• Gujarati News
  • National
  • Now The Attack On The Muslim Youth, The Youth Was Brutally Beaten, Then Stabbed; 3 Days Ago A BJP Leader Was Killed With An Axe

કર્ણાટકમાં 10 દિવસમાં 3 હત્યા:હવે મુસ્લિમ યુવક પર હુમલો, યુવકને નિર્દયતાથી માર માર્યો, પછી છરી મારી; 3 દિવસ પહેલાં ભાજપના નેતાની કુહાડીથી હત્યા કરાઈ હતી

બેંગલુરુ10 દિવસ પહેલાલેખક: આશિષ રાય
  • ગંભીર રીતે ઘવાયેલા યુવકનું હોસ્પિટલે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું

કર્ણાટકના બેંગલુરુમાં ભાજપના કાર્યકર પ્રવીણ નેટ્ટારુની હત્યા બાદ મુસ્લિમ યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. યુવાન પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી છે. કર્ણાટકના બેંગલુરુમાં કેટલાક માસ્ક પહેરેલા હુમલાખોરોએ એક યુવકને નિર્દયતાથી માર માર્યો હતો અને પછી તેના પર છરીના ઘા મારી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું હોસ્પિટલે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ મંગલપેટેના રહેવાસી મોહમ્મદ ફાઝિલ તરીકે થઈ છે.

ગુરુવારે સાંજે બનેલી ઘટના અંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ફાઝિલની હત્યા સુરથકલ વિસ્તારમાં ત્યારે થઈ હતી, જ્યારે તે કપડાની દુકાનની બહાર પોતાના પરિચિત સાથે વાત કરી રહ્યો હતો. ચાર લોકો કારમાં આવ્યા અને તેના પર હુમલો કર્યો હતો. ચારેય લોકોએ પોતાનો ચહેરો ઢાંકેલો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાઝિલ પોલીસ ઈન્ફોર્મર હતો. હત્યા બાદ સુરથકલ, મુલ્કી, પનામ્બુરમાં કોઈ હિંસક ઘટના ન બને એ માટે 144 લાગુ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલાં દક્ષિણ કન્નડમાં ભાજપના કાર્યકર પ્રવીણ નેટ્ટારની કુહાડી વડે પણ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદથી દક્ષિણ કન્નડમાં વિરોધ ચાલી રહ્યો છે.

19 જુલાઇના રોજ પણ 19 વર્ષીય મો.મસૂદ મોતને ભેટ્યો હતો. તેના પર કાલંજા ગામમાં 8 લોકોએ હુમલો કર્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કર્ણાટકમાં 10 દિવસમાં હત્યાની 3 ઘટના નોંધાઈ છે.

ફાઝિલ કાપડની દુકાનની બહાર તેના સગા સાથે વાત કરી રહ્યો હતો.
ફાઝિલ કાપડની દુકાનની બહાર તેના સગા સાથે વાત કરી રહ્યો હતો.

ભાજપના નેતાની હત્યા મામલે 2ની ધરપકડ
જ્યારે મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈ ભાજપ યુવા મોરચાના નેતા પ્રવીણ નેટ્ટારનાં પરિવારજનોને મળવા તેમના ઘરે ગયા હતા. બોમ્માઈએ પ્રવીણના પરિવારને સરકાર તરફથી 5 લાખ અને પાર્ટી વતી 25 લાખ આપ્યા છે. પ્રવીણ ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ હતો. તેની હત્યાના કેસમાં બે લોકોની ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. 21 લોકો હજુ પણ કસ્ટડીમાં છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સીએમ બોમ્માઈએ કહ્યું, તેમણે પ્રવીણના પરિવારને આશ્વાસન આપ્યું છે કે ગુનેગારોને સખત સજા કરવામાં આવશે.
સીએમ બોમ્માઈએ કહ્યું, તેમણે પ્રવીણના પરિવારને આશ્વાસન આપ્યું છે કે ગુનેગારોને સખત સજા કરવામાં આવશે.

યોગી મોડલ, કર્ણાટકમાં બુલડોઝરની કાર્યવાહીની માંગ
મુખ્ય પ્રધાન બોમ્માઈએ ગુરુવારે કહ્યું હતું કે જો પરિસ્થિતિ આવી જ રહી તો સરકાર રાજ્યમાં સાંપ્રદાયિક તત્વોની સામે ઉત્તરપ્રદેશનું યોગી મોડલ લાગુ કરવામાં આવશે. સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતી તાકાતોને દૂર કરવામાં કેટલાક પડકારો છે. આ પડકાર દેશભરના રાજ્યોમાં છે અને આવી તાકાતોએ છેલ્લા 10 વર્ષમાં કર્ણાટકમાં પોતાનું માથું કાઢ્યું છે. અમે આને ખતમ કરીને જ રહીશું.

બીજેપી નેતાની હત્યા બાદ કર્ણાટકમાં અનેક કાર્યકર્તાઓ અને ધારાસભ્યો માંગ કરી રહ્યા છે કે સરકાર સામાજિક અશાંતિ માટે સાંપ્રદાયિક તંગદિલી સર્જનારા અને ફેલાવનારા લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવા જેવી કાર્યવાહી કરે. બોમ્માઈ આ બાબતે પૂછેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.

પ્રવીણે 29 જૂને ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાનો વિરોધ કરતી ફેસબુક પોસ્ટ કરી હતી.
પ્રવીણે 29 જૂને ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાનો વિરોધ કરતી ફેસબુક પોસ્ટ કરી હતી.

પ્રવીણની પત્નીએ કહ્યું- હત્યારાને ફાંસી આપો
ભાજપની નેતા પ્રવીણની હત્યા બાબતે દક્ષિણ કન્નડમાં તણાવભર્યો માહોલ છે. એહીં કાર્યકરોમાં ભારે રોષ છે. હત્યાની આશંકા પીએફઆઈના ટેરર મોડ્યુલ પર છે. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ મામલાની એનઆઈએ પાસે કરાવવા માટે માગ કરી છે. પ્રવીણની પત્નીએ હત્યારાને ફાંસીની સજા થાય આપવામાં આવે તેવી માગ કરી છે.

પ્રવીણની હત્યા બાદ ભાજપના યુવા મોરચાના હોદ્દેદારોનાં રાજીનામાનો દૌર
પ્રવીણની હત્યા બાદ ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોના રાજીનામાનો દોર જારી રહ્યો છે. ચિકમગલુર અને બાગલકોટના ભાજપના યુવા મોરચાના પદાધિકારીઓએ તેમના પોતાના પક્ષના નેતાઓની ઉદાસીનતાના વિરોધમાં તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. મૈસુર, હાસન, કોપ્પલા, તુમાકુરુ અને અન્ય જિલ્લાના યુવા મોરચાના પદાધિકારીઓએ પણ ગુરુવારે રાજીનામું આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...