• Gujarati News
  • National
  • Not Only Umesh Of Amravati, 10 More People Were Also Threatened With 'beheading' In Support Of Nupur Sharma BJP

અમરાવતી હત્યાકાંડમાં નવો વીડિયો:ઘૂંટણિયે બેસીને ઉમેશને ચાકૂ મારતા જોવા મળ્યા આરોપી, વધુ 10 લોકોના માથા વાઢી નાખવાની ધમકી

એક મહિનો પહેલાલેખક: આશિષ રાય

મહારાષ્ટ્રમાં અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્ડે પર થયેલા હુમલા સાથે જોડાયેલો એક નવા CCTV વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો 21 જૂનની રાતના 10 વાગ્યાના છે. જેમાં આરોપી ઉમેશને રોકીને તેના પર ચાકૂ વડે હુમલો કરતા લોકો દેખાય રહ્યાં છે. અમરાવતી પોલીસે આ વીડિયોને ફોરેન્સિક તપાસ માટે કલિના લેબ મોકલ્યો છે. ભાસ્કર ટીમ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સ્કૂલમાં લાગેલા કેમેરાથી રેકોર્ડ થયો છે. જો કે અંધારું હોવાથી આરોપીઓના મોઢા સ્પષ્ટ નથી દેખાતા. CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે ઉમેશ કોલ્હે પર બે લોકો હુમલો કરી રહ્યાં છે. જ્યારે ત્રીજી વ્યક્તિ બાઈકને પાછી વાળી રહ્યો છે. તેના બાઈકની હેડલાઈટ બે-ત્રણ વખત હુમલાખોર પર પડે છે. હુમલો કર્યા બાદ તે ત્રણેય ઘટનાસ્થળેથી ભાગી જાય છે.

અમરાવતી પોલીસે આ ઘટના સંદર્ભે 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ 8 જુલાઈ સુધી NIAની કસ્ટડીમાં છે.

ઉમેશ પર આ હુમલો તેમની દુકાનથી 100 મીટર દૂર થયો હતો. વીડિયોને ઝુમ કરીને જોવામાં આવતા એક વ્યક્તિ ઘુંટણિયે બેઠો છે. આરોપી તેના પર વાર કરી રહ્યાં છે.

અમરાવતીના ઉમેશ કોલ્હેની હત્યાના મામલે આ સાત આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે તેમનો ફોટો જાહેર કર્યો છે.
અમરાવતીના ઉમેશ કોલ્હેની હત્યાના મામલે આ સાત આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે તેમનો ફોટો જાહેર કર્યો છે.

બે ઓટો ડ્રાઈવર અને ચાર મજૂર હત્યામાં સામેલ
તપાસમાં એ વાત પણ સામે આવી છે કે ઈરફાન શેખ રહીમે જે આરોપીઓને હાયર કર્યા હતા તેમાંથી બે ઓટો ડ્રાઈવર અને અન્ય મજૂર હતા. ઈરફાને પહેલાં પોતાના NGOમાં બોલાવીને તેમનું બ્રેનવોશ કર્યું હતું, જે બાદ આરોપીઓને પૈસાની લાલચ આપીને આ હત્યાકાંડમાં સામેલ કર્યા.

આ હત્યાકાંડમાં એક NGO સંચાલક, એક વેટરનરી ડોકટર, બે ઓટો ડ્રાઈવર અને ચાર મજૂરને પોલીસે ધરપકડ કરી છ.ે મુખ્ય આરોપી છે ઈરફાન શેખ રહીમ. તે અમરાવતીના કમલા ગ્રાઉન્ડ વિસ્તારનો રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું છે કે તે 'રહબર હેલ્પલાઈન' NGO ચલાવે છે. તેના કુલ 21 મેમ્બર હતા અને તમામ અમરાવતીના રહેવાસી છે.

