• Gujarati News
  • National
  • Speaking, The MD Of NSDL Asked The Hotel Staff For Water, Took A Glass And Reached Nirmala Sitharaman.

VIDEOમાં નિર્મલાનો કેરિંગ નેચર:NSDLના MDએ પાણી માંગ્યું, તો નાણાં મંત્રી પોતે ગ્લાસ લઈને પહોંચી ગયા; તાળીઓથી ગુંજી ઉઠ્યો હૉલ

16 દિવસ પહેલા

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાણાં મંત્રી એક કાર્યક્રમમાં પોતાની સીટ પરથી ઉઠે છે અને કાર્યક્રમને સંબોધિત કરી રહેલાં NSDLના MD પદ્મજા ચુંદરુને પાણીનો ગ્લાસ આપતાં જોવા મળે છે. નિર્મલા સીતારમણના આ વ્યવહારની સોશિયલ મીડિયામાં લોકોએ ઘણી પ્રશંસા કરી છે.

તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હૉલ
કાર્યક્રમમાં પદ્મજા ચુંદરુ સંબોધન કરી રહ્યાં હતા. વીડિયોમાં ચુંદરું પોતાનું સંબોધન અધવચ્ચે જ રોકીને હોટલ સ્ટાફ પાસે પાણી માગતા જોવા મળે છે. જે બાદ તેમને પોતાનું સંબોધન અધવચ્ચે જ રોકવાને લઈને માફી માગી અને ફરીથી સંબોધન કરવાનું શરુ કરી દીધું. આ વચ્ચે નિર્મલા સીતારમણ પોતાની સીટ પર ઉઠ્યાં અને ચુંદરુને પાણીની બોટલ અને ગ્લાસ ઓફર કર્યા. નાણાં મંત્રીનો આ વ્યવહારને જોતાં આખા હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. પદ્મજાએ નાણાં મંત્રીનો આભાર માન્યો અને ગ્લાસમાં પાણી નાખીને પીધું. જે બાદ તેમને ફરીથી કાર્યક્રમને સંબોધવનાનું શરૂ કરી દીધું.

NSDLની રજત જયંતિનો હતો કાર્યક્રમ
આ કાર્યક્રમ NSDLના રજત જયંતિના અવસરે મુંબઈમાં આયોજિત કરાયો હતો. મંત્રી નિર્મલા સીતારમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો અને વિદ્યાર્થીો માટે NSDL રોકાણ જાગરુકતા કાર્યક્રમ- 'માર્કેટ એકલવ્ય'નો શુભારંભ કર્યો. આ કાર્યક્રમમાં NSDLની 25 વર્ષની યાત્રાની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટ અને કવર પણ લોન્ચ કરાયું.

અન્ય સમાચારો પણ છે...