તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના લેટેસ્ટ સીરો સર્વેમાં 21.5% લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની વાત સામે આવી છે. સરકારે ગુરુવારે જણાવ્યું કે સર્વે 17 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે કરાયો હતો. જેમાં 10 વર્ષ કે તેનાથી વધુની ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
સર્વે અંગે જણાવતા ICMR ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે આ દરમિયાન 18 વર્ષ કે તેનાથી વધુની ઉંમરના 28,589 લોકોને સર્વે સામેલ કરવામાં આવ્યા. જેમાં 21.4% લોકોને કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા હોવાની જાણ થઈ.
આ રીતે 10થી 17 વર્ષની ઉંમરના 25.3% બાળકોમાં તેની પુષ્ટી થઈ. તેઓએ જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં 19.1% વસ્તીમાં કોરોના પુરાવા મળ્યા જ્યારે શહેરી ઝુંપડપટ્ટી-વસાહટોમાં આ આંકોડ 31.7% મળ્યો હતો.
વેક્સિનનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી લાગશે
કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત તમામ હેલ્થકેર વર્કર્સને 13 ફેબ્રુઆરીથી વેક્સિનનો બીજો ડોઝ અપાશે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું હતું કે ડોઝ માત્ર એ લોકોને અપાશે જેઓએ માત્ર પહેલો ડોઝ લીધો છે. યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 41 લાખથી વધારે લોકોને વેક્સિન અપાઈ છે. જેમા 8563 લોકોને સાઈડ ઈફેક્ટ થઈ છે. જે કુલ વેક્સિન અપાયેલા લોકોના 0.18% છે.
70% એક્ટિવ દર્દી ફ્ક્ત કેરળ અને મહારાષ્ટ્રના
કેરળમાં નવા દર્દીઓ મળવાનો સિલસિલો થંભી રહ્યો નથી. અહીં લગભગ પાંચ મહિનાથી દરરોજ 5-6 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે અહીં 6356 કેસ નોંધાયા હતા. જ્યારે 6380 સાજા થયા અને 20 લોકો મૃત્યું પામ્યા હતા. નવા દર્દીઓમાં કુલ એક્ટિવ કેસ બાબતે સમગ્ર દેશમાં તે ટોપ પર છે.
કેરળમાં 69125 જ્યારે મહારાષ્ટ્રમાં 37516 દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં હાલમાં 1.52 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ એક્ટિવ કેસમાંથી 1.06 લાખ, એટલે કે લગભગ 70% કેરળ અને મહારાષ્ટ્રમાં જ છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,916 નવા કેસ નોંધાયા હતા, 17,808 સાજા થયા હતા અને 107 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 1.07 કરોડ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. જેમાથી 1.04 કરોડ સાજા થયા છે, જ્યારે 1.57 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.
5 રાજયોની પરિસ્થિતી
1. દિલ્હી
બુધવારે રાજ્યમાં 150 નવા દર્દીઓ નોંધાયા હતા. 153 લોકો સ્વસ્થ થયા અને 6 લોકોનાં મૃત્યુ થયાં હતા. અત્યાર સુધીમાં 6 લાખ 35 હજાર 481 લોકો સક્રમણ લાગી ચૂક્યું છે તેમાંથી 6 લાખ 23 હજાર 409 લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 864 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1208 દર્દીઓ હજી સારવાર લઈ રહ્યા છે.
2. મધ્યપ્રદેશ
અહીં બુધવારે કોરોનાના 258 કેસ નોંધાયા હતા. 250 દર્દીઓ સાજા થયા અને એકનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં 2.55 લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમાંથી 2.49 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,816 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 2,430 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
3. ગુજરાત
અહીં બુધવારે 283 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 528 દર્દીઓ સ્વસ્થ થયા અને બે લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 2.62 લાખ કેસ નોંધાયા છે. આમાં 2.55 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,391 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 2,856 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
4. રાજસ્થાન
બુધવારે અહીં કોરોનાના 92 કેસ નોંધાયા હતા. 196 દર્દીઓ સાજા થયા અને બે લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 3.17 લાખ કેસ નોંધાયા છે. જેમાથી 3.13 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2770 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, 1,692 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
5. મહારાષ્ટ્ર
બુધવારે રાજ્યમાં 2992 લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતુ. 7030 લોકો સાજા થયા અને 30 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 20 લાખ 33 હજાર 266 લોકો સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 19 લાખ 43 હજાર 335 લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 51 હજાર 169 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 37 હજાર 516 એવા દર્દીઓ છે જેની સારવાર ચાલી રહી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.