• Gujarati News
  • Dvb original
  • Not Only Hindu Houses And Durga Pandals, But Also Cattle Were Stolen By Miscreants, Find Out The Story Of 5 Days Of Fear

બાંગ્લાદેશમાં હિન્દુઓના હાલ બેહાલ:હિન્દુઓનાં ફક્ત ઘર અને દુર્ગા પંડાલો જ તોડ્યાં નહીં, પશુઓ પણ ચોરીને લઈ ગયા, જાણો ભયના 5 દિવસની કહાની

2 મહિનો પહેલા
  • 13થી 17 ઓક્ટોબર વચ્ચે બાંગ્લાદેશમાં મોટે પાયે હિંસા થઈ
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થયા, હિન્દુઓનાં ઘરો સળગાવી દેવામાં આવ્યાં હતાં

વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે દુર્ગા પૂજા પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના સંદર્ભમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. 13થી 17 ઓક્ટોબર વચ્ચે બાંગ્લાદેશમાં મોટે પાયે હિંસા થઈ. દુર્ગા પંડાલો તોડી પાડવામાં આવ્યા હતા. હિન્દુઓનાં ઘરો સળગાવી દેવામાં આવ્યાં હતાં. હિન્દુઓ પર હુમલા થયા. હિંસા હજુ પણ સંપૂર્ણપણે બંધ થઈ નથી.

દરમિયાન, બાંગ્લાદેશના એક જાણીતા વકીલ, સ્વાતંત્ર્યસૈનાની અને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ, ક્રિશ્ચિયન કાઉન્સિલના જનરલ સેક્રેટરી રાણા દાસગુપ્તા અને હિંસા થઈ હોય તેવા વિસ્તારોમાંથી એક ચિતગોંગમાં રહેતા ટીપુ ડેએ ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે કરવામાં આવી રહેલી ક્રૂરતાં બાબતે જણાવ્યું છે. વાંચો આ અહેવાલ ..

પ્રથમ કહાની ટીપુ મુજબ, જેમની ઉંમર 28 વર્ષ છે, બંગાળી હિન્દુ પરિવાર સાથે સંબંધ ધરાવે છે...
13 ઓકટોબરની વાત છે. સવારથી જ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાઇરલ થયો હતો કે કોમિલ્લા શહેરના નાનુઆ દિધિર પર પ્યજા મંડપમાં પવિત્ર કુરાનનું અપમાન થયું છે. બધા એકઠા થાય અને એનો વિરોધ કરવામાં આવે. જોતજોતાંમાં હિંસાના સમાચાર મળવા લાગ્યા.

'હું ચિતગોંગમાં રહું છું. મેં મારી 28 વર્ષની વયમાં અત્યારસુધીમાં આવી હિંસા જોઈ નથી. મારા ઘરની આસપાસ તો બધું શાંત હતું, પરંતુ શહેરમાં હિન્દુઓનાં ઘર, દુકાનો પર હુમલા ઠગાઇ રહ્યા છે.

હુમલા કરનારા લોકોને જે મળ્યું એ લઈ ગયા. મંદિરના તોડવામાં આવી રહ્યું છે. ઘરો પર પથ્થરમારો કરવા લાગ્યા. લોકોનો સમાન, રૂપિયા જે દેખાયું એ લઈ ગયા.'

'સરકાર કહી રહી છે કે અમે સ્થિતિ પર નિયંત્રણ મેળવી રહ્યા છીએ, પરંતુ ગ્રાઉન્ડ પર સ્થિતિ એકદમ વિપરીત છે. હિન્દુ હોવાને કારણે અમે પણ ભયભીત હતા. અમને લાગ્યું કે હિંસા ક્યાંક અમારા ઘર સુધી ન પહોંચી જાય. નોઆખાલી વિસ્તારમાં મારા દોસ્ત રહે છે. તેમના ઘરે હુમલો થયો. તેમનાં અનેક સગાં-સંબધી રાતોરાત ઘર છોડીને જતાં રહ્યાં. હાલમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ખૂબ જ ડરી રહ્યા છે. અનેક લોકો પીડાદાયક જીવન જીવવા માટે મજબૂર છે. અમે સંપૂર્ણપણે અસલામત હોવાનું અનુભવી રહ્યા છીએ, પણ અમારામાંથી કોઈપણ બાંગ્લાદેશ છોડવા નથી માગતા, કારણ કે આ અમારી માતૃભૂમિ છે અને અમે બાંગ્લાદેશી છીએ. અમે અહીં જ સન્માન અને સુરક્ષા સાથે જીવવા માગીએ છીએ.

