્ઞાનિક આધાર પર લીધો નિર્ણય

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ઈંગ્લેન્ડના ડેટા સામે આવવા પર જાણવા મળ્યું છે કે 12 સપ્તાહનો ગેપ રાખવા પર વેક્સિનેશનનું રિઝલ્ટ 65 ટકાથી 88 ટકા સુધી સારુ મળ્યું છે

વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝમાં અંતર વધારવાના મામલામાં નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યૂનિસેશન(NTAGI)ના ડો. એન કે અરોડાનું નિવેદન આવ્યું છે. ડો. અરોડાએ ઈંગ્લેન્ડનું ઉદાહરણ આપતા કહ્યું કે સરકારે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

તેમણે કહ્યું છે કે ઈંગ્લેન્ડના ડેટા સામે આવવા પર જાણવા મળ્યું છે કે 12 સપ્તાહનો ગેપ રાખવા પર વેક્સિનેશનનું રિઝલ્ટ 65 ટકાથી 88 ટકા સુધી સારુ મળ્યું છે. ત્યાં તેનો ઘણો ફાયદો થયો. આ કારણે ભારતમાં વેક્સિનેશનનો ગેપ વધારીને 12થી 16 સપ્તાહ કરવામાં આવ્યો. ડો. અરોડાએ કહ્યું છે કે નિર્ણય વૈજ્ઞાનિક આધાર પર લેવામાં આવ્યો છે.

ડેટાના હિસાબથી ટ્રાન્સફર
NTAGI ચીફે આગળ કહ્યું છે કે અમારા ગ્રુપે સામૂહિક રીતે આ નિર્ણય લીધો છે. આ માટે પારદર્શક સિસ્ટમ અપનાવવામાં આવી. સતત પ્રકાશમાં આવી રહ્યું છે કે ડેટાના હિસાબથી તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા 4થી 6 સપ્તાહની ગેપનો નિર્ણય પણ તે સમયે ઉપલબ્ધ ડેટાના આધારે લેવામાં આવ્યો હતો. 4થી 6 સપ્તાહની વચ્ચે બીજો ડોઝ લગાવવા પર રિઝલ્ટ 57થી 60 ટકા મળે છે.

ગેપ ઓછી કરવાનો નિર્ણય રિસર્ચ પછી
ડો.અરોડાએ કહ્યું છે કે આગળ કોવીશીલ્ડના 2 ડોઝમાં ગેપ ઓછી કરવાનો નિર્ણય રિસર્ચ પછી કરવામાં આવશે. જો આગળ આ વાત સિદ્ધ થાય છે કે ગેપ કરવા પર ફાયદો મળી શકે છે તો આ અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ જે ગેપ નક્કી કરવામાં છે, તેની પર સારુ પરિણામ મળે છે તો તેને જ આગળ વધારવામાં આવશે.

ઈંગ્લેન્ડના મોડલ પર વાત કરતા NTAGIના ચીફે કહ્યું કે એસ્ટ્રાજેનેકાના પ્રથમ ડોઝ પછી 33 ટકા અને બીજી ડોઝ પછી 60 ટકા રિઝલ્ટ પ્રકાશમાં આવ્યા છે. તે પછી જ ત્યાં તેના ગેપને વધારવા પર વિચાર કરવામાં આવ્યો. જોકે ભારતમાં તેનુ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેના પરથી ખ્યાલ આવશે કે તેનો કેટલો ફાયદો મળી રહ્યો છે.

કેટલા લોકોને 28-42 દિવસમાં લાગશે કોવીશીલ્ડનો બીજો ડોઝ?
કોવીશીલ્ડના બે ડોઝના ગેપમાં આ ત્રીજો ફેરફાર છે. 16 જાન્યુઆરીએ રસીકરણ શરૂ થયું તો કોવીશીલ્ડ અને કોવેક્સિનમાં બે ડોઝનો ગેપ 28-42 દિવસન રાખવામાં આવ્યો તો. પરંંતુ 22 માર્ચે કોવીશીલ્ડના બે ડોઝનું અંતર 4-6 સપ્તાહથી વધારીને 6-8 સપ્તાહ કરવામાં આવ્યું. પછી 13 માર્ચે આ ગેપને વધારીને 12-16 સપ્તાહ કરવામાં આવ્યું.

નવી ગાઈડલાઈન એ લોકો માટે છે, જેમને પ્રથમ ડોઝ લાગી ચૂક્યો છે અને આતંરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છે. આ મુસાફરી તેમને અભ્યાસ, રોજગાર કે ઓલમ્પિક ટીમના હિસ્સા તરીકે કરવી પડી શકે છે. એવામાં લોકોને કોવીશીલ્ડના બીજા ડોઝ માટે 84 દિવસની રાહ જોવી પડશે નહિ. તેઓ આ પહેલા પણ બીજો ડોઝ લગાવી શકે છે.

વિદેશ પ્રવાસ જનારને 28 દિવસ પછી બીજો ડોઝ
આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કોવીશીલ્ડના વેક્સિનેશન શેડ્યૂલમાં ફેરફાર કર્યો હતો. બીજા ડોઝના ગેપને બીજી વખત વધાર્યા પછી હવે તેને વિદેશી યાત્રા પર જઈ રહેલા લોકો માટે ઘટાડવામાં આવ્યો હતો. કેટલીક કેટેગરીમાં બે ડોઝ માટે 84 દિવસ(12-16 સપ્તાહ)ની રાહ જોવાની જરૂર નથી. 28 દિવસ(4-6) સપ્તાહ પછી બીજો ડોઝ લગાવી શકો છો. બે ડોઝનો ગેપ માત્ર કોવીશીલ્ડ માટે ઘટાડવામાં આવ્યો હતો. કોવેક્સિનના 2 ડોઝનો ગેપ 28 દિવસ હતો. તેમાં કોઈ ફેરફાર ન કરવામાં આવ્યો.

કોવીશીલ્ડની ડોઝિંગ પોલીસમાં આ ફેરફાર શાં માટે કરવામાં આવ્યો?
આ ફેરફાર ભારતની બહાર યાત્રા કરનાર લોકો માટે બહાર પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર(SOPs)માં કરવામાં આવ્યો છે. કોવીશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાએ મળીને ડેવલોપ કરી છે. તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) પોતાની મંજૂરી આપી ચૂક્યું છે. એવામાં બે ડોઝ લાગ્યા પછી ભારતની બહાર સુરક્ષિત રીતે મુસાફરી કરી શકાય છે. તેમને ઈન્ફેક્શન થવાનો ખતરો પણ ઓછો હશે. સાથે જ તેઓ નવા તેજીથી ફેલાનારા મ્યુટેન્ટથી પણ સુરક્ષિત રહેશે.

આ પોલીસી તમામ પર લાગુ થશે નહિ. જો કોઈ વ્યક્તિને 84 દિવસની અંદર વિદેશ જવાનુ છે તો બીજો ડોઝ લગાવવામાં આવી શકશે. અન્ય લોકોને આ રાહત મળી શકશે નહિ. બીજો ડોઝ લેવા માટે તેમણે 84 દિવસની રાહ જોવી પડશે.