• Gujarati News
  • National
  • No Shots Were Fired In Galwan, Deaths Were Reported, Firing Also Took Place In Pangong; These Incidents Show That The Explanation treaties exercise Is Not Working

ચીનનો મુદ્દો:ગલવાનમાં ગોળી નથી ચલાવાઈ, મોત થયાં છે, પેન્ગોન્ગમાં ફાયરિંગ પણ થઈ ગયું; આ ઘટના-હરકતો જણાવે છે કે સમજૂતી-સંધિઓ-કવાયત કામ નથી કરી રહી

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: લે.જનરલ (રિટા.) સતીશ દુઆ
  • કૉપી લિંક
  • ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી વાતચીતમાં અલગ નિવેદન આપી રહ્યું છે, પણ ગ્રાઉન્ડ પર તેની હરકતો તેની વાતોને ખોટી સાબિત કરી રહ્યો છે
  • રક્ષા દેશ માટેનો વિશ્વાસ છે, એ વાતનો આપણે ખૂલી-શાંતિથી વાતચીતનો સંકલ્પ લઈ ચૂક્યા છીએ, પણ આપણે આપણી સરહદની રખેવાળી માટે દરેક શક્ય એક્શન લેવા માટે તૈયાર છીએ

ગઈકાલે રક્ષામંત્રીએ સંસદમાં લદાખમાં ચાલી રહેલા ભારત-ચીન સંઘર્ષ અંગે નિવેદન આપ્યું હતું. લેફ્ટિનન્ટ કર્નલ સંતોષ બાબુ અને તેમની સાથે દેશની રક્ષા કરતી વખતે પ્રાણની આહુતિ આપનારા 19 જવાનોને યાદ કરીને તેમણે પોતાની વાત શરૂ કરી હતી. તેમણે ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર સીમા સાથે જોડાયેલા વિવાદની આખી વાત જણાવી. બન્ને દેશો વચ્ચે સરહદ અંગે થયેલી સમજૂતી અને સંધિઓનો ઉલ્લેખ કર્યો. એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે સરહદ પર શાંતિપૂર્ણ સમાધાન માટે આ સમજૂતીનું પાલન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે.

સદીઓથી ચાલી આવી રહેલી સરહદ પર અસહમતી
રક્ષામંત્રીએ જ્યારે સરહદોની વાત કરતાં કહ્યું હતું કે ભારત અને ચીન સરહદ સાથે જોડાયેલા સવાલોનો ઉકેલ લાવવાનો બાકી છે. ચીન પારંપરિક અને સદીઓથી ચાલી આવેલી સીમા અને એની સાથે જોડાયેલી મંજૂરીને સ્વીકારતું નથી. આપણું માનવું છે કે આ સહમતી ભૌગોલિક માપદંડ પર આધારિત છે, જેની પુષ્ટિ સંધિઓ અને કરારે પણ કરી છે અને સદીઓથી બન્ને દેશને એની ખબર છે.

જોકે ચીનનું માનવું છે કે બન્ને દેશ વચ્ચે સરહદ માટે કોઈ સત્તાવાર લાઈન નથી. બસ, એક પારંપરિક રેખા છે, જેને ઈતિહાસમાં બન્ને દેશ પોતાના પ્રમાણે દેખાડી રહ્યા છે અને આ રેખાનું અસ્તિત્વ બન્ને દેશોનું પોતપોતાનું છે, જેનો ઉકેલ લાવવા માટે 1950થી 60 વચ્ચે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ બન્ને દેશો વચ્ચે સામાન્ય સહમતી થઈ શકી ન હતી.

લેહમાં ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ જ કારણથી આ વિસ્તારમાં સેનાનાં વાહનોની અવરજવર વધી ગઈ છે.
લેહમાં ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ જ કારણથી આ વિસ્તારમાં સેનાનાં વાહનોની અવરજવર વધી ગઈ છે.

ભારતીય જમીન પર ચીનનો કબજો રક્ષામંત્રીએ કહ્યું હતું કે 38000 ચોરસ કિમી ભારતીય જમીન ચીનના કબજામાં છે અને આવું કહેવાનો તેમનો અર્થ એક્સાઈ ચીનનો હતો. આ વિસ્તાર ચીને પડાવી લીધો હતો. તેનું વ્યૂહાત્મક અને ભૌગોલિક મહત્ત્વ છે. અહીંથી પસાર થતા રસ્તા અને અહીં રહેલું પાણી ચીન માટે અમૂલ્ય છે.

રક્ષામંત્રીએ એવું પણ કહ્યું હતું કે 5000 ચોરસ કિમી ભારતીય જમીન ચીનના હવાલે કરી દેવાઈ હતી. તેમનો ઈશારો POKના શાક્સગમ વેલીના 5,180 કિમી વિસ્તાર તરફ હતો, જે 1963માં પાકિસ્તાને ચીનને સોંપ્યો હતો. શાક્સગમ વેલી એ જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો ભાગ છે, જેની પર પાકિસ્તાને કબજો કરીને રાખ્યો હતો. તેને કોઈ અધિકાર નથી કે તે કબજો કરેલી જમીન કોઈ ત્રીજા દેશને આપી દે.