અહીં હિન્દુઓને સરકારની વ્યવસ્થાથી કોઈ મુશ્કેલીઓ નથી. અનેક વિસ્તારોમાં પોલીસે તરત જ સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો છે, પરંતુ અમને કમ્યુનલ ફોર્સીઝનું જોખમ છે. અહીં સ્થિતિ હજી પણ સામાન્ય નથી. આજે જ સમાચાર પત્રમાં સમાચાર આવ્યા છે કે હિંસા કરનારાઓની ઓળખ કરવામાં આવી છે, પરતું હજી સુધી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા નથી. અમે ભયભીત છીએ.

બીજી કહાની રાણા દાસગુપ્તા મુજબ, જે બાંગ્લાદેશના જાણીતા વકીલ છે
"અત્યારે બાંગ્લાદેશની પરિસ્થિતિ તેને હાલના અફઘાનિસ્તાન જેવી બની રહી છે. હું એક સ્વાતંત્ર્યસૈનાની છું. હું વકીલ છું. હિંદુ બૌદ્ધ, ખ્રિસ્તી પરિષદના મહામંત્રી. જ્યારે હું ખૂબ ડરી ગયો છું, તેથી તમે કલ્પના કરી શકો છો કે અહીં રહેતા એક સામાન્ય હિન્દુના મનમાં કેવો ગભરાટ હશે. હાલની જે ઘટના બની છે એ હિંદુઓને દેશમાંથી હાંકી કાઢવાનું એક મોટું ષડયંત્ર છે. સાંપ્રદાયિક શક્તિઓ નથી ઇચ્છતી કે લઘુમતીઓ આ દેશમાં રહે. "

આ વાતો આંકડાથી સાબિત થઈ રહી છે. પાકિસ્તાન બનવાના સમયે હિન્દુઓની વસતિ 29.7% હતી. બાંગ્લાદેશ બનવા સમયે આ 20% આસપાસ આવી ગઈ હતી અને હવે આ 9% જેટલી લગભગ રહી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશ બન્યું ત્યારે પાકિસ્તાની સેનાએ મોટા પ્રમાણમાં હિન્દુઓને ભગાડ્યા અને કચડયા હતા. બાંગ્લાદેશના બંધારણમાં ધર્મનિરપેક્ષ શબ્દ જોડવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ 1977માં જિયા-ઉર-રહેમાનની સેના તાનાશાહી દરમિયાન એક માર્શલ લો નિર્દેશ દ્વારા સેક્યુલરિઝમ (ધર્મનિરપેક્ષ)ને બંધારણમાંથી દૂર કરવામાં આવ્યો.

હુસૈન મુહમ્મદ ઇરશાદની અધ્યક્ષતામાં 1988માં બાંગ્લાદેશમાં ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે અપનાવવામાં આવ્યો હતો. "બિનસાંપ્રદાયિકતા"ને "સર્વશક્તિમાન અલ્લાહમાં સંપૂર્ણ વિશ્વાસ" સાથે બદલવામાં આવ્યું હતું.

કમ્યુનલ ફોર્સીઝ સરકારની અંદર અને બહાર બંને જગ્યાએ કામ કરી રહી છે. હાલના સમયમાં લઘુમતી સમુદાયમાં કોઈપણ નેતા બાબતે કોન્ફિડન્સ નથી. જો સરકારે માઈનોરિટીને નહીં બચાવે તો બાંગ્લાદેશ ખૂબ જ જલદી હાલનું અફઘાનિસ્તાન બની જશે. દુર્ભાગ્યની વાત એ છે કે હાલમાં જે હિંસા થઈ રહી છે એમાં સરકારના અનેક નેતાઓ પણ નજરે પડી રહ્યા છે.

કોમવાદી શક્તિઓ વર્ષોથી બાંગ્લાદેશને પાકિસ્તાન જેવું બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં લઘુમતીઓમાં હિન્દુઓ બહુમતીમાં છે, તેથી હિંદુઓએ પણ વધુમાં વધુ હુમલા સહન કરવા પડી રહ્યા છે. અમને બચાવવા માટે સરકારના અત્યારસુધીના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે.

(દિવ્ય ભાસ્કરના સંવાદદાતા અક્ષય બાજપેયી સાથેની વાતચીતના આધારે)

અન્ય સમાચારો પણ છે...