તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Now The Election Card Will Also Be Downloaded Digitally, Like Aadhaar, The Election Commission Has Sent A Proposal To The Central Government In This Regard.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલાઇઝેશન:હવે ચૂંટણીકાર્ડ પણ ડિજિટલ, આધારની જેમ ડાઉનલોડ થશે, ચૂંટણીપંચે આ મામલે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ચૂંટણીપંચ ચૂંટણીકાર્ડને ડિજિટલ ફોર્મેટમાં રૂપાંતરિત કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો મતદારો હવે આધારકાર્ડની જેમ વૉટર આઈડી કાર્ડ(ચૂંટણી કાર્ડ)ને ડિજિટલ ફોર્મેટમાં પોતાની પાસે રાખી શકશે. જોકે વર્તમાન ફિઝિકલ કાર્ડ પણ વૉટર પાસે રહેશે. વર્તમાન ચૂંટણીકાર્ડધારકોને વૉટર હેલ્પલાઈન એપના માધ્યમથી કેવાયસી કરાવતા આ સુવિધા મળશે. ચૂંટણીપંચનો ઉદ્દેશ્ય મતદારોને ઈલેક્ટર્સ ફોટો આઈડેન્ટિટી કાર્ડ(EPIC)ની સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

વિદેશમાં રહેતા ભારતીયોને સુવિધા નહીં
ચૂંટણીપંચના નિર્ણય બાદ નવા મતદારો પોતાના વૉટરકાર્ડ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકશે. આ ડિજિટલ કાર્ડની મદદથી તે પોતાના મતાધિકારનો પ્રયોગ પણ કરી શકશે. પંચના નિર્ણય બાદ રેકોર્ડમાં નોંધાયેલા ઓવરસીઝ મતદારો પણ ડિજિટલ વૉટરકાર્ડની સુવિધાનો લાભ લઈ શકશે. જોકે હાલ વિદેશમાં રહેતા ભારતીયોને મતદાનની સુવિધા અપાઈ નથી. ચૂંટણીપંચે આ મામલે એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો છે.

કાર્ડમાં અપાયેલા ક્યુઆર કોડના આધારે મતદાન કરી શકાશે
કોઈ મતદારનું ફિઝિકલ કાર્ડ જો ખોવાઈ ગયું હશે અને નવા કાર્ડ માટે અરજી કરી હશે અને તેને મંજૂરી મળી ગઇ હશે તો તે ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. તેના પર બે ક્યુઆર કોડ હશે. આ કોડની માહિતીના આધારે ઈન્ટરનેટથી ડાઉનલોડ કરાયેલા વૉટરકાર્ડના માધ્યમથી મતદાર મતદાન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો