• Gujarati News
  • National
  • Not All Is Well In Congress, Education Minister's Claim On JEE NEET Students Want Exams To Be Held, 41st Meeting Of GST Council Today

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોંગ્રેસમાં બધુ જ ઠીક નથી, JEE-NEET અંગે શિક્ષણ પ્રધાનનો દાવો-વિદ્યાર્થી ઈચ્છે છે કે પરીક્ષા યોજાય, GST કાઉન્સિલની આજે 41મી બેઠક

એક વર્ષ પહેલા

એવા સમાચારો જેની પર આજે નજર રહેશે

  • આજે GST કાઉન્સિલની 41મી બેઠક યોજાશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાશે. ત્યારબાદ બપોરે એક વાગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેવેન્યુમાં જે ઘટાડો થયો છે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા થઈ શકે છે.
  • આજે અમેરિકામાં રિપબ્લિકન નેશનલ કન્વેશનનો છેલ્લો દિવસ છે.જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્પીચ આપશે. આ સાથે જ ટ્રમ્પ સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર બની જશે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સનો UAEમાં ક્વોરન્ટીનનો સમયગાળો પૂરો થઈ ગયો છે. સાંજ સુધીમાં ત્રણેય ટીમના ખેલાડીઓનો ત્રીજો કોરોના રિપોર્ટ પણ આવી ગયો જે નેગેટિવ આવ્યો છે. હવે આ ટીમ ટ્રેનિંગ શરૂ કરી દેશે.
  • કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા બાબતોના પ્રધાન થાવર ચંદ ગેહલોત આજે ''કિરણ'' હેલ્પલાઈન નંબર લોંચ કરશે. તેના મારફતે મેન્ટલ હેલ્થથી પરેશાન વ્યક્તિ 1800-599-0019 પર કોલ કરી શકે છે.

1. શિક્ષણ પ્રધાને કહ્યું- વિદ્યાર્થી અને તેમનો પરિવાર પણ ઈચ્છે છે કે પરીક્ષા યોજાય
1લી સપ્ટેમ્બરથી JEE ની મુખ્ય પરીક્ષા તથા 13 સપ્ટેમ્બરના રોજ NEETની પરીક્ષા યોજાવાની છે. જોકે, સોશિયલ મીડિયાથી લઈ માર્ગો સુધી આ પરીક્ષાના વિરોધમાં ભારે પ્રદર્શન થઈ રહ્યું છે. જ્યારે, શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે દાવો કર્યો છે કે વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર પણ ઈચ્છે છે કે પરીક્ષા યોજાય. રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે JEE માટે રજિસ્ટર્ડ 8.58 લાખ વિદ્યાર્થી પૈકી 7.25 લાખ વિદ્યાર્થીએ એડમિશન કાર્ડ ડાઉનલોડ પણ કરી લીધા છે. NEET માટે પણ એડમિશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું છે કે સરકાર આ પરીક્ષા હાલ પૂરતા મોકૂફ રાખવા માંગે છે.કોંગ્રેસ પણ પરીક્ષાનો વિરોધ કરી રહી છે.

JEE-NEET પરીક્ષા અંગે ગઈકાલે શું શું થયું(વાંચો વિગતવાર)

2. સુશાંત સિંહના કેસમાં હવે ડ્રગ એંગલની એન્ટ્રી, રિયાની વોટ્સએપ ચેટ સામે આવી
સુશાંત સિંહ રાજપૂતના કેસની CBIએ તપાસ શરૂ કર્યાંને આજે 7 દિવસ પૂરા થશે. અલબત આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે અને આ એંગલ "ડ્રગ એંગલ" છે. હકીકતમાં રિયા ચક્રવર્તીનો ડ્રગ્સ કનેક્શન સાથે જોડાયેલ ત્રણ વર્ષ જૂની એક વોટ્સએપ ચેટ સામે આવી છે. તેમા રિયા કોઈ ગૌરવ નામની વ્યક્તિ સાથે ડ્રગ્સને લઈ વાત કરી રહી છે. ગૌરવને ડ્રગ ડીલર માનવામાં આવે છે. એક ચેટમાં રિયાએ ગૌરવને પૂછ્યું કે ''શું તારી પાસે MD છે? આ MDનો અર્થ મેથિલીન ડાઈઓક્સી મેથામફેટામાઈન' માનવામાં આવે છે, જે એક ડ્રગ્સ છે. હવે આ કેસમાં ડ્રગ્સ એંગલની એન્ટ્રી બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો એટલે કે NCB પણ રિયાની એક-બે દિવસમાં પૂછપરછ કરી શકે છે.

રિયા અને ગૌરવની ચેટમાં શું વાતો થઈ?(વાંચો વિગતવાર)

3. કોરોના વેક્સીનના બીજા તબક્કામાં ટ્રાયલ શરૂ, પુણેમાં 5 લોકોને વેક્સીનનો ડોઝ અપાયો
બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા એસ્ટ્રાજેનેકા કોરોનાની એક વેક્સીન તૈયાર કરી રહી છે, જેનું નામ AZD1222 છે.ભારતમાં આ વેક્સીનને ''કોવિશીલ્ડ'' નામથી લોંચ કરવામાં આવશે. બુધવારે આ વેક્સીનના બીજા તબક્કાનો ટ્રાયલ પણ શરૂ થઈ ગયો છે. પુણેમાં 5 લોકોને આ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. 5 લોકોને આ વેક્સીનનો જે ડોઝ આપવામાં આવે છે તે લોકોને આગામી બે મહિના સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ભારતમાં આ વેક્સીનનું પ્રોડક્શન સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ વેક્સીન સલામત હોવાનું સાબિત થયુ છે.

