તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Not 70 Acres, Now It Will Be In 107 Acres Ram Mandir Complex, Land Purchased By The Trust

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકરમાં થશે રામ મંદિર પરિસર, ટ્રસ્ટે ખરીદી જમીન

અયોધ્યા2 મહિનો પહેલા
બન્યા પછી કઈક આવુ દેખાશે રામ મંદિર (ફાઈલ ફોટો)

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલુ છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે હવે રામ મંદિર પરિસર 107 એકરના ક્ષેત્રમાં બનાવવામાં આવશે. પહેલા આ જગ્યા માત્ર 70 એકરની હતી.

ટ્રસ્ટના જણાવ્યા મુજબ શ્રીરામ જન્મભૂમિ પરિસરની આસપાસ ટ્રસ્ટે 7285 સ્ક્વાયર ફીટ જમીન ખરીદી છે. જે પછીથી હવે રામ મંદિર પરિસરનું નિર્માણ 107 એકરમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ વિવાદ પર આવેલા નિર્ણય પછી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 70 એકર જમીન મળી ગઈ હતી. જે પહેલા કેન્દ્ર સરકારને આધીન હતી. જોકે હવે ટ્રસ્ટ તરફથી આસપાસની બીજી કેટલીક જમીન ખરીદવામાં આવી છે. જેથી રામ મંદિર પરિસરને ભવ્ય અને વિશાળ રૂપમાં બનાવી શકાય.

અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તે પછીથી જ અહીં કામ કરવામાં આવી રહ્યું છે. રામ મંદિરનો નકશો પાસ થઈ ગયો છે, પાયાનું કામ કરવામાં આવી રહ્યું હતું અને તે પ્રમાણે ડિઝાઈનમાં અપડેટ કરવામાં આવી રહ્યું હતું.

રામ મંદિર પરિસરમાં શું-શું થશે ?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, રામ જન્મભૂમિ પરિસરમાં લગભગ પાંચ એકરના વિસ્તારમાં રામલલાનું મંદિર બનશે. તે સિવાય અન્ય ક્ષેત્રમાં અન્ય ઘણા મંદિર બનશે, મુસાફરો માટે સુવિધા હશે, મ્યુઝિયમ, લાઈબ્રેરી જેવા સ્થાનોનું પણ નિર્માણ કરાવવામાં આવશે. મંદિર માટે લાંબા સમયથી પથ્થરોને કોતરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

કોતરવામાં આવેલા પથ્થરો (ફાઈલ ફોટો)
કોતરવામાં આવેલા પથ્થરો (ફાઈલ ફોટો)

આ કંપનીઓ કરી રહી છે નિર્માણ
અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણ માટે ટ્રસ્ટે ઘણી કંપનીઓની સાથે સમજુતી કરી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, લાર્સન એન્ડ ટુરબો લિમિટેડને શ્રીરામ મંદિરના નિર્માણ માટે નિમવામાં આવી છે.

આ સિવાય મંદિર ક્ષેત્રમાં તીર્થયાત્રીઓ માટે સુવિધાઓને વિકાસિત કરવા માટે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને ડિઝાઈન એન્ડ એન્જિનિયરીગની સાથે ટ્રસ્ટને કરાર થયો છે.

44 દિવસો સુધી ચાલ્યુ ડોનેશન અભિયાન
ટ્રસ્ટ તરફથી આ વર્ષની શરૂઆતમાં મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી ડોનેશન એકત્રિત કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ડોનેશન અભિયાનમાં લગભગ 2100 કરોડ રૂપિયાનું ફન્ડ એકત્રિત થયું છે.

ટ્રસ્ટ તરફથી રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે કુલ 44 દિવસ સુધી ચાલ્યુ હતું. આ અંતર્ગત અલગ-અલગ જગ્યાઓથી ફન્ડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, લગભગ 10 લાખ ટોળાઓમાં 40 લાખ કાર્યકર્તાઓએ દેશવ્યાપી અભિયાન ચલાવ્યું, જેમાં 2100 કરોડ રૂપિયાનો ફાળો એકત્રિત થયો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો