તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટની ટિપ્પણી:રાષ્ટ્રગાન માટે ઊભા ન થવું એ અનાદર, અપરાધ નહીં : હાઈકોર્ટ

શ્રીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજ લેક્ચરર સામેની FIR રદ, કહ્યું - ગુનો ત્યારે બને જ્યારે ગીતને અટકાવે કે ગરબડ કરે

જમ્મ અને કાશ્મીર હાઈકોર્ટે કહ્યું કે રાષ્ટ્રગાન માટે ઊભા ન થવું તેનો અનાદર હોઈ શકે છે. તે રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન રોકથામ એક્ટ હેઠળ ગુનો ન હોઈ શકે. જસ્ટિસ સંજીવકુમારની બેન્ચે કોલેજ લેક્ચરર ડૉ. તૌસિફ અહેમદ ભટ વિરુદ્ધ રાષ્ટ્રગાનના અનાદર મામલે નોંધાયેલી એફઆઈઆરને રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

કોર્ટે કહ્યું કે રાષ્ટ્રગાન સમયે સભામાં ચૂપચાપ ઊભા રહેવા જેવા અમુક આચરણ તેના પ્રત્યે અનાદર બતાવવા સમાન હોઈ શકે છે પણ તે અપરાધ ન હોઇ શકે. આ ફક્ત ત્યારે અપરાધ ગણાય જ્યારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રગાનને અટકાવે કે તે સભામાં ગરબડ કરવાના પ્રયાસો કરે. ત્યારે આ કૃત્યુ સંબંધિત એક્ટની કલમ 3 હેઠળ દંડનીય છે. તેમાં 3 વર્ષની કેદ કે દંડ કે બંને એકસાથે થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા થિયેટરમાં પણ રાષ્ટ્રગાન સમયે ઊભા થવાનું ફરજિયાત બનાવાયું છે.

નાગરિકની ફરજ છે કે રાષ્ટ્રગાનનું સન્માન કરે
કોર્ટે કહ્યું કે રાજ્યથી મૌલિક અને કાનૂની અધિકારોની માગ કરનાર પ્રત્યેક નાગરિકની મૌલિક ફરજ છે કે તે બંધારણનું પાલન કરે. તેના આદર્શો અને સંસ્થાનોનું સન્માન કરે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનને ઉચ્ચ સન્માનના દાયરામાં રાખે.

મામલો શું હતો?
પીઓકેમાં ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઈકની ઉજવણી માટે ગવર્નમેન્ટ ડિગ્રી કોલેજ, બાની(કઠુઆ જિલ્લા)માં 29 સપ્ટેમ્બર 2018ના રોજ એક સમારોહનું આયોજન થયું હતું. તેમાં રાષ્ટ્રગાન દરમિયાન ડાૅક્ટર ભટ ઊભા નહોતા થયા. તેના આધારે તેમના પર રાષ્ટ્રગાનના અનાદરનો આરોપ મુકાયો હતો. તેમની વિરુદ્ધ એસડીએના નિર્દેશ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...