ભાસ્કર એક્સક્લુઝિવ:હવે इन्डिया.सरकार.भारत લખીને પણ સરકારી વેબસાઇટ ખોલી શકાશે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી પહેલ, જે હિન્દીને તાકાત આપશે

હિન્દીને ઇન્ટરનેટની માન્ય ભાષા બનાવવાની દિશામાં સરકારે ખૂબ જ ચુપચાપ રીતે ઐતિહાસિક પહેલ કરી છે. તે અંતર્ગત, સરકારના તમામ વિભાગો, મંત્રાલયો, સંગઠનો અને સંસ્થાનોની અંગ્રેજી વેબસાઇટનું હિન્દી સ્વરૂપ ભારતના પોતાના હિન્દી ડોમેનથી ચલાવવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે હવે વેબસાઇટનું નામ અંગ્રેજીમાં નહીં પરંતુ હિન્દીમાં નોંધવામાં આવશે અને દેશની 80% હિન્દી ભાષી વસ્તી પોતાની માતૃભાષામાં વેબસાઇટનું URL દાખલ કરીને સરકારી વિભાગોની જાણકારી લઇ શકશે. અંગ્રેજી બાદ હિન્દીને સંવાદની વૈકલ્પિક ભાષા બનાવવા માટે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનથી ઉભા થયેલા ભાષાકીય વિવાદની વચ્ચે આ પહેલ ખૂબ જ મહત્વની છે.

ફાયદો, ઇ-મેલ એડ્રેસ પણ હિન્દી નામથી બનાવી શકાશે
ઇન્ટરનેટ ગવર્નન્સ વિશેષજ્ઞ હરીશ ચૌધરીએ ભાસ્કરને જણાવ્યું કે, લોકો ઇમેલ એડ્રેસ પણ હિન્દીમાં બનાવી શકશે. સરકારી અધિકારી પણ ઇમેલ હિન્દી એડ્રેસ પર મોકલી શકશે. જેમ કે ગૃહ મંત્રાલયના સચિવ ઇમેલ એડ્રેસ સચિવ@ સરકાર.ભારત રાખી શકશે.
હાલની વ્યવસ્થા: gov.in પર ચાલે છે વેબસાઇટ્સ અત્યારે ભારત સરકારની વેબસાઇટ્સ gov.in પર ચાલે છે, જે દેશનું પોતાનું ડોમેન છે. બીજા દેશો જેમ કે પાક.નું .pk, ફ્રાંસનું .fr, ઇટલીનું .it અને ચીનનું .cn છે. વિશ્વભરમાં અત્યારે .com ડોમેનની બોલબાલા છે. તેના અંદાજે 20 કરોડ રજિસ્ટ્રેશન થઇ ચૂક્યા છે, જ્યારે ભારતમાં .inના અંદાજે 25 લાખ રજીસ્ટ્રેશન છે.

ઇન્ડિયા પોર્ટલ વેબસાઇટ વિકસિત કરી
પ્રારંભિક ધોરણે ‘ઇન્ડિયા પોર્ટલ’ વેબસાઇટને મોડલના રૂપમાં વિકસિત કરાઇ છે. તેને ઇન્ડિયા.સરકાર.ભારત એડ્રેસથી લાઇવ કરાયું છે. આ જ રીતે બીજા મંત્રાલયોની વેબસાઇટ્સને પણ હિન્દી ડોમેન સાથે ઉતારાશે.

અન્ય સમાચારો પણ છે...