• Gujarati News
  • National
  • Now It Will Be Rahul Gandhi's Meeting In Burhanpur, The Fourth Member Of The Nehru Gandhi Family Will Come To The City

અહીં ઇન્દિરા આવ્યાં હતાં ત્યારે કુશાભાઉ હાર્યા હતા:હવે તે બુરહાનપુરમાં રાહુલ ગાંધીની સભા થશે, નેહરુ-ગાંધી પરિવારના ચોથી વ્યક્તિ શહેરમાં આવશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત જોડો યાત્રાની સાથે 23 નવેમ્બરના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બુરહાનપુર આવશે. તે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને જોડનાર ગામ બોદરલીથી MPમાં એન્ટ્રી કરશે. તેઓ નહેરુ-ગાંધી પરિવારના ચોથી વ્યક્તિ છે, જે બુરહાનપુર આવી રહી છે. 41 વર્ષ પહેલાં 1980માં ઇન્દિરા ગંધીબુરહાનપુર આવ્યાં હતાં. ત્રણ દિવસ અહીં રોકાયાં હતાં. સૌથી ખાસ એ છે કે જે બોદરલી ગામથી યાત્રા એમપીમાં એન્ટ્રી લેશે, તે ગામમાં ઇન્દિરા ગાંધીએ રાત્રે 2 વાગે ટોર્ચની લાઇટમાંચૂંટણી સાભા સંબોધી હતી.

1980માં ઇન્દિરા ગાંધી લોકસભાની ચૂટણી દરમિયાન બુરહાનપુર આવ્યાં હતાં. તેમણે અહીં પૂર્વ સાંસદ ઠાકુર શિવકુમાર સિંહ માટે વોટ માગ્યા હતા. ઇન્દિરા ગાંધીએ 3 દિવસ બુરહાનપુર અને નેપાનગરમાં પ્રચાર કર્યો. તેમને જોવા અને સાંભળવા માટે હજારો લોકો સડક પર ઊભા હતા. આ ચૂંટણીમાં શિવકુમારે ભાજપના વરિષ્ઠ નેતા કુશાભાઉ ઠાકરેને હરાવ્યા હતા.

પહેલા જાણી લઇએ, કોણ ક્યારે આવ્યું

ખુલ્લી જીપમાં કર્યો હતો ગલીઓમાં પ્રચાર
વરિષ્ઠ કોંગ્રેસ નેતા એસએમ તારીક બતાવે છે કે ત્યારે લોકસભાની ચૂટણીના ઉમેદવાર ઠાકુર શિવકુમાર સિંહ ચૂંટણી દરમિયાન 3 દિવસ સુધી ઇન્દિરા ગાંધી ખૂલી જીપમાં શહેરની ગલીઓમાં ધૂમ્યાં હતાં. પ્રચાર દરમિયાન કેટલીય સભાઓ સંબોધિત કરી હતી. તેમને સાંભળવા અને તેમની એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો સડકો, ઘરની અગાશીઓ પર જોવા મળતા હતા.

ભારત જોડો યાત્રાના સ્વાગત માટે શહેરમાં ઠેર-ઠેર બેનર-પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે. આના પર 1980માં બુરહાનપુરમાં ઈન્દિરા ગાંધીની ચૂંટણી સભાની ફોટો પ્રિન્ટ છે.
ભારત જોડો યાત્રાના સ્વાગત માટે શહેરમાં ઠેર-ઠેર બેનર-પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે. આના પર 1980માં બુરહાનપુરમાં ઈન્દિરા ગાંધીની ચૂંટણી સભાની ફોટો પ્રિન્ટ છે.

સોનિયા ગાંધી પણ આવી ચૂક્યાં છે બુરહાનપુર
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી પણ બુરહાનપુર આવી ચૂક્યાં છે. તેઓ અહીં પૂર્વ સાંસદ ઠાકુર શિવકુમાર સિંહની પ્રતિમાનું અનાવરણ કરવા 2000માં ઝિરી સ્થિત સુગર ફેક્ટરી આવ્યાં હતાં. ઠાકુર પરિવારને મળીને રવાના થઇ ગયાં હતાં. વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડો. તારીકે બતાવ્યું કે વર્ષો પહેલાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ખંડવા પણ આવ્યાં હતાં. તેઓ કોંગ્રેસને મજબૂત કરવા માટે સભા સંબોધિત કરવા પહોંચ્યાં હતાં. તે સમયે સોનિયા ગાંધી પાસે હોદ્દો નહોતો.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસના પૂર્વ સાંસદ ઠાકુર શિવ કુમાર સિંહની પ્રતિમાનું અનાવરણ કરવા બુરહાનપુર આવ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ ખંડવાની મુલાકાત લીધી હતી, ત્યારે બુરહાનપુર ખંડવા જિલ્લાનો ભાગ હતો.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસના પૂર્વ સાંસદ ઠાકુર શિવ કુમાર સિંહની પ્રતિમાનું અનાવરણ કરવા બુરહાનપુર આવ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ ખંડવાની મુલાકાત લીધી હતી, ત્યારે બુરહાનપુર ખંડવા જિલ્લાનો ભાગ હતો.

