મહત્વપૂર્ણ ચુકાદો:મંદિરની દુકાનોની હરાજીમાં બિન હિન્દુઓને બાકાત ન રખાય: સુપ્રીમ

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક

હિન્દુ-મુસ્લિમ ભેદભાવ દૂર કરવા સંદર્ભે સુપ્રીમકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આંધ્ર પ્રદેશના કુરનૂલના મલ્લિકાર્જુન સ્વામી મંદિર પરિસરમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોની હરાજીમાં વિધર્મીઓએ ભાગ લેવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું રદ કર્યું છે.

જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની બેન્ચે દુકાનોની હરાજીમાં તમામ ધર્મોના લોકોને ભાગ લેવા મંજૂરી આપતાં કહ્યું કે વિધર્મીઓને ધર્મના આધારે હરાજીમાં ભાગ લેવાથી વંચિત ન રાખી શકાય. તમે વિધર્મીઓ વાંસ, ફૂલો, રમકડાં કે મૂર્તિઓ ન વેચી શકે એવું ન કહી શકો.

અમે મંદિરની દુકાનોની હરાજી અને લીઝની પ્રક્રિયામાંથી કોઇને ધર્મના આધારે બાકાત ન રાખવા આદેશ કરીએ છીએ. વિધર્મીઓને હરાજીમાં ભાગ લેવાથી વંચિત રાખતા જાહેરનામા વિરુદ્ધની સૈયદ જાની બાશા નામની એક વ્યક્તિની અરજી આંધ્ર હાઇકોર્ટે ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...