કોલ્હેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે?
ઉમેશ કોલ્હેની હત્યા 21 જૂને અમરાવતીના ઘંટાઘરના શ્યમ ચોકમાં થઈ હતી. કોલ્હેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેમના ગળા પર 5 ઈંચ પહોળો, 7 ઈંચ લાંબો અને 5 ઈંચ ઊંડો ઘા હતો. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચાકૂથી વારના કારણે મગજની નસને નુકસાન થયું હતું. સાથે જ શ્વાસ નળી, ખાવાની નળી અને આંખની નસને પણ ડેમેજ થયું હતું. પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓ ઈરફાન ખાન, મુદસ્સર અહમદ, શાહરુખ પઠાણ, અબ્દુલ તૌફીક, શોએબ ખાન, આતિબ રશિદ અને યુસુફ ખાનની ધરપકડ કરી છે. તો 8મો આરોપી શમીમ હજુ ફરાર છે, તેને કોર્ટમાંથી આગોતરા જામીનની માગ કરી છે.

અમરાવતીમાં વધુ 8 લોકોના માથા વાઢી નાખવાની ધમકી
ભાસ્કર ટીમે તપાસ કરતાં સામે આવ્યું છે કે આ માત્ર બે લોકોની વાત નથી, અમરાવતીમાં 8 અન્ય લોકોને નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ અને પોસ્ટ લખતાં જીવલેણ ધમકી આપવામાં આવી છે. તેમાંથી એક ડોક્ટર, બે કેમિસ્ટ, એક સરકારી કર્મચારી, એક મોબાઈલ શોપ ઓનર અને અમુક અન્ય લોકો સામેલ છે. માત્ર અમરાવતી જ નહીં, નાગપુર અને અકોલામાં પણ નૂપુર શર્માનું સમર્થન કરવા મામલે માથું વાઢવાની ધમકી આપવામાં આવી છે.

રહબર હેલ્પલાઈને પણ ધમકી આપી
ધમકી આપનારા લોકોએ સોશિયલ મીડિયા પરથી આવી પોસ્ટ તરત હટાવવા અને માફી માગતો વીડિયો જાહેર કરવા કહ્યું છે. આમાંથી અમુક કોલ આ હત્યાકાંડના મુખ્ય આરોપી ઈરફાન શેખ રહીમની એનજીઓ એટલે કે રહબર હેલ્પલાઈનથી પણ આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ધમકી કનૈયાલાલ હત્યાકાંડ પહેલાં આપવામાં આવી હતી, પરંતુ મોટા ભાગના લોકોએ આ વાત છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. માત્ર એક ડોક્ટરે આ વિશે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.

નૂપુરના સમર્થનની પોસ્ટ માત્ર 4 મિનિટ રહી, સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ

જે લોકોને નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા માટે મારી નાખવાની ધમકી મળી હતી તેમાંથી એક અમરાવતીનો મોબાઈલ શોપ ઓનર પણ છે. તેમને આપવામાં આવેલી ધમકીનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. ભાસ્કર ટીમે આ મોબાઈલ શોપના માલિકને શોધ્યા અને તે વિશે સંપૂર્ણ ઘટના સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ધમકી તેમને 10 જૂને નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી કે એ વિશે મળી હતી. તેમણે તેમના ફોન પર માત્ર 4 મિનિટ માટે એક સ્ટેટસ મૂક્યું હતું અને માત્ર 6 લોકોએ એ જોયું હતું. આટલી જ વારમાં તેમના સ્ટેટસનો સ્ક્રીન શોર્ટ વાઇરલ થઈ ગયો હતો અને તેમને 30-40 લોકોના ધમકીભર્યા ફોન આવ્યા હતા.

તમે પણ વાંચો દુકાનદાર અને ધમકાવનારી વ્યક્તિ વિશે શું વાતચીત થઈ હતી...

ધમકાવનાર- તમે જે સ્ટેટસમાં મૂક્યું છે એ વિશે વાત કરું છું.
દુકાનદાર- એ ભૂલથી થઈ ગયું.

ધમકાવનાર- શું તારી દુકાને આવવું પડશે?
દુકાનદાર- ભાઈ, હું તમારી હાથ જોડીને માફી માગું છું, હું એવો માણસ નથી.

ધમકાવનાર- તમારે આ સ્ટેટસ વ્હોટ્સએપ પર નાખવાની જરૂર જ શી હતી?
દુકાનદાર- ભાઈ મારી વાત સાંભળો, મારે કોઈ ગ્રુપમાં આવ્યું હતું અને મેં એ લગાવી દીધું.

ધમકાવનાર- હવે સાંભળો, તમારે 20 સેકન્ડનો વીડિયો બનાવવો પડશે અને એમાં તમે જે ભૂલ કરી છે તેની માફી માગવી પડશે.
દુકાનદાર- ઠીક છે ભાઈ, હું માફી માગું છું.

(આ દરમિયાન વચ્ચે બાબા નામની એક વ્યક્તિ ફોન લે છે અને દુકાનદારને ફરી ધમકાવે છે.)

બાબા- આ સ્ટેટ્સ મૂકીને તે બહુ ખોટું કર્યું છે. તારી દુકાન આવવું પડશે. અમે હજી સુધી તમારા ધર્મ વિશે કઈ કહ્યું છે?
દુકાનદાર- ના ભાઈ, હું તમારી અને તમારા આખા સમાજની માફી માંગુ છું.

બાબા- અમારા ઈસ્લામ વિશે વાત આવશે તો અમે ગળુ કાપવા અને ગળુ કાપવામાં નથી ડરતાં.

બાબા- જે xyz રાઠીએ વીડિયો ક્લિપ બનાવી છે, એવી જ ક્લિપ તુ બનાવ અમે તેને વાયરલ કરીશું.

ધમકાવનાર- હવે ભવિષ્યમાં આવી ભૂલ કરી ના કરતો, નહીં તો તારી દુકાને આવીને મળીશું.

દુકાનદાર- ભાઈ, હું 3-4 તસવીરો સિલેક્ટ કરીને સ્ટેટ્સમાં મુકવા જતો હતો તેમાં ભૂલમાંથી આ તસવીર સિલેક્ટ થઈ ગઈ.

ધમકાવનાર- હવે ઝડપથી વીડિયો બનાવ અને મારા મોબાઈલ પર મોકલ.

દુકાનદાર- ઠિક છે ભાઈ, અત્યારે લાઈટ નથી, આવે એટલે બનાવીને અડધો કલાકમાં મોકલું.

પોલીસનો દાવો છે કે ધમકી આપનારા લોકો પર અમારી નજર છે, દરેક લોકોની સુરક્ષા અમારી જવાબદારી છે.
પોલીસનો દાવો છે કે ધમકી આપનારા લોકો પર અમારી નજર છે, દરેક લોકોની સુરક્ષા અમારી જવાબદારી છે.

દુકાનદારે કહ્યું- પોલીસ એક-બે દિવસ મદદ કરે, પછી શું...
મોબાઈલ શોપ ઓનરે જણાવ્યું કે, આ ઘટના પછી તેઓ એટલા ડરી ગયા છે કે, તેણે બીજા 3 દિવસ સુધી દુકાન જ ના ખોલી. તેણે કહ્યું- મારા વ્હોટ્સએપ સ્ટેટસને એક કાવતરાના ભાગરૂપે વાઇરલ કરવામાં આવ્યું છે. હું અને મારાં પરિવારજનો એટલાં ડરી ગયાં હતાં કે અમે પોલીસ પાસે જવાનો પ્રયત્ન ના કર્યો, કેમ કે પોલીસ 1-2 દિવસ મદદ કરે અને અમારે આખી જિંદગી અહીં રહેવાનું છે. તેથી અમે આ વિશે કોઈ ફરિયાદ ના નોંધાવી અને આગળ પણ ઈચ્છું છું કે મારી ઓળખ છુપાયેલી રહે.

