તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Now Mia Khalifa Has Expressed Support For Farmers, With Singer Rihanna And Thornberg Also Supporting

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોર્નસ્ટાર ખુલ્લેઆમ ખેડૂતોની પડખે:હવે મિયાં ખલીફાએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું, સિંગર રિહાના અને થનબર્ગે પણ ટેકો આપ્યો હતો

નવી દિલ્હીએક મહિનો પહેલા

નવા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પછી હવે પૂર્વ પોર્નસ્ટાર મિયાં ખલીફાએ પણ ટ્વીટ કર્યું છે. મિયાં ખલીફાએ ખેડૂત આંદોલન અંગે એલાન કરી દીધું છે અને ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે.

અગાઉ રિહાના અને થનબર્ગે પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે
ઉલ્લેખનીય છે કે સતત વિદેશી હસ્તીઓનાં ટ્વીટ આવી રહ્યાં છે અને તેઓ ખેડૂત આંદોલનને લઈને પોતાનું સમર્થન દર્શાવી રહ્યા છે. ખેડૂત આંદોલનને લઈને અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. અગાઉ અમેરિકન પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કર્યાં હતાં, જેના પછી હવે પૂર્વ પોર્નસ્ટાર મિયાં ખલીફાએ પણ ભારતીય ખેડૂતોને સમર્થન આપવાની વાત કરી છે. તેનું આ ટ્વીટ અત્યારે જોરદાર વાઇરલ થઈ રહ્યું છે.

મિયાં ખલીફાએ બે ટ્વીટ કર્યાં છે. તેણે ખેડૂત આંદોલનને લઈને ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું હતું, ‘માનવાધિકાર ઉલ્લંઘનો પર આ શું ચાલી રહ્યું છે? તેમણે નવી દિલ્હી આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ પ્રતિબંધિત કરી દીધું છે?!’

મિયાં ખલીફાએ આ ટ્વીટ પછી અન્ય એક ટ્વીટ કર્યું અને લખ્યું, ‘પેઈડ એક્ટર્સ... મને આશા છે કે પુરસ્કારોની મોસમમાં તેમની અવગણના ક્યારેય નહીં કરવામાં આવે. હું ખેડૂતોની સાથે છું...#FarmersProtest’

અગાઉ રિહાના અને થનબર્ગનાં ટ્વીટનો કંગનાએ આપ્યો હતો જવાબ

ઉલ્લેખનીય છે કે પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનાં ખેડૂતોને સમર્થન આપતાં ટ્વીટ પછી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમને ટ્વીટથી જવાબ આપતાં કિસાન આંદોલનમાં સામેલ લોકોને આતંકવાદી કહ્યા હતા. કંગના સુશાંતસિંહ રાજપૂતના મોત પછી અનેકવાર મીડિયામાં ચર્ચામાં રહી છે અને મહારાષ્ટ્ર સરકાર સાથેના વિવાદોથી સમાચારોમાં ચમકતી રહે છે. આમ, ખેડૂત આંદોલનના મામલે દેશવિદેશની હસ્તીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો