કોરોના:નોએડાના ડીએમનો આદેશ - ભાડૂતો પાસેથી એક મહિનાનું ભાડું માગ્યું તો એક વર્ષની જેલ થશે

New Delhi2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લૉકડાઉનમાં કામધંધા છોડી ઘરે બેઠેલા લોકોને રાહત
  • આદેશનું ઉલ્લંઘન કરનાર મકાનમાલિકને બે વર્ષ સુધીની સજા થઈ શકે છે

નોઈડાઃ ઉત્તરપ્રદેશના નોઈડામાં વહીવટીતંત્રએ એક મહિના સુધી ઘરોનું ભાડું વસૂલ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લા કલેક્ટર બી.એન. સિંહે કહ્યું કે મકાનમાલિકોને જણાવાયું છે કે શ્રમિકો અને બીજા રાજ્યોના કામદારો પાસેથી એક મહિના સુધી ભાડું માંગવામાં આવે નહીં. તેમણે ચેતવણી આપી છે કે જો મકાનમાલિક ભાડું માંગશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે. અધિકારીઓએ કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર મકાનમાલિકને બે વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. ભાડું માંગવા પર તેની ફરિયાદ કંટ્રોલરૂમના નંબર 0120-2544700 પર કરી શકાશે.

  • યુપીમાં 11 હજાર વધારાના આઈસોલેશન બેડ તૈયાર, રાજ્યમાં 8 ટેસ્ટિંગ લેબમાં કામ થઈ રહ્યું છે.
  • કેરળમાં 4603 વિશેષ કેમ્પમાં 144145 પ્રવાસી શ્રમિકોને ભોજન સહિતની અન્ય સુવિધા અપાય છે.
  • કેરળમાં શનિવારે કોરોનાને કારણે પ્રથમ મોત કોચ્ચીની હોસ્પિટલમાં થયું. મૃતકની વય 69 છે. તે 40 લોકો સાથે 16 માર્ચે દુબઈથી આવ્યો હતો. 22 માર્ચથી હોસ્પિટલમાં દાખલ હતો.
  • કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જેલમાં સ્વચ્છતા અને સફાઈ રાખવા કહ્યું છે.
  • દિલ્હી પોલીસે લૉકડાઉનનું ઉલ્લંઘન કરનાર સામે એકજ દિવસમાં 82 કેસ કર્યા છે અને 3845 લોકોની ધરપકડ કરી છે.
  • યુએઈમાં મસ્જિદોમાં સામૂહિક નમાજ પર પ્રતિબંધ ફરમાવાયો છે. ઘણાં મંદિરો,ચર્ચ અને ઈસ્લામિક સેન્ટરમાં ઓનલાઈન પ્રાર્થના કરાવાય છે.
અન્ય સમાચારો પણ છે...