નિયમોમાં ફેરફાર નિયમોમાં ફેરફાર:હવે સૈન્યની ત્રણે પાંખના ઑનડ્યૂટી કે નિવૃત્ત અધિકારી પણ CDS બની શકશે

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષા મંત્રાલય દ્વારા CDSની નિમણૂકના નિયમોમાં ફેરફાર
  • જનરલ રાવતના નિધન પછી આ હોદ્દો ખાલી છે

સુરક્ષા મંત્રાલયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ના હોદ્દે નિયુક્ત નિયમોમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કર્યા છે. તે અંતર્ગત દેશના સર્વોચ્ચ સૈન્ય હોદ્દા માટે પાત્ર અધિકારીઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હવે સેના, વાયુસેના અને નૌસેનામાં સેવા આપતા અથવા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કે તેને સમકક્ષ અધિકારીઓ પણ સીડીએસ બની શકશે. આ નિર્ણયથી ત્રણેય સેનાના બીજા રેન્કના શ્રેષ્ઠ અધિકારીઓ માટે સૈન્ય વડાને સુપરસીડ કરીને સીડીએસ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

કેન્દ્ર સરકારે બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે, 62 વર્ષથી ઓછી આયુના કોઈ પણ સૈન્ય સેવા આપી રહ્યા હોય તેવા અથવા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ, એર માર્શલ અને વાઈસ એડમિરલ પણ સીડીએસના હોદ્દા માટે પાત્ર ગણાશે. આ માટે સરકારે સેના અધિનિયમ, વાયુ સેના અધિનિયમ અને નૌસેના અધિનિયમમાં પણ સંશોધનનું નોટિફિકેશન જારી કર્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર સીડીએસની સેવા જેટલી તેઓ જરૂરી સમજે તેટલી અથવા મહત્તમ 65 વર્ષ સુધી લંબાવી શકે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું અવસાન થઈ ગયું હતું. ત્યાર પછી આ હોદ્દો ખાલી છે. 2019માં સત્તામાં પાછા આવ્યાના છ જ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીડીએસની નિમણૂક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...