આરોપીઓએ જ વાઇરલ કર્યું કોલ રેકોર્ડિંગ
મોબાઈલ શોપ ઓનરે વધુમાં જણાવ્યું હતું કે જે કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે એ મેં નહીં, પરંતુ તે લોકોએ વાઇરલ કર્યું છે. મને બાજુના એક દુકાનદારે પૂછ્યું કે નૂપુર શર્માના સમર્થનમાં કોઈ સ્ટેટસ લગાવ્યું હતું? આ ઘટના 10 તારીખની છે અને મને 11 તારીખથી ધમકી ભરેલા ફોન આવવા લાગ્યા છે. ત્યાર પછી મેં બે દિવસ સુધી મારો ફોન બંધ રાખ્યો અને 14 તારીખે ફરી જ્યારે ફોન ચાલુ કર્યો ત્યારે પણ અમુક લોકોની ધમકી આવી હતી. જે લોકો મને ધમકી આપી રહ્યા છે તે જ લોકો મારું રેકોર્ડિંગ વાઇરલ કરી રહ્યા છે.

માફી માગી એટલે ફરિયાદ ના કરી
દુકાનદારે વધુમાં જણાવ્યું હતું કે મારે અહીં ધંધો કરવાનો છે અને અહીં જ રહેવાનું છે તેથી મેં પોલીસ ફરિયાદ ના કરી. અમારી વાત 25 દિવસ જૂની છે અને હવે અમને કોઈ મુશ્કેલી નથી. તેથી અમારે કોઈ ફરિયાદ કરવી પણ નથી. જોકે આ ઘટનાની માહિતી મળતાં 28 જૂને ક્રાઈમ બ્રાન્ચના લોકો અમારી પાસે આવ્યા હતા અને તેમણે મારું નિવેદન નોંધ્યું હતું. તેમણે મારી માફી સ્વીકારી લીધી, તેથી હવે હું કોઈ પોલીસ ફરિયાદ કરવા નથી માગતો.

દુકાનદારે વધુમાં જણાવ્યું હતું કે તેમણે મને ધમકીઓ આપી, ગાળો આપી અને જીવથી મારવાની ધમકી આપી. ડર તો બહુ લાગે છે પણ પરિવાર માટે દુકાન આવવું પણ જરૂરી છે.

ધમકીઓને કારણે નાગપુરની એક વ્યક્તિ અંડરગ્રાઉન્ડ
અમરાવતીના આ મોબાઈલ શોપ ઓનરની જેમ જ નાગપુરમાં પણ અમુક લોકોએ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરતા તેમને પણ મારવાની ધમકી આપવામાં આવી હતી. અહીં વર્ધમાનનગર વિસ્તારમાં રહેતા એક 22 વર્ષના યુવકે 14 જૂનના રોજ ઈન્સ્ટાગ્રામ પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. ત્યાર પછી તેને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી. આ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી હટાવ્યા પછી પણ તેને ગળું કાપી નાખવાની ધમકીઓ મળતી હતી. પીડિતે 15 જૂને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી 17 જૂને અમુક લોકો તેના ઘરે પહોંચ્યા હતા. ધમકીઓથી પરેશાન થઈને યુવકે તેનાં માતા-પિતા સાથે નાગપુર શહેર છોડી દીધું.
જોકે નાગપુર પોલીસ-ઈન્સ્પેક્ટર અમિતેશ કુમારે કહ્યું હતું કે પોલીસની આ ઘટના પર સંપૂર્ણ નજર છે અને દરેકની સુરક્ષાની જવાબદાર પોલીસ છે. ઘટના પછીથી આ સંપૂર્ણ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ વ્હોટ્સએપ પોસ્ટને કારણે ઉમેશની હત્યા કરાઈ

અન્ય સમાચારો પણ છે...