ટ્રાયલ સફળ રહેશે તો વેક્સીન ક્યાં સુધી આવશે?(વાંચો વિગતવાર)

પુણેમાં કોરોના સંક્રમિતને વેક્સીનનો ડોઝ આપતા ડોક્ટર
પુણેમાં કોરોના સંક્રમિતને વેક્સીનનો ડોઝ આપતા ડોક્ટર

4. કોંગ્રેસમાં બધુ જ ઠીક નથી, સિબ્બલે કહ્યું- સમર્થન માટે વ્યવસ્થા કરવી પડે છે
સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાઈ હતી, જેથી નવા અધ્યક્ષની પસંદગી કરી શકાય. પણ સાંજ થતા-થતા સોનિયા ગાંધીને આગામી 6 મહિના સુધી અંતરિમ અધ્યક્ષ તરીકે ચૂંટી લેવામાં આવ્યા. તે દિવસે કેટલાક નાટ્યાત્મક ઘટના ક્રમ જોવા મળ્યા હતા. કોંગ્રેસમાં જે આંતરિક મતભેદ પ્રવર્તિ રહ્યો છે તે ખુલ્લીને સામે આવી ગયો હતો. અલબત, કોંગ્રેસમાં આ આંતરિક મતભેદ હજુ પણ ખતમ થવાનું નામ લેતો નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે હવે એક નવુ ટ્વિટ કર્યું છે. તેમા તેમણે લખ્યુ છે કે "સિદ્ધાંતો માટે લડતી વખતે...જીવનમાં, રાજનીતિમાં, અદાલતમાં, સામાજીક કાર્યકર્તાઓ વચ્ચે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર....વિપક્ષ તો મળી જ જાય છે, પણ સમર્થન માટે વ્યવસ્થા કરવી પડે છે. એવી પણ માહિતી મળી છે કે સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર વાતચીત કરી છે.

કોંગ્રેસમાં બુધવારે શું શું થયું?(વાંચો વિગતવાર)

5. 64 વર્ષના દાઉદની 37 વર્ષની ગર્લફ્રેન્ડ, ઈમરાનની પણ ખાસ
કેટલાક દિવસ અગાઉ પાકિસ્તાને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં હોવાની વાત સ્વીકારી હતી. હવે દાઉદની નવી ગર્લફ્રેન્ડનું નામ પણ સામે આવ્યું છે. એવી માહિતી મળી રહી છે કે 64 વર્ષિય દાઉદની 37 વર્ષની પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાત છે. મેહવિશ ફક્ત દાઉદની જ નહીં, પણ અનેક ક્રિકેટર્સ તથા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પણ ખાસ છે. ગયા વર્ષે મેહવિશનું પાકિસ્તાનના નાગરિક પુરસ્કારો પૈકી એક તમગા-એ-ઈમ્તિયાઝથી સન્માન કરવામાં આવ્યુ હતું.

દાઉદ સાથેના સંબંધો અંગે શું કહ્યું મહેવિશ હયાતએ?(વાંચો વિગતવાર)

37 વર્ષને મેહવિશે આઈટમ સોંગ સાથે કેરિયરની શરૂઆત કરી હતી
37 વર્ષને મેહવિશે આઈટમ સોંગ સાથે કેરિયરની શરૂઆત કરી હતી

6. હવે વાત IPLની કરશું, કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ટ્રેનિંગ શરૂ
કોરોના વાઈરસને લીધે આ વખતે UAEમાં IPL યોજાઈ રહી છે. કેટલીક ટીમ ત્યાં પહોંચી પણ ગઈ છે. આ માટે BCCIના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર એટલે કે SOP પણ જારી કરવામાં આવેલી છે. તે પ્રમાણે UAE પહોંચતા ખેલાડીઓના પહેલા, ત્રીજા અને છટ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો હોય છે. ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડીઓની તાલીમ શરૂ કરી દેશે. બુધવારે રાજસ્થાન રોયલ્સ તથા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હવે તેમની ટ્રેનિંગ પણ શરૂ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બરથી IPLની શરૂઆત થશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે.

UAEમાં યોજાનારી IPL માટે BCCIનો શું પ્લાન છે?(વાંચો વિગતવાર)

આજનો ઈતિહાસ

  • આજના દિવસે વર્ષ 1985માં નાઈઝીરિયામાં મેજર જનરલ મોહમ્મદ બુહારીની સરકારને ઉથલાવી પાડવામાં આવી હતી. તેમની જગ્યાએ જનરલ ઈબ્રાહિમ બાબનગિદા નવા શાસક બન્યા હતા.
  • 27 ઓગસ્ટ 1999ના રોજ સોનાલી બેનર્જી ભારતની પ્રથમ મહિલા મરીન એન્જીનિયર બની હતી. જે સમયે સોનાલી મરીન એન્જીનિયર બની હતી ત્યારે તેની ઉંમર ફક્ત 22 વર્ષની હતી.
  • વર્ષ 1604માં આજના દિવસે શીખો માટે સૌથી વધુ શ્રદ્ધેય અમૃતસર સ્થિત હરમંદિર સાહિબમાં ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપના કરવામાં આવી હતી
  • આજના દિવસે જ 150 વર્ષ પૂર્વે વર્ષ 1870માં દેશમાં પ્રથમ મજદૂર સંગઠન શ્રમજીવી સંઘની સ્થાપના થઈ હતી.

અંતે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના કેટલાક શબ્દ, જે તેમણે વિદ્યાર્થીઓ માટે કહ્યા હતા....

અન્ય સમાચારો પણ છે...