રક્ષામંત્રીએ કહ્યું વધુમાં કહ્યું કે ચીન નોર્થ ઈસ્ટમાં 90 હજાર ચોરસ કિમીના વિસ્તાર પર પણ તેનો દાવો કરે છે. ચીનના દાવાનું માનવામાં આવે તો આખેઆખો અરુણાચલ પ્રદેશ તેમનો જ છે. ચીન અરુણાચલ પર પોતાનો દાવા કરે છે અને તેને સાઉથ તિબેટ કહે છે.

ચીન LACનો ઉકેલ લાવવામાં માનતો નથી રક્ષામંત્રીએ ગૃહને 1993 અને 1996ના એ કરાર અંગે પણ જણાવ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે બન્ને દેશ LACની આસપાસ પોતાની સેનાની સંખ્યામાં ઓછામાં ઓછી રાખશે. આ સમજૂતીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરહદ સાથે જોડાયેલા સવાલોનો ઉકેલ પણ આવશે અને ત્યાં સુધી બન્ને દેશ LACનું સન્માન કરશે.આટલું જ નહીં, બન્ને દેશ LAC નક્કી કરવા સુધી એક વચ્ચેનો રસ્તો અપનાવશે.

કદાચ આ જ કારણ હતું કે 1990થી 2003 વચ્ચે બન્ને દેશોએ LACના નક્કર અસ્તિત્વ માટે પણ કામ કર્યું, પરંતુ ત્યાર પછી ચીન આ અંગે માનતો ન હોય તેવું જોવા મળ્યું. પરિણામે, આનાથી ચીન અને ભારતીય LACની ધારણાઓ એકબીજાને પાર કરવા લાગી. આ વિસ્તારમાં પણ સરહદના અન્ય ભાગોની જેમ જ, અલગ-અલગ સમજૂતી લાગુ થાય છે. પછી ભલે તે સૈનિકોની તહેનાતી અને ઓપરેશન અંગે હોય અથવા પછી શાંતિ જાળવી રાખવા માટે અથડામણ થાય તો શું કરવામાં આવે એની સૂચના હોય.

બન્ને દેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે
રક્ષામંત્રીએ બન્ને દેશ વચ્ચેના પ્રોટોકોલ અને સમજૂતીઓની વાત ખૂલીને કરી. છેલ્લા એક દાયકામાં આ પરીક્ષાની ઘડી છે, એવા વિસ્તારોમાં જ્યાં બન્ને દેશ સામસામે ઊભા છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોમાં આ બન્ને દેશ અથડામણ-યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી રહી છે. પછી ભલે એ 2013 અને 2014 દેપસાંગ અને ચુમાર હોય કે પછી 2017માં દોકલામમાં ચીનને ભુતાનના હિતમાં અટકાવી દેવાની કવાયત હોય.

આ તમામ કવાયત 15 જૂને ગલવાનમાં આપણા સૈનિકોના જીવ બચાવવા માટે કામમાં ન આવી. જોકે આ દુર્ઘટનામાં એક પણ ગોળી ચલાવાઈ ન હતી,પરંતુ બે મહિના પછી પેન્ગોન્ગમાં ગોળી ચલાવાઈ પણ મોત ન થયું. આવી ઘણી દુર્ઘટના અને હરકતો છે, જે જણાવી રહી છે કે સમજૂતી, સંધિ અને કવાયત બન્ને દેશો વચ્ચે કામ નથી કરતી.

સેનાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ પેન્ગોન્ગના વિવાદિત વિસ્તારમાં પૂરી રીતે ભારતનો કબજો છે. અહીંનાં ઘણાં શિખર પર આર્મી હાજર છે.
સેનાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ પેન્ગોન્ગના વિવાદિત વિસ્તારમાં પૂરી રીતે ભારતનો કબજો છે. અહીંનાં ઘણાં શિખર પર આર્મી હાજર છે.

સ્થિતિને સંભાળવા માટે બન્ને દેશોએ ગંભીરતાથી મહેનત કરવી પડશે, જેથી બધાનો શાંતિથી ઉકેલ લાવી શકાય. આપણે જોયું કે ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી વાતચીતમાં તો યોગ્ય નિવેદન આપી રહ્યો છે પણ ગ્રાઉન્ડ પર તેની હરકતો એ વાતોને ખોટી સાબિત કરી રહી છે.

રક્ષામંત્રીએ એ મિલિટ્રી એક્શનનો પણ ઉલ્લેખ કર્યો છે, જે આ વર્ષે ઉનાળામાં લેવાયો હતો. પછી ભલે એ સંઘર્ષ, યુદ્ધાભ્યાસ અને ચીનના વિસ્તારમાં સૈનિકોને એકઠા કરવાનો હોય. તેમણે સંસદને એ વિશ્વાસ અપાવ્યો કે દેશની સંપ્રભુતા માટે ચીનની સેનાનો મુકાબલો કરવા માટે આપણી તૈયારીઓ પણ મજબૂત છે.

રાજનાથે એવું પણ કહ્યું હતું કે ચીનના વિદેશમંત્રી સાથે થયેલી તેમની મીટિંગમાં એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ચીન સાથે તે પોતાના મુદ્દાનો શાંતિથી ઉકેલ લાવવા માગે છે અને ઈચ્છે છે કે ચીન પણ આ પ્રકારે અમારી સાથે કામ કરે. એ તો એટલે સુધી કહી ચૂક્યા છે કે ભારતની સંપ્રભુતા અને અખંડતાની રક્ષા માટે અમારા સંકલ્પ પર કોઈ શંકા ન હોવી જોઈએ. આ વાતચીત બન્ને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે પણ થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...