• Gujarati News
  • National
  • No Re registration Required On CoWIN App, Only Old Account Can Be Used To Schedule Appointments

વેક્સિનનો ત્રીજો ડોઝ આ રીતે બુક કરો:CoWIN એપ પર ફરી રજીસ્ટ્રેશનની જરૂર નથી, જૂના અકાઉન્ટથી જ શેડ્યુઅલ કરી શકાશે અપોઇન્ટમેન્ટ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિકોશન ડોઝ 60 વર્ષથી વધારે ઉંમરના કોમોર્બિડિટીથી પીડિતોને જ આપવામાં આવશે

દેશમાં કોરોનાના વધી રહેલા કેસની સ્થિતિ વચ્ચે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી ઉપરના બીમાર વૃદ્ધો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રિકોશન ડોઝ એટલે કે વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાની શરૂઆત થશે. CoWINના ચીફ ડો.આરએસ શર્માએ સોમવારે જણાવ્યું કે પ્રિકોશન ડોઝ માટે આ ગ્રુપને એપ પર ફરીથી રજિસ્ટ્રેશનની જરૂર પડશે નહીં. તેઓ પોતાના જૂના CoWIN અકાઉન્ટથી કેટલાક જરૂરી પગલાંનું પાલન કર્યાં બાદ ત્રીજા ડોઝ (પ્રિકોશન ડોઝ) માટે પોતાની એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરી શકશે.

CoWIN એપ પર અગાઉથી વૃદ્ધો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સના નામ તથા ડેટા જ આ માટે પૂરતા રહેશે. આ ડેટા પર વયજૂથ વેક્સિનના બે ડોઝ લઈ ચુક્યા છે. આરોગ્ય સેતુ એપ અને ઉમંગ એપ પર પણ સ્લોટ બુકિંગ કરી શકાશે. આ ઉપરાંત સેન્ટર્સ પર પણ તેને બુક કરાવી શકાશે. આ ગ્રુપમાં આશરે 14 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે.

કોઈ સર્ટીફિકેટની જરૂર નથી
પ્રિકોશન ડોઝ 60 વર્ષથી વધારે ઉંમરના ફક્ત એવા લોકોને જ લગાવવામાં આવશે કે જેમને કોમોર્બિડિટીથી પીડિત છે. સરકારના કોમોર્બિડિટી હેઠળ આવતી 22 બીમારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટ્રીઝએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે કોમોર્બિડિજીવાળા 60 વર્ષ અને વધુ ઉંમરના તમામ લોકોને પ્રિકોશન ડોઝ લેવા માટે ડોક્ટર પાસેથી કોઈ સર્ટીફિકેટ આપવા/રજૂ કરવાની જરૂર પડશે નહીં. જોકે આવા લોકોએ પ્રિકોશન ડોઝ લેતા પહેલા ડોક્ટર પાસેથી સલાહ લેવા કહેવામાં આવ્યું છે.

કોર્મોર્બિડિટીઝ લિસ્ટમાં 22 બીમારીનો સમાવેશ
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO)અને CoWIN પ્લેટફોર્મના ચીફ ડો.આરએસ શર્માના જણાવ્યા પ્રમાણે કોમોર્બિડિટી સર્ટીફિકેટની ડિટેલ સરકાર અગાઉથી જ વેક્સિનેશન કેમ્પ સમયે ઈશ્યુ કરી ચુકી છે. આ વિગત વૃદ્ધો સાથે ગંભીર બીમારીઓથી પીડિત 45થી 60+ઉંમરના લોકોના વેક્સિનેશન શરૂ કરવા સમયે ઈશ્યુ કરવામાં આવી હતી.

આ ફોર્મ્યુલા આ સમયે પણ કોર્મોર્બિડિટી સર્ટીફિકેટ પર લાગૂ માનવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારની કોમોર્બિટીઝ લિસ્ટમાં 22 બીમારીનો સમાવેશ થાય છે.

યાદીમાં આ પ્રકારની બીમારી છે
ડાયાબિટીસ, કિડની ડિસિસ અથવા ડાયાલિસિસ
કાર્ડિયોવેસ્કુલર ડિસિસ
સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ
કેન્સર
સિરોસિસ
સિકલ સેલ ડિસિસ
પ્રોલોંગડ યુઝ ઓફ સ્ટેરોઈડ્સ
ઈમ્યુનોસપ્રૈસેન્ટ ડ્રગ્સ
મસ્કુલર ડિસ્ટ્રોફી
રેસ્પિરેટરી સિસ્ટમ પર એસિડ એટેક
હાઈ સપોર્ટની જરૂરિયાત ધરાવતા વિકલાંગ
દિવ્યાંગતા જેવી કે મલ્ટીપલ ડિસએબેલિટીઝ
ગંભીર બહુવિધ બીમારીને લીધે બે વર્ષ હોસ્પિટલમાં રહ્યા હોય
PM મોદીએ 10 જાન્યુઆરીથી ડોઝ આપવાની જાહેરાત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરની રાત્રે 60+થી વધુ ઉંમરના વૃદ્ધોને 10 જાન્યુઆરીથી વેક્સિનની પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી હતી, જે કોમોર્બિડિટીના કાર્યક્ષેત્રમાં આવે છે. આ સાથે 10 જાન્યુઆરીથી જ ફ્રન્ટલાઈન વર્કર્સને પણ પ્રિકોશન ડોઝ આપવા અને 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોને પણ કોરોના વેક્સિન આપવાની જાહેરાત PM મોદીએ કરી હતી.