તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Now The Right To Get Electricity For 24 Hours, If There Is More Power Cut Than The Stipulated Time, There Will Also Be Compensation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકોને મળશે નવો અધિકાર:હવે 24 કલાક વીજળી મેળવવાનો અધિકાર, નિયત સમય કરતાં વધારે વીજકાપ થશે તો વળતર પણ મળશે

નવી દિલ્હી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
આ તસવીર વર્ષ 2012ની છે. કોલકાતાની એક હેર કટિંગ સલૂનમાં દુકાનદારે મિણબતીના પ્રકાશમાં ગ્રાહકોના વાળ કાપવા પડતા હતા. કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રીસિટી રુલ્સ 2020ને નોટીફાઈ કરી દીધો છે. જો વીજળી કંપનીઓ નિયત સમયથી વધારે વીજ પુરવઠામાં કાપ મુકશે તો વળતર આપવું પડશે. - Divya Bhaskar
આ તસવીર વર્ષ 2012ની છે. કોલકાતાની એક હેર કટિંગ સલૂનમાં દુકાનદારે મિણબતીના પ્રકાશમાં ગ્રાહકોના વાળ કાપવા પડતા હતા. કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રીસિટી રુલ્સ 2020ને નોટીફાઈ કરી દીધો છે. જો વીજળી કંપનીઓ નિયત સમયથી વધારે વીજ પુરવઠામાં કાપ મુકશે તો વળતર આપવું પડશે.

દેશભરમાં વીજ ગ્રાહકોને અનેક અધિકાર આપનાર ' The Electricity (Rights of Consumers) Rules: 2020'ને સોમવારે નોટીફાઈ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ગ્રાહકોને 24 કલાક વીજળી મેળવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જો વીજ કંપનીઓ વીજ પુરવઠામાં નિયત સમય કરતા વધારે કાપ મુકશે તો ગ્રાહકોને વળતર આપવું પડશે. આ નોટિફિકેશનની સાથે જ નવો નિયમ લાગૂ થઈ ગયો છે.

વીજળી કંપનીઓની ઈજારાશાહીનો અંત આવશે
વીજ અને પુનઃપ્રાપ્ય ઉર્જા બાબતોના મંત્રી આરકે સિંહે જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર દેશમાં વીજળી કંપનીઓની ઈજારાશાહી છે. ગ્રાહકો પાસે કોઈ વિકલ્પ નથી. આ સંજોગોમાં ગ્રાહકોને અધિકાર આપવા માટે નવા નિયમ તથા તેને લાગૂ કરવા માટે વ્યવસ્થાની જરૂર હતી. હવે વીજળી કંપનીઓની ઈજારાશાહી (મનમાની)નો અંત આવી જશે.

નવા વીજળી નિયમને લઈ વીજ મંત્રાલયે સપ્ટેમ્બર મહિનામાં એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ નિયમને લઈ 100થી વધારે સૂચનો મળ્યા હતા. આ સૂચનોને ફાઈનલ રુલ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા ગ્રાહકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

વળતર મળશે તો સીધા બેન્ક ખાતામાં જમા થશે
નિયમમાં વીજ ગ્રાહકોને નવા અથવા વર્તમાન જોડાણમાં સુધારા, મીટરિંગ એરેન્જમેન્ટ, બિલિંગ તથા ચુકવણી સહિતના અનેક અધિકારો આપવામાં આવ્યા છે. જો વીજળી કંપનીઓ સમયસર સેવા પૂરી નહીં પાડે તો ગ્રાહકોને વળતર આપવાનું રહેશે. આ વળતર સીધા ગ્રાહકોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. વળતર નક્કી કરવાની જવાબદારી નિયમનકારી પંચને સોંપવામાં આવેલ છે. વીજળી કંપનીઓએ ગ્રાહકોને 24 કલાક સપ્લાઈ આપવો પડશે. જોકે, એગ્રીકલ્ચર સહિત ખાસ પ્રકારના જોડાણ ધરાવતા ગ્રાહકોને ઓછો સપ્લાઈ મળશે.

મેટ્રો સિટીમાં 7 દિવસમાં નવા જોડાણ મળશે
વીજ બાબતોના સચિવ સંજીવ એન સહાઈએ કહ્યું કે નવા નિયમો હેઠળ વીજળી કંપનીઓની જવાબદારી રહેશે કે તે ગ્રાહકોની માંગ પ્રમાણે નિયત જગ્યા પર સર્વિસ આપે. કંપનીઓને મેટ્રો સિટીમાં 7 દિવસમાં નવા જોડાણ આપવા પડશે. મ્યુનિસિપલ વિસ્તારોમાં આ અવધિ 15 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો