તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Non bailable Warrant Against Mumbai Attack Mastermind Hafiz Saeed, NIA Court Proceedings In Money Laundering Case

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરર ફંન્ડિંગ:મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ, મની લોન્ડ્રીંગ કેસમાં NIA કોર્ટની કાર્યવાહી

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

દિલ્હીમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) કોર્ટે લશ્કર-એ-તોઈબાના ચીફ અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફંન્ડિંગ સાથે જોડાયેલ લોન્ડ્રીંગ કેસમાં EDના આરોપી પર હાફિઝ સહિત 3 અન્ય સામે આ ચુકાદો આવ્યો છે.

હાફિઝ અત્યારે પાકિસ્તાનની જેલમાં બંધ છે. તે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી છે. તેમા 166 લોકોના મૃત્યુ થયું હતું. આ કેસમાં હાફિઝના આશરે 3 લાખ લોકો સામે પણ વોરંટ જારી કર્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફન્ડિંગ કેસમાં હાફિઝના સાથી

 • જહૂર અહેમદ શાહ, કાશ્મીરી બિઝનેસમેન
 • અલ્તાફ અહેમદ શાહ ઉર્ફે ફંટૂસ, અલગતાવાદી
 • નવલ કિશોર કપૂર, UAEના બિઝનેસમેન

પાકિસ્તાનમાં પણ હાફિઝ સઈદના સાથીઓ પર સકંજો પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝમ કોર્ટે ગયા મહિને જ આતંકવાદી સંગઠન જમાત-ઉદ દાવાનો સરગના હાફિઝ સઈને ગેરકાયદેસર ફંડિંગ કેસમાં 10 વર્ષની જેલની સજા હતી. સઈદની સાથે અન્ય બે આરોપી પ્રો.જફર ઈકબાલ અને યાહા મુજાહિદને બે કેસમાં 5-5 વર્ષ તથા અન્ય કેસમાં 6 મહિનાની જેલની સજા સુનાવણી થઈ હતી.

ચેરિટીના બહાને આતંક ફેલાવી રહ્યો છે હાફિજ
હાફિજ સઈદ લશ્કર-એ-તોઈબાનો સ્થાપક છે. 11 સપ્ટેમ્બર,2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયા બાદ અમેરિકાએ આ સંગઠનને વિદેશી આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી દીધુ હતું. વર્ષ 2002માં પાકિસ્તાન સરકારે પણ લશ્કર પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારબાદ હાફિઝ સઈદે નવા સંગઠન જમાત-ઉદ-દાવા બનાવ્યું હતું. હવે તે આ સંગઠનને ચેરિટી બનાવી આતંક માટે પૈસા એકત્રિત કરે છે. આ પૈસાનો ઉપયોગ આતંકવાદના ફેલાવા માટે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો