ફોક્સકોન ત્રણ રાજ્યોમાં 4 લાખ જોબ આપી શકે છે:હવે એપલના એરપોડ પણ ભારતમાં બનશે, ચીનને ફટકો

નવી દિલ્હી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં સપ્લાય થતાં 70 ટકા આઇફોન બનાવનાર સૌથી મોટી ઇલેક્ટ્રોનિક કોન્ટ્રાક્ટર કંપની ફોક્સકોનને પ્રથમ વખત એરપોડ બનાવવા માટે ઓર્ડર મળ્યો છે. એરપોડ હાલમાં ચીનમાં બને છે. હવે આ એરપોડ ભારતમાં પણ બનશે. ફોક્સકોન તેલંગાણામાં 200 મિલિયન ડોલર ( 1655 કરોડ)ના ખર્ચે એરપોડ બનાવવા માટે પ્લાન્ટ સ્થાપિત કરશે.

ફોક્સકોન ભારતમાં કુલ 700 મિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રકમનો ઉપયોગ પ્રોડક્શન યુનિટને ચીનમાંથી ભારતમાં શિફ્ટ કરવા માટે કરવામાં આવશે. તેની યોજના હેઠળ ગુજરાત, તેલંગાણા અને કર્ણાટકમાં પ્લાન્ટ સ્થાપિત કરાશે.

કંપનીની યોજના મુજબ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા બાદ ત્રણેય રાજ્યોમાં કુલ ચાર લાખ નોકરીની તક સર્જાશે. હાલમાં એપલના આઇફોન સહિત અન્ય પ્રોડક્ટ વોશિંગ્ટન અને બેજિંગમાં બની રહી છે. 2025થી આઇફોનનું નિર્માણ માત્ર ભારતમાં થશે.

સૌથી વધુ બે લાખ નોકરીની તક ગુજરાતમાં, તેલંગાણા-કર્ણાટકમાં એક-એક લાખ

  • ગુજરાત : ફોક્સકોને વેદાન્તાની સાથે મળીને ગુજરાતમાં 16 હજાર કરોડ રૂપિયા સાથે પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. સાથે જ કહ્યું છે કે 66 હજાર કરોડ રૂપિયનું પરોક્ષ રોકાણ પણ કરાશે. આનાથી રાજ્યમાં બે લાખ લોકોને રોજગારીની તક મળશે.
  • કર્ણાટક : તાઇવાનની કંપની ફોક્સકોન 300 એકરમાં એક નવા પ્લાન્ટની સ્થાપના કરવા માટે કરાર કરી ચૂકી છે. અહીં આઇફોન બનશે. આ પ્લાન્ટ બેંગલુરુ એરપોર્ટની નજીક સ્થાપિત કરાશે.
  • તેલંગાણા : ફોક્સકોને ઇલેક્ટ્રોનિકસ મેન્યુફેક્ચરિંગ સેટઅપ સ્થાપિત કરવા માટે તેલંગાણા સરકારની સાથે એક નવી સમજૂતી કરી ચૂકી છે. અહીં પણ કંપની એક લાખ જોબ આપવાનો દાવો કરી ચૂકી છે. અહીં એરપોડની સાથે અન્ય પ્રોડક્ટ પણ બનશે. આ તમામ પ્રોડક્ટ હાલમાં ચીનમાં બની ને અન્યત્ર દેશોમાં પહોંચે છે.
અન્ય સમાચારો પણ છે...