હવે 23 નવેમ્બરે બુરહાનપુર આવી રહ્યા છે રાહુલ ગાંધી
ગાંધી પરિવારની ત્રીજી પેઢીના રૂપે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 23 નવેમ્બરે બુરહાનપુર આવી રહ્યા છે. તેઓ કરોલી, બોદરલી ગામથી મધ્યપ્રદેશની સીમામાં પ્રવેશ કરશે. તેમના આગમનને લઇને તૈયારીઓ જોરમાં ચાલી રહી છે. ઠાકુર પરિવારે શહેરની સડકો પર તેમના દાદી પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી, તેમની માતા સોનિયા ગાંધીની સાથે જૂના ફોટાઓ હોર્ડિંગ પર લગાવ્યા છે.

નહેરુ પણ આવ્યા હતા નેપાનગર
26 એપ્રિલ 1956ના તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ નેપાનગર આવ્યા હતા. જોકે તે સમયે બુરહાનપુર ખંડવા જિલ્લામાં આવતું હતું. નહેરુએ નેપા મિલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. મિલ આજે પણ ચાલું છે. હાલમાં જ કરોડો રૂપિયા ખર્ચીને ફરીથી તેનો જીર્ણોદ્વાર થયો છે. અહીં ન્યૂસ પ્રિન્ટ પેપર બને છે.

ઠાકુર સુરેન્દ્ર સિંહ શેરાનો પરિવાર, જેમને ભારત જોડો યાત્રાના સ્વાગત પ્રભારી બનાવવામાં આવ્યા હતા, તેઓ રાહુલને તેમની 3 પેઢીઓથી સજ્જ એક આલ્બમ રજૂ કરશે.
ઠાકુર સુરેન્દ્ર સિંહ શેરાનો પરિવાર, જેમને ભારત જોડો યાત્રાના સ્વાગત પ્રભારી બનાવવામાં આવ્યા હતા, તેઓ રાહુલને તેમની 3 પેઢીઓથી સજ્જ એક આલ્બમ રજૂ કરશે.

ઠાકુર પરિવાર રાહુલ ગાંધીને આલ્બમ ભેટ આપશે
સ્વ. પૂર્વ સાંસદ ઠાકુર શિવકુમાર સિંહના પરિવારમાં અત્યારે તેમના નાના ભાઇ સુરેન્દ્રસિંહ શેરા અપક્ષ વિધાયક છે. ભત્રીજો હર્ષિત ઠાકુર અને તેમનો પૂરો ઠાકુર પરિવાર રાહુલ ગાંધી જ્યારે બુરહાનપુર પહોંચશે, તો તેમને તેમની દાદી, તેમની માતાની સાથે ખેંચાવેલા પોટાનું આલ્બમ ભેટ આપશે.

સુરેન્દ્રસિંહ શેરાએ શેર કર્યા અનુભવ
ઠાકુર પરિવારના સદસ્ય બુરહાનપુરના અપક્ષ વિધાયક અને ભારત જોડો યાત્રાના સ્વાગત પ્રભારી બનાવેલા સુરેન્દ્રસિંહે ભાસ્કર સાથે ઇન્દિરા ગાંઘી બુરહાનપુર આગમનના અનુભવ શેર કર્યા. તેમણે બતાવ્યું કે ઇન્દિરા ગાંધી આવ્યાં હતાં, ખૂલી જીપમાં પ્રચાર કર્યો હતો. રાત્રે 2 વાગે બોદરલી, મોમિનપુરામાં જાહેરસભા થઇ હતી. વીજળીની સમસ્યા હતી. ખેડૂતોની વચ્ચે ટોર્ચના પ્રકાશમાં સભા કરવામાં આવી. રાત 2 વાગે તેમણે બોદરલીમાં ભાષણ આપ્યું હતું. આજે તેમનો પૌત્ર રાહુલ ગાંધી આવી રહ્યો છે. તેમનો સ્ટે પણ ત્યાં જ છે, જ્યાં 200માં તેમની માતા સોનિયા ગાંઘી આવ્યાં હતાં.

