• Gujarati News
  • National
  • Now The People's Thinking Camp Wholesale Inflation Breaks 10 year Record; For The First Time In 13 Consecutive Months, Wholesale Prices Rose By More Than 10%

ભાસ્કર એનાલિસિસ:હવે પ્રજાની ચિંતન શિબિર - જથ્થાબંધ મોંઘવારીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો; પહેલીવાર સતત 13 મહિનાથી જથ્થાબંધ મોંઘવારી 10%થી વધુ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી મુદ્દે કેન્દ્રની જૂની ગણતરી પ્રમાણે 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
  • ખાવા-પીવાની ચીજો, ઈંધણ 4.5થી 24% સુધી મોંઘા
  • પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય ચીજવસ્તુમાં ભાવવધારાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું, જ્યારે ઓઈલ કંપનીઓને કરોડોની કમાણી

દેશમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ઈંધણ અને અન્ય કોમોડિટીના ભાવ વધવાથી એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર રેકોર્ડ 15.08%ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ગયા મહિને એટલે કે માર્ચમાં આ આંકડો 14.55% અને એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં 10.74% હતો. કેન્દ્ર સરકાર 2012-13થી નવી સિરીઝ પ્રમાણે હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (ડબલ્યુપીઆઈ- જથ્થાબંધ કિંમત સૂચકાંક)ના આંકડા જારી કરી રહી છે. તે પ્રમાણે 15.08% દસ વર્ષનો સૌથી ઊંચો આંકડો છે. એપ્રિલ 2021થી ડબલ્યુપીઆઈ સતત 13 મહિનાથી 10%થી વધુ છે. આ ભાવ વધારાથી સામાન્ય નાગરિકનું બજેટ ખોરવાઈ ગયું છે જ્યારે ઓઈલ કંપનીઓને કરોડોની કમાણી થઈ છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે, એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારી વધી છે તેનું કારણ એ છે કે, છેલ્લા કેટલાક સમયમાં ક્રૂડ, ખનીજ તેલ, બેઝિક મેટલ્સ, કુદરતી ગેસ તેમજ ખાદ્યાન્ન, બિન ખાદ્યાન્ન અને રાસાયણિક ઉત્પાદનોના ભાવ પણ વધ્યા છે. શાકભાજી, ઘઉં, ફળફળાદિ, બટાકાના જથ્થાબંધ ભાવ વધવાથી ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી એપ્રિલમાં વાર્ષિક આધારે 8.35% વધી છે. ઈંધણ અને વીજળીની મોંઘવારી ‌‌‌38.66%, ક્રૂડ અને કુદરતી ગેસમાં મોંઘવારી 69.07% અને ખનીજમાં 21.03%ના દરે વધી છે.

જથ્થાબંધ મોંઘવારી દરની રિટેલ પર અસર
બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસ કહે છે કે, ડબલ્યુપીઆઈમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સને 64.23% વેઈટેજ મળે છે. તેથી ખાવા-પીવાની ચીજોના ભાવ વધે, ત્યારે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (સીપીઆઈ)ની અસર ડબલ્યુપીઆઈ પર ઓછી દેખાય છે. ડબલ્યુપીઆઈમાં સર્વિસીસ સામેલ નથી હોતી, જ્યારે સીપીઆઈમાં આરોગ્ય, શિક્ષણ, રિક્રિએશન, એમ્યુઝમેન્ટ અને ટ્રાન્સપોર્ટ સામેલ છે.

આરબીઆઈ વ્યાજ દરો વધારે એવી શક્યતા

  • રિઝર્વ બેંક નાણા નીતિ નક્કી કરતી વખતે રિટેલ મોંઘવારીના આંકડાને પણ ધ્યાનમાં લે છે. સરકારે મોંઘવારી દરમાં 2%ના વધારા-ઘટાડાની શક્યતા સાથે 4% આસપાસ રાખવાનું લક્ષ્ય આપ્યું છે.
  • હવે 6-8 જૂન વચ્ચે આરબીઆઈ નાણા નીતિની સમીક્ષામાં વ્યાજ દરો વધારી શકે છે.

એક વર્ષમાં ઈંધણ 66% સુધી મોંઘું થયું

ડીઝલ66.14%
પેટ્રોલ60.63%
બેઝિક મેટલ્સ24.81%
શાકભાજી23.24%
બટાકા19.84%
ઘઉં10.70%
અન્ય સમાચારો પણ છે...