જેલમાંથી આઝાદ થયા પછી નલિનીએ કહ્યું:'ગાંધી પરિવારને મળવાની કોઈ યોજના નથી, બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવાર માટે દુઃખી છું'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજીવ ગાંધીની હત્યાના દોષી નલિની શ્રીહરને જેલમાંથી મુક્ત થયા બાદ પૂર્વ સીએમ જયલલિતાનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે મેડમ જયલલિતાએ સૌથી પહેલા મને જેલમાંથી બહાર કાઢવાની પહેલ કરી હતી. આ સાથે તેણે પોતાને નિર્દોષ પણ જાહેર કર્યા છે. નલિનીએ કહ્યું કે ગાંધી પરિવારને મળવાનો કોઈ પ્લાન નથી. તેણે વધુમાં કહ્યું કે મારા પતિ જ્યાં જશે, હું ત્યાં જઈશ.

નલિની આજે ચેન્નાઈમાં એક પ્રેસ મીટ કરવા જઈ રહી છે, જ્યાં તે જેલ અને સંબંધિત બાબતો પર વાત કરશે.

આઝાદ થયા પછી નલિનીએ કહી આ વાતો...

  • નલિનીએ કહ્યું કે હું તમિલનાડુના લોકોની આભારી છું, જેમણે મને 32 વર્ષ સુધી સાથ આપ્યો. હું રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેનો આભાર માનું છું.
  • હું મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. પરિવારના સભ્યો ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા.
  • નલિનીએ વધુમાં કહ્યું કે તે ડીએમકે પાર્ટી અને સીએમ સ્ટાલિનની પણ આભારી છે. તેમણે અમને પેરોલ આપવામાં મદદ કરી અને તેથી અમે મામલો આગળ વધારી શક્યા.
  • એ પણ સ્વીકારવું પડશે કે હવે કાયમ માટે મારે ગુનેગારની જેમ જીવવું પડશે.

જેલમાંથી બહાર આવ્યા બાદ નલિની અને તેના સાથીઓના કેટલાક ફોટા તમે નીચે જોઈ શકો છો...

રાજીવ ગાંધીની હત્યાના 6 દોષિતોને મુક્ત કરાયા
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસના છ દોષિતોને શનિવારે સાંજે તમિલનાડુની અલગ-અલગ જેલોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમાં નલિની શ્રીહરન, તેના પતિ વી શ્રીહરન ઉપરાંત સંથન, રોબર્ટ પાયસ, જયકુમાર અને રવિચંદ્રનનો સમાવેશ થાય છે. તેમાંથી શ્રીહરન અને સંથન શ્રીલંકાના નાગરિક છે.

નલિની પેરોલ પર હતી. તેણે શનિવારે વેલ્લોરની મહિલા જેલમાં પહોંચીને તેની મુક્તિ પૂર્ણ કરી. આ પછી તે વેલ્લોર સેન્ટ્રલ જેલ પહોંચી, જ્યાં તે તેના પતિ શ્રીહરનને જોઈને ભાવુક થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

સોનિયાએ દોષિત નલિનીને માફ કરી દીધી હતી
જ્યારે નલિનીની રાજીવ ગાંધીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તે ગર્ભવતી હતી. તેની પ્રેગ્નન્સીના 2 મહિના થયા હતા. ત્યારે સોનિયા ગાંધીએ નલિનીને માફ કરી હતી. તેમણે કહ્યું હતું કે નલિનીની ભૂલની સજા તેના માસૂમ બાળકને કેવી રીતે મળી શકે, જે દુનિયામાં આવ્યું જ નથી.

આ પહેલાં પણ ગુનેગારોને છોડાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા
રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ટ્રાયલ કોર્ટે કાવતરામાં સામેલ 26 ગુનેગારને મૃત્યુદંડની સજા ફટકારી હતી. મે 1999માં સુપ્રીમ કોર્ટે 19 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. બચેલા સાત આરોપી(નલિની, મુરુગન ઉર્ફે શ્રીહરન, સંથન અને પેરારીવલન)ને મૃત્યુદંડ આપ્યો અને બાકી (રવિચંદ્રન, રોબર્ટ પાયસ અને જયકુમાર)ને ઉંમર કેદ. ચારેયની દયાની અરજી પર તામિલનાડુના રાજ્યપાલે નલિનીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી, બાકીના આરોપીઓની દયાની અરજી રાષ્ટ્રપતિએ 2011માં ફગાવી દીધી હતી.

રાજીવ ગાંધીની એક ચૂંટણી રેલીમાં હત્યા કરવામાં આવી હતી
રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન ધનુ નામના આત્મઘાતી હુમલાખોર દ્વારા હત્યા કરવામાં આવી હતી. હુમલાખોર મહિલા આતંકવાદી ધનુ (તેનમોજી રાજરત્નમ)એ રાજીવને ફૂલનો હાર પહેરાવ્યા બાદ તેમના પગને સ્પર્શ કર્યો અને નીચે ઝૂકીને કમર પર બાંધેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ કર્યો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘણા લોકોના ટુકડા થઈ ગયા હતા. રાજીવ અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...