• Gujarati News
  • National
  • Non Gandhi Will Lead The Congress, The Final Decision Will Be Taken By The Gandhi Family

કોંગ્રેસ ચિંતન શિબિર:કોંગ્રેસનું સુકાન બિન-ગાંધી સંભાળે, આખરી નિર્ણય ગાંધી પરિવાર લેશે

નવી દિલ્હી /ઉદયપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખરે ઘી ઢોળાયું ખીચડીમાં જ...

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના માળખાગત અને કામની પદ્ધતિમાં ફેરફારના સંકેત સાથે પક્ષની ત્રિદિવસીય ઉદયપુર ચિંતન શિબિર શરૂ થઈ ગઈ છે. તેમાં પક્ષ હતાશાના લાંબા ગાળામાંથી બહાર આવવા નવા સંકલ્પો કરવા ચિંતન કરી રહી છે. 21મી સદીમાં પક્ષની આ ત્રીજી ચિંતન શિબિર એવા સમયે થઈ રહી છે, જ્યારે કોંગ્રેસને “પુનર્જીવિત’ કરવા હાઈ કમાન્ડની ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર સાથે વાતચીત ઠપ થઈ ચૂકી છે.

જોકે, પક્ષના સૂત્રોએ સ્વીકાર્યું છે કે, કોંગ્રેસના વિચાર મંથનના પાંચ મોટા મુદ્દામાંથી ચારમાં પ્રશાંત કિશોરના ફોર્મુલા દેખાઈ રહી છે. આ પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયે લોકોને કોંગ્રેસ પાસે મોટી આશાઓ છે. આ માટે કોંગ્રેસ મૂળભૂત ફેરફારો પર ભાર મૂકે છે. ચિંતન શિબિરમાં નેતાઓ કંઈ પણ કહેવા સ્વતંત્ર છે. તમે સૂચનો આપો, પરંતુ બહાર એક જ સંદેશ જવો જોઈએ કે, આપણે એક સંગઠન તરીકે એક છીએ.

અગાઉ સોનિયા ગાંધીના નિવાસ 10, જનપથ પર પ્રશાંત કિશોર સાથે જુદા જુદા સત્રમાં આશરે 25 કલાકની વાતચીત થઈ ચૂકી છે. પીકેએ કોંગ્રેસ હાઈ કમાન્ડ સમક્ષ 85 સ્લાઈડ્સનું પ્રેઝન્ટેશન કર્યું હતું, જેને ફગાવી દેવાયું હતું.

કોંગ્રેસના આ ચાર સૂત્રો પીકેની ફોર્મ્યુલા જેવા...

  • કોંગ્રેસના અંતિમ નિર્ણય ભલે ગાંધી પરિવાર લે, પરંતુ પક્ષ અધ્યક્ષ ગાંધી પરિવારના બહારના નેતા હોય. તે અસરકારક રહેશે.
  • પક્ષ સંગઠનને યુવા બનાવાય. સંગઠનને “પેન્શનભોગી માનસિકતા’ના નેતાઓથી મુક્ત કરાય.
  • પક્ષમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ ભાગીદારી નિશ્ચિત કરાય.
  • જન આંદોલન કરવાની કોંગ્રેસની ગાંધીવાદી નીતિ અપનાવાય.
  • સંઘ વિરુદ્ધ ગાંધી પરિવારને લઈને રાષ્ટ્રવ્યાપી ચર્ચા છેડાય.

કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે ત્રણ અભિપ્રાય
કોંગ્રેસ ચિંતન શિબિરમાં પક્ષના સુકાન કોને સોંપવું તે મુદ્દે કોઈ સત્ર નથી રખાયું. આ મુદ્દે ત્રણ અભિપ્રાય છે. 1. અધ્યક્ષ કોઈ બિન-ગાંધી હોય 2. સોનિયા ગાંધી જ પક્ષનું સુકાન સંભાળે અને 3. રાહુલ ગાંધીની અધ્યક્ષ તરીકે વાપસી થાય. સૂત્રોનું કહેવું છે કે, કોઈ પણ મોટા અને સંવેદનશીલ મુદ્દાનો અંતિમ નિર્ણય ગાંધી પરિવાર પર છોડી શકાય છે.

કોંગી નેતાઓએ આ પ્રસ્તાવો પર પણ ચર્ચા કરી

  • સંગઠનના તમામ હોદ્દામાંથી 50% પર 50 વર્ષથી ઓછા વયના નેતાને પ્રાથમિકતા.
  • મોંઘવારીથી લઈને ખેડૂતો, બેરોજગારી, મંદી, કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દે જનઆંદોલન કરીને સ્થાનિક પક્ષોને પણ તેમાં જોડવાનો પ્રયાસ.
  • ટિકિટ લેનારા નેતાએ પક્ષ માટે પાંચ વર્ષ કામ કર્યું હોવું જોઈએ.
  • એક ફેમિલી ટિકિટ ફોર્મુલા પણ લાગુ કરાઈ, જેમાં એકવાર પક્ષના હોદ્દા પર રહ્યા પછી ત્રણ વર્ષનો કુલિંગ પીરિયડ પણ હશે, જેથી અન્યોને તક મળે.
  • આ ઉપરાંત સૌથી મહત્ત્વનો પ્રસ્તાવ લઘુમતીઓ, દલિતો અને ઓબીસી સમાજના નેતાઓ માટે 50% અનામત નક્કી કરાય.
અન્ય સમાચારો પણ છે...