ગૃહમંત્રાલયના નિર્દેશ પછી યુવતી અંજલિને કારથી 12 કિમી ઢસડવાના મામલે મોટી કાર્યવાહી કરાતાં 3 PCR વાનમાં તહેનાત 11 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રોહિણી જિલ્લાના 11 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમાં બે સબ-ઈન્સ્પેક્ટર, ચાર અસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, ચાર હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
આ પોલીસકર્મીઓ પર ફરજમાં બેદરકારીનો આરોપ છે. જે માર્ગ પર આ ઘટના બની હતી એના પર તહેનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિલ્હીના કંઝાવાલામાં બનેલા અંજલિ એક્સિડેન્ટ કેસમાં હવે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો પણ લગાવવામાં આવશે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આ કેસમાં 302ની કલમ જોડવાની સૂચના આપી છે. 31 ડિસેમ્બરની રાતે આશરે 1.30 વાગે કંઝાવાલા વિસ્તારમાં 20 વર્ષીય અંજલિનો અકસ્માત થયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણેસ અંજલિ સ્કૂટી લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે જ કારમાં સવાર 5 યુવકે તેને ટક્કર મારી હતી. ઘટના બાદ યુવકો કાર લઈને ભાગી ગયા હતા. જોકે અંજલિ કાર નીચે જ ફસાયલી રહી હતી અને તેને 12 કિમી સુધી ઢસડવામાં આવી હતી.
જોકે પહેલાં 4 કિમી સુધી ઢસડવાની વાત સામે આવી હતી. પછી એ પણ ખુલાસો થયો કે અંજલિ સાથે તેની એક સહેલી નિધિ પણ હતી અને તેને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ ઘટના બાદ તે ત્યાંથી ભાગી ગઈ હતી.
નિધિ 8 મહિનાથી આગ્રામાં તારીખ પર કોર્ટમાં હાજર થઈ ન હતી
નિધિને લઈ આગ્રામાં તેના વકીલે ખુલાસો કર્યો છે. વકીલ મો. આસિફ આઝાદે જણાવ્યું હતું કે નિધિ પાછલા 8 મહિનાથી ગાંજાની સ્મગલિંગમના કેસમાં કોર્ટમાં હાજર થઈ નથી. માત્ર આટલું જ નહિ, નિધિએ વકીલનો સંપર્ક પણ નથી કર્યો.
નિધિને આગ્રામાં ગાંજાની સ્મગલિંગમાં GRPએ પકડી હતી. દિલ્હી ઘટનાની જાણકારી મળતાં જ GRPએ તેના રેકોર્ડ તપાસ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે 6 ડિસેમ્બર 2020એ આગ્રા કેન્ટ સ્ટેશન પર નિધિને પકડવામાં આવી હતી. ત્યાંથી તેને જેલમાં મોકલી દેવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.