• Gujarati News
  • National
  • Now The Center Will Bear The Cost Of Training The Priests Under The Skill Development Scheme

ભાસ્કર એક્સક્લૂઝિવ:હવે સ્કિલ ડેવલપમેન્ટ યોજના હેઠળ પૂજારીઓને ટ્રેનિંગ, ખર્ચ કેન્દ્ર ભોગવશે

નવી દિલ્હી18 દિવસ પહેલાલેખક: સુજીત ઠાકુર
  • કૉપી લિંક
  • વિહિપ જેવી સંસ્થાઓના માધ્યમથી 1.72 લાખ પૂજારીને ટ્રેનિંગ આપવાની તૈયારી
  • દેશમાં સૌથી વધુ 56 હજાર પૂજારી તમિલનાડુમાં ટ્રેનિંગ લેશે
  • વૈદિક મંત્રોના હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ શીખવાડાશે

કેન્દ્ર સરકારનું સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય પૂજારીઓ અને કર્મકાંડ સાથે સંકળાયેલા લોકોને ટ્રેનિંગ આપી સ્વરોજગાર સાથે જોડવાની યોજના બનાવી ચૂક્યું છે. આગામી 18 મહિનામાં દેશભરમાં 1.72 લાખ પૂજારીઓને ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય રખાયું છે.

ખાસ વાત એ છે કે પહેલીવાર વિશ્વ હિન્દુ પરિષદ જેવી ધાર્મિક સંસ્થાઓને પણ કેન્દ્ર સરકાર ટ્રેનિંગની યોજના સાથે જોડવા જઈ રહી છે. આ સંસ્થાઓ પ્રશિક્ષણની યોજના સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરશે. તેના માટે કેન્દ્ર સરકાર તેમને ચૂકવણી પણ કરશે. ટ્રેનિંગ પ્રોગ્રામ પર હાલ કેટલી રકમ ખર્ચાશે તેના વિશે હાલ કોઈ અધિકારી કંઈ કહેવાની સ્થિતિમાં નથી.

પૂજારીઓની ટ્રેનિંગ માટે દેશભરમાં રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે મધ્યપ્રદેશમાં 2200, ગુજરાતમાં 632, છત્તીસગઢમાં 209 અને બિહારમાં 1400 લોકોનું રજિીસ્ટ્રેશન થઈ ગયું છે. સૌથી વધુ 56 હજાર રજિસ્ટ્રેશન તમિલનાડુમાં કરાયા છે.

દક્ષિણ ભારતમાં પૂજારીઓની ટ્રેનિંગના કોર્સની મુદ્દત 6 મહિના નક્કી કરાઈ છે. જોકે અન્ય જગ્યાઓ પર 3થી 6 મહિનાની ટ્રેનિંગ અપાશે. તેનું કારણ એ છે કે પૂજાપાઠ, કર્મકાંડ વગેરેમાં બોલાતા શ્લોકો અને મંત્રોનું અંગ્રેજી તથા હિન્દી અનુવાદ પણ શીખાવાડાશે. જોકે હિન્દી ભાષી ક્ષેત્રમાં હિન્દી અનુવાદ શીખવાની જરૂર નહીં હોય એટલા માટે આ વિસ્તારોમાં કોર્સ 3 મહિનાનો રહેશે. જ્યારે બીજી બાજુ તમિલનાડુ, તેલંગાણા સહિત દક્ષિણના અન્ય રાજ્યોમાં હિન્દી અનુવાદ શીખવા માટે 3 મહિનાનો વધારાનો સમય નક્કી કરાયો છે.

ટ્રેનિંગના વિષયોમાં ઓનલાઇન પૂજા પણ સામેલ છે. તેના માટે એક અઠવાડિયાનો કોર્સ રહેશે. મંત્રાલયનું માનવું છે કે આવનારા સમયમાં ઓનલાઇન પૂજા કરાવવાનું ચલણ ઝડપથી વધશે એટલા માટે પૂજારીઓને તેના માટે પહેલાથી તૈયાર કરવા જરૂરી છે. ટ્રેનિંગની તારીખો હજુ જાહેર કરાઈ નથી.

ટ્રેનિંગના કોર્સ પદ્ધતિ અનુસાર નક્કી થશે

  • ગૃહપૂજા, લગ્ન, મુંડન, શ્રાદ્ધ જેવા સંસ્કાર માટે મંત્ર, પૂજા, પદ્ધતિ અને તેમના ક્રમ.
  • પિતૃ પક્ષમાં તર્પણ જેવા કર્મકાંડ
  • ગરુડ પુરાણ અને સત્યનારાયણ કથાના વિધિવત પાઠ અને પૂજા.
  • જ્યોતિષ ગણના અને ગ્રહ-નક્ષત્રો વિશે સંપૂર્ણ જાણકારી.
  • રાજ્ય અને ક્ષેત્રના હિસાબે સંસ્કારોની ટ્રેનિંગ.

ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ વેબસાઇટ સાથે જોડાશે
પૂજારીઓને ટ્રેનિંગ બાદ એક સર્ટિફિકેટ મળશે. તેની સંપૂર્ણ માહિતી કોમન વેબસાઈટ પર નોંધાશે. ટ્રેનિંગ આપનાર સંસ્થાઓ પૂજારીઓને જુદા જુદા વર્ગોમાં વહેંચી(પાઠ કરાવનારા, કર્મકાંડ કરાવનારા, પૂજા કરાવનારા વગેરે) ક્લસ્ટર બનાવવામાં સરકારની મદદ કરશે. તેનાથી લોકોને તેમની સેવાઓ લેવામાં સરળતા રહેશે. તેનાથી ન તો પૂજારીઓની અછત વર્તાશે, ન તો તેમને કામ મળવાની ચિંતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...