તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Notice Hitting Twitter Indiana MD In Assault Case With Muslim Elder In Ghaziabad; He Was Asked To Come To The Police Station And File A Statement Within 7 Days

ટ્વિટરની મુશ્કેલી વધી:ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ કેસમાં ટ્વિટર ઇન્ડિયાના MDને ફટકારી નોટિસ; પોલીસ સ્ટેશને આવીને 7 દિવસમાં નિવેદન નોંધાવવા જણાવાયું

ગાઝિયાબાદ3 મહિનો પહેલા
  • પોલીસે આ મામલે ટ્વિટરને સ્પષ્ટતા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે
  • ટ્વિટર દ્વારા એ ટ્વીટને દૂર કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ અને અભદ્રતાના કેસમાં ટ્વિટરની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હવે ગાઝિયાબાદ પોલીસે ટ્વિટરના જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારીઓ કરી છે. પોલીસે ટ્વિટર ઇન્ડિયાના એમડી મનીષ માહેશ્વરીને લીગલ નોટિસ ફટકારી છે. આ નોટિસ 17 જૂન, એટલે કે ગુરુવારે આપી હતી. પોલીસે તેમને 7 દિવસની અંદર લોની બોર્ડર લોકિસ સ્ટેશને આવીને નિવેદન નોંધાવવા માટે જણાવ્યું છે.

નોટિસમાં શું કહેવામાં આવ્યું?
નોટિસમાં કહેવામા આવ્યું છે કે ટ્વિટર કમ્યુનિકેશન અને ટ્વિટર INC દ્વારા કેટલાક લોકોએ પોતાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરતા સમાજમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયત્નોને રોકવા માટે કંપની તરફથી કંઇ જ કરવામાં આવ્યું ન હતું અને આવા અસામાજિક સંદેશાઓને સતત વાઇરલ થવા દેવામાં આવ્યા હતા. પોલીસે ટ્વિટરને સ્પષ્ટતા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.

3 પોઈન્ટમાં સમજો- ગાઝિયાબાદમાં શું થયું હતું?

  • ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધ સાથે મારપીટ કરવાનો અને અભદ્ર વર્તનનો એક વીડિયો વાઇરલ થયા બાદ ટ્વિટર સહિત 9 લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને ખોટી રીતે કોમી રંગ આપવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો હતો અને તેની દાઢીને કાપી નાખવામાં આવી હતી.
  • પોલીસના જણાવ્યા મુજબ, આ મામલાની સત્યતા જુદી જ છે. પીડિત વૃદ્ધે આરોપીઓને કેટલાંક તાવીજ આપ્યાં હતાં, જેને કારણે આરોપીને પરિણામ મળ્યું નહીં, જેથી ગુસ્સે ભરાયેલા આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ ટ્વિટરે આ વીડિયોને મેન્યુપ્યુલેટેડ મીડિયા તરીકે ટેગ ન આપ્યું. પોલીસે એમ પણ કહ્યું હતું કે પીડિતે પોતાની FIRમાં જય શ્રીરામના નારા લગાવવા અને દાઢી કાપવા અંગેની વાત નોંધાવી નથી.
  • જે લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે એમાં અયુબ અને નકવી પત્રકાર છે, જ્યારે ઝુબેર ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ ઓલ્ટ ન્યૂઝના લેખક છે. ડો શમા મોહમ્મદ અને નિઝામી કોંગ્રેસના નેતા છે, જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ, ઉસ્માનીને કોંગ્રેસે ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.

ટ્વિટર કઠેડામાં કેમ?
FIRમાં નોંધવામાં આવ્યું છે કે ગાઝિયાબાદ પોલીસ તરફથી સ્પષ્ટતા કર્યા છતાં પણ આરોપીઓએ પોતાના ટ્વિટ ડિલિટ કર્યા ન હતા, જેને કારણે ધાર્મિક તણાવ વધ્યો હતો. આ ઉપરાંત ટ્વિટર ઈન્ડિયા અને ટ્વિટર કમ્યુનિકેશન ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા એ ટ્વીટને દૂર કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં. તેમની સામે IPC કલમ 153, 153-A, 295-A, 505, 120-B, અને 34 હેઠળ FIR નોંધવામાં આવી છે.