1980માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા બુરહાનપુર આવ્યા હતા. તે સમયે તેમણે ચૂંટણી રેલીને સંબોધી હતી.
1980માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા બુરહાનપુર આવ્યા હતા. તે સમયે તેમણે ચૂંટણી રેલીને સંબોધી હતી.

તેમણે કહ્યું- 1990માં રાજીવ ગાંધીએ બીજા નંબરના ભાઇ મહેન્દ્રસિંહને ટિકિટ આપી. 1998માં સોનિયાજીએ મંજૂશ્રીને વિધાનસભાની ટિકિટ આપી. 2000માં ખુદ સોનિયા ગાંધી બુરહાનપુર આવી. ખેડૂત સંમેલન કર્યું. શિવકુમાર સિંહ મેમોરિયલ કોલેજનું ભૂમિપૂજન કર્યું. ઠાકુર શિવકુમાર સિંહની મૂર્તિનું અનાવરણ પણ કર્યું હતું. કેટલાંક વર્ષ પહેલાં ખુદ રાહુલજીને મળ્યા હતા.

ભારત જોડો યાત્રાના પોસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તસવીર પણ લગાવવામાં આવી છે.
ભારત જોડો યાત્રાના પોસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તસવીર પણ લગાવવામાં આવી છે.

1977માં લોકસભા બાય ઇલેક્શનમાં ઇન્દિરા ગાંધીએ અમારા ભાઇ સ્વ. શિવકુમાર સિંહને લોકસભાની ટિકિટ આપી હતી. 1980માં ઇન્દિરાજી મેમિનપુરા સ્થિત ઘરમાં 3 દિવસ રોકાયાં હતાં, ત્યારે શિવકુમાર ભાઇએ કુશાભાઉ ઠાકુરને હરાવ્યા હતા.

આખું શહેર હોર્ડિંગ અને પોસ્ટરોથી ભરચક

બુરહાનપુરની ગલીઓમાં ભારત જોડો યાત્રાના મોટાભાગના પોસ્ટરોમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ જોવા મળે છે.
બુરહાનપુરની ગલીઓમાં ભારત જોડો યાત્રાના મોટાભાગના પોસ્ટરોમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ જોવા મળે છે.

રાહુલ ગાંધીના આગમનને લઇને ભવ્ય રૂપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. બોદરલીથી લઇને શહેર સુધી હોર્ડિંગ અને બેનર નજર આવે છે. ખાસ એ છે કે આમાં ઠાકરે પરિવારના ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પરિવાર સાથે જોડાયેલી તસવીરો લગાવવામાં આવી છે.

બંઝારા લોકનૃત્યથી થશે સ્વાગત
રાહુલ ગાંધી 23 નવેમ્બરે સવારે 6:30 વાગે મહારાષ્ટ્રના જલગાંવ, જામેદ થતાં બોદરલી ગામ પહોંચશે. અહીં બંઝારા લોકનૃત્યથી સ્વાગત થશે. બંઝારા લોકનૃત્ય કલાકાર રીના પવાર પરફોર્મન્સ આપશે. અહીં અન્ય સંસ્કૃતિથી પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરવાની ટોજના છે, જેમાં ભજન મંડળીઓ પણ હશે.

બુરહાનપુર વિધાનસભાનું પહેલું ગામ છે કરોલી, તેની નજીક છે બોદરલી
બુરહાનપુર વિધાનસભાની પહેલી પંચાયત છે કરોલી. તેને અડીને આવેલું છે બોદરલી ગામ. રાહુલ ગાંધીની MPમાં પહેલી પદયાત્રા 23 નવેમ્બરે સવારે 6 વાગે અહીંથી શરૂ થશે. તેને લઇને સ્વાગત પ્રભારી બનાવેલા સુરેન્દ્રસિંહે કહ્યું- જે વ્યક્તિને મળવા માટે વર્ષે પહેલાં એપોઇનમેન્ટ લેવી પડે છે, તેઓ ખુદ ચાલીને આમજનતાની વચ્ચે જઇ રહ્યા છે.
લક્ષ્ય છે લોકોને સાથે જોડવા. બુરહાનપુરને દક્ષિણનો દરવાજો પણ કહેવામાં આવે છે. ઇતિહાસમાં લખ્યું છે કે જે રાજાએ દેશમાં રાજ કર્યું છે, તેઓ દક્ષિણના દ્વારથી આવતા હતા. રાહુલ ગાંધી પણ દક્ષિણના દરવાજાથી આવીને 2024માં પ્રધાનમંત્રી બનશે.