કારગિલ યુદ્ધમાંથી બોધપાઠ લઇને ભારતીય સૈન્ય સૌથી મોટો સુધારો કરવા જઇ રહ્યું છે. તેની જાહેરાત ગત વર્ષે થઇ ચૂકી છે અને હવે રૂપરેખા સામે આવી છે. ભારત અમેરિકા-રશિયાની જેમ 4 થિયેટર કમાન્ડ બનાવશે, જેમાં સૈન્યની ત્રણેય પાંખ એક છત નીચે એક જ ચીફના આદેશ પર ચાલશે. પાકિસ્તાનને કાઉન્ટર કરનાર વેસ્ટર્ન કમાન્ડ જયપુરમાં હશે. તેની સ્થાપના ઓગસ્ટ, 2022માં થશે. તે 4 લાખથી વધુ ફોર્સથી બનશે. તેની જવાબદારી જમ્મુથી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધીની 2,300 કિ.મી. લાંબી સરહદની સુરક્ષા હશે. હાલ પશ્ચિમી ક્ષેત્રમાં ભૂમિદળ અને એરફોર્સ 5 કમાન્ડમાં વહેંચેયાલા છે. વેસ્ટર્ન કમાન્ડને લે. જનરલ કે એરમાર્શલ લેવલના અધિકારી લીડ કરશે.
થિયેટર કમાન્ડનો અર્થ?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવામાં, જમીન પર અને દરિયામાં યુદ્ધના એકીકૃત સંચાલન માટે થિયેટરાઇઝેશનની શરૂઆત થઇ. જર્મની, ઇટાલી, જાપાન અને સામેલ મિત્ર રાષ્ટ્રો અમેરિકા-રશિયા જેવા દેશોના સૈન્ય અલગ મહાદ્વીપોમાં આમને-સામને હતા ત્યારે સૌપ્રથમ યુરોપીયન થિયેટર શબ્દ સામે આવ્યો. અમેરિકાએ વિયેતનામ યુદ્ધ બાદ આખી દુનિયાને અલગ-અલગ થિયેટરમાં વહેંચી પેસિફિક, એશિયન, મિડલ-ઇસ્ટ સહિત 19 થિયેટર બનાવ્યા. તેમાં ત્રણેય પાંખ એકીકૃત રીતે યુદ્ધ લડે છે.
ચંદીગઢ, પૂણે, પાલમ, ગાંધીનગરના કમાન્ડ જયપુર આવશે
જયપુર સ્થિત વેસ્ટર્ન થિયેટર કમાન્ડની જવાબદારી જમ્મુ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશના અમુક ક્ષેત્ર તથા ગુજરાતના ભુજ-કચ્છની સુરક્ષાની રહેશે.
1. 18થી વધુ એરબેઝ તેમાં હશે. જોધપુર, બાડમેર, ભુજ, નલિયા, જેસલમેર, સૂરતગઢ, અંબાલા, પઠાનકોટ અને ભટિન્ડાથી ગમે ત્યારે સુખોઇ, રાફેલ, મિગ, તેજસ, મિરાજથી અચાનક હુમલો કરી શકાશે.
2. 6 પ્રકારની મિસાઇલો (એટમિક સિવાય)ની રેન્જમાં હશે પાકિસ્તાનના તમામ મોટા શહેરો. તેમાં બ્રહ્મોસ, ધનુષ, શૌર્ય, આકાશ, પ્રહાર, સૂર્યા મિસાઇલો સામેલ.
3. 2 સ્ટ્રાઇક કોર સાથે 2 ડિફેન્સિવ કોર સામેલ થવાથી વેસ્ટર્ન થિયેટર કમાન્ડની તાકાત ચાર ગણી થઇ જશે.
4. 4 પ્રકારની ટેન્ક એર એટેકને સપોર્ટ કરશે. તેમાં અર્જુન, ભીષ્મ, અજેય, વજ્ર ટેન્ક સામેલ.
5. 4 પ્રકારની ટેન્ક એર એટેકને સપોર્ટ કરશે. તેમાં અર્જુન, ભીષ્મ, અજેય, વજ્ર ટેન્ક સામેલ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.