ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યુ છે કે લોકડાઉન દરમિયાન નોન-કોવિડ દર્દીઓને સારવાર મારે ભારે મુશ્કેલીઓ પડી. ICMRના એક નવા અભ્યાસ મુજબ, લોકડાઉનના કારણે બે તૃત્યાંસ નોન-કોવિડ દર્દીઓને રૂટિન ચેકઅપ અને હોસ્પિટલ જવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
અભ્યાસમાં સામેલ 69% નોન-કોવિડ દર્દીઓને રૂટિન ચેકઅપ, 67%ને ડે-કેર પ્રક્રિયા અને 61%ને હોસ્પિટલ પહોંચવા માટે મુશ્કેલીઓ પડી. જ્યારે, 59%ને ડોકટરોની એપોઈંટમેન્ટ, 56%ને ઈમરજન્સી સારવાર, 47%ને દવાઓ મંગાવવા અને 46%ને હેલ્થકેરમાં વિલંબ થવા જેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. ICMRએ જણાવ્યુ હતું કે ક્રોનિક નોન-કમ્યુનિકેબલ ડીસીઝ વાળા લોકોને આ દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો.
લોકડાઉનનો પ્રથમ તબક્કો 25 માર્ચ 2020થી શરૂ થયો હતો
દેશમાં કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન, માર્ચ 2020માં સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પ્રથમ લોકડાઉન 21 દિવસ માટે લાદવામાં આવ્યું હતું. બાદમાં તેને વધુ 19 દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. તેનો પ્રથમ તબક્કો 25 માર્ચથી 14 એપ્રિલ સુધી લાગુ રહ્યો હતો અને બીજો તબક્કો 15 એપ્રિલથી 3 મે સુધી ચાલ્યો હતો. આ પછી પણ, વિવિધ તબક્કામાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન અમલમાં રહ્યું. હાલમાં પણ દેશના ઘણા ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા
હાલમાં, કોરોના મહામારીના બીજા તબક્કાની પીક સમાપ્ત થઈ ગઇ છે અને ત્રીજી લહેર આવવાની આશંકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે. રવિવારે 36,028 નવા દર્દીઓ મળી આવ્યા. 39,828 સાજા થયા અને 447 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે નવા દર્દીઓ કરતાં વધુ દર્દીઓ સાજા થયા હતા.
નવા દર્દીઓની સંખ્યા છેલ્લા 14 દિવસમાં સૌથી ઓછી
એ પણ રાહતની વાત નવા દર્દીઓનો આંકડો છેલ્લા 14 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલા 26 જુલાઈએ 30,820 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અહતો. કેરળમાં પણ કેસમાં ઘટાડો થયો છે. અહીં રવિવારે 18,607 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 20,108 સાજા થયા અને 93 લોકોના મોત થયા હતા. અહીં આના એક દિવસ પહેલા 20,367 કેસ આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.