ભાવિ જોખમમાં:યુક્રેનથી આવેલા 20 હજાર છાત્રો માટે અભ્યાસની જોગવાઇ નહીં : કેન્દ્ર

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પરત ભારત ફરેલા 20 હજાર મેડિકલ છાત્રોનું ભાવિ જોખમમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે મંગળવારે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યુ હતું કે વિદેશમાં અભ્યાસ કરતા છાત્રોનો ‘સ્ક્રીનિંગ ટેસ્ટ વિનિમય -2002 ‘ તેમજ વિદેશી ચિકિત્સા સ્નાતક લાઇસન્સ વિનિમય-2021 ‘ અંતર્ગત સમાવેશ થાય છે.

ભારતીય ચિકિત્સા પરિષદ અધિનિયમ- 1956 અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ અધિનિયમ- 2019 અન્વયે વિદેશમાં અભ્યાસ કરતા કોઇ પણ મેડિકલ છાત્રનો દેશની કોલેજોમાં સમાવેશ કરી શકાય નહીં .તેથી,યુક્રેનથી પરત આવેલા કોઇ પણ ભારતીય છાત્રને દેશની શૈક્ષણિક સંસ્થામાં સમાવવા મંજૂરી નથી આપવામાં આવી.

ભારતીય દૂતાવાસ છાત્રોની મદદ કરી રહ્યું છે. દૂતાવાસની મદદથી યુક્રેનની તમામ મેડિકલ યુનિવર્સિટી - કોલેજોનો સંપર્ક કરી અભ્યાસની સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...