પરિણીત મુસ્લિમ યુવકે હિંદુ બની બીજા લગ્ન કર્યા:હવે ધર્મ પરિવર્તન કરવા દબાણ કરે છે, મહિલા સાથે ફેસબુકમાં મુલાકાત થઈ હતી

11 દિવસ પહેલા

બિહારના કટિહારમાં એક હિંદુ મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો મુસ્લિમ પતિ તેને ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરી રહ્યો છે. આટલું જ નહીં આરોપીએ છ વર્ષ પહેલા લગ્ન પણ પોતે હિંદુ છે તેવું કહી કર્યા હતા. તે દુબઈમાં નોકરી કરી રહ્યો છે. મહિલાનું એ પણ કહેવું છે કે, તેનો પતિ પહેલાથી પરિણીત છે. તેની 11 વર્ષની દીકરી પણ છે.

મહિલાનું નામ જુલી અને પતિનું નામ તૌફિક છે. વાસ્તવિકતા સામે આવ્યા પછી જુલી છૂટાછેડા લેવા ઈચ્છતી હતી, પરંતુ તૌફિક તેને છોડવા તૈયાર નથી. તે જુલી અને તેના પરિવારને દુબઈથી જ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.

ફેસબુકથી વાતચીત શરૂ થઈ
કટિહાર જિલ્લામાં મણિહારી પોલીસ સ્ટેશન વિસ્તારના બીએન કોલોનીની રહેવાસી જુલી કુમારી(29)નો પરિવાર શાકભાજી વેચે છે. પોતાની ફરિયાદમાં જુલી કહે છે કે, 2015માં ફેસબુકના માધ્યમથી તૌફિક સાથે વાતચીત શરૂ થઈ. પોતાના ફેસબુકમાં રાજ રાજપુત નામથી આઈડી બનાવી રાખી હતી. તેણે મને પોતાનું નામ રાજ કહ્યું હતું.

એકબીજાને નંબર આપ્યા અને વાતચીત શરૂ થઈ. ત્યાર પછી તે મને મળવા પણ આવ્યો. રાજે કહ્યું તેના પિતાનું નામ અમિત સિંહ છે. પરિવાર સાથે તે દિલ્હીમાં રહે છે. 2016માં અમારી સગાઈ થઈ. તેના પરિવારનું કોઈ પણ આવ્યું નહતું. ત્યાર પછી અમે કોર્ટમાં લગ્ન પણ કર્યા.

લગ્ન પછી તેની બહેનના ઘરે લઈ ગયો
લગ્ન પછી તે મને તેની બહેનના ઘરે સુપોલ લઈ ગયો. શરૂઆતમાં તેની બહેનની આદતો મને વિચિત્ર લાગી. મેં રાજને કહ્યું તો તેણે કહ્યું એવું કંઈ નથી. પછી મને સમજ આવવા લાગ્યું કે રાજ હિંદુ નથી. થોડા સમય પછી આસપાસના લોકો જોડેથી માહિતી મળી કે તેનું સાચું નામ તૌફિક આલમ છે.

તૌફિક પહેલાથી પરિણીત
જ્યારે મેં રાજને આ વિશે પૂછ્યું તો તેણે ક્હ્યું કે તે પહેલાથી પરિણીત છે. તેની 11 વર્ષની દીકરી છે. મેં પૂછ્યું કે, તેણે દગો કેમ કર્યો, તો તેણે કહ્યું કે ચૂપચાપ સાથે રહે. જો છોડવાના પ્રયત્નો કર્યા તો મારી નાખીશ.

આ ફોટામાં તૌફિક તેની પુત્રી સાથે છે.
આ ફોટામાં તૌફિક તેની પુત્રી સાથે છે.

જુલીએ જણાવ્યું કે, થોડા સમય પછી તૌફિક મારી પર ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવા લાગ્યો અને મારપીટ કરવા લાગ્યો. નમાઝ પઢવા કહેતો. મુસ્લિમ મહિલાઓની જેમ કપડા પહેરવાનું કહેવા લાગ્યો.

બળજબરીપૂર્વક ધરમાં કેદ કરી
જુલીએ જણાવ્યું કે તૌફિક હવે દુબઈ ગયો છે. ત્યાંથી તે ધમકી આપવાનું ચાલુ રાખે છે. તેના પરિવારના સભ્યો અવારનવાર ઝઘડા કરે છે. મને બળજબરીથી નજરકેદ રાખવામાં આવી રહી છે. જેથી કોઈને આ વિશે ખબર ન પડે. મારો મોબાઈલ પણ છીનવાઈ ગયો છે. હું કોઈક રીતે ઘરેથી ભાગી ગઈ અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.

અન્ય સમાચારો